Home /News /eye-catcher /યુટ્યૂબરે વિડીયો વાયરલ કરવા વહેંચ્યું રૂ.1 લાખનું પેટ્રોલ-ડીઝલ ફ્રી, પેટ્રોલ પંપ પર લાગી લાઇનો
યુટ્યૂબરે વિડીયો વાયરલ કરવા વહેંચ્યું રૂ.1 લાખનું પેટ્રોલ-ડીઝલ ફ્રી, પેટ્રોલ પંપ પર લાગી લાઇનો
તસવીર: YouTube(Crazy XYZ)
આવા વિડીયો બનાવવા માટે યુટ્યુબરની પ્રશંસા કરતાં, એક કમેન્ટરે કહ્યું કે, "શું આપણે બધા ફક્ત આ માણસ અને તેના ક્રૂની કન્ટેન્ટની પ્રશંસા કરી શકીએ છીએ કે તે ભવિષ્યમાં શું કરશે તેની કલ્પના કરવા તે માત્ર એક માસ્ટરપીસ છે." તો અન્ય યુઝરે કહ્યું કે, “આપણે બધાએ માનવું જોઇએ કે કે આ માણસ તેના વિડીયોથી અમને ક્યારેય નિરાશ કરતો નથી."
સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યૂટી (central excise duty)માં તાજેતરના ઘટાડાથી ઈંધણના ભાવમાં ઘટાડો થયો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)ની જાહેરાતને પગલે પેટ્રોલમાં 9.5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલમાં 7 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો (reduced the price of fuel) કરવામાં આવ્યો છે. જેના પગલે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટરની સામે 95.91 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 89.67 રૂપિયા પ્રતિ લીટર છે, જે અગાઉ અત્યારે 96.67 રૂપિયા પ્રતિ લીટર હતી.
આ વધતી કિંમતો વચ્ચે અમિત નામના યુટ્યુબરે તેનો વિડીયો વાયરલ કરવા માટે એક અનોખો આઈડિયા લઈને આવ્યો છે. વાઇરલ વિડીયો બનાવવાની તેમની બિડમાં યુટ્યુબરે જાહેરાત કરી છે કે તે 1 લાખ રૂપિયા સુધીનું પેટ્રોલ અને ડીઝલ મફત ઓફર (Youtuber offered Free petrol-Diesel) કરી રહ્યો છે. પોતાની આ ઓફર વિશે જણાવવા તે પેટ્રોલ પંપ પર ત્યાંના કર્મચારીઓ જેવો ડ્રેસ પહેરીને આવે છે. તે તેના પેટ્રોલ પંપને ક્રેઝી પેટ્રોલ પંપ કહે છે.
રસપ્રદ વાત એ છે કે આ આઈડિયા ખૂબ જ સફળ રહ્યો અને વિડીયો વાયરલ થયા પછી તરત જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ ફિલરની નજીક ભારે ધસારો જોવા મળ્યો હતો. જ્યારે મોટાભાગના લોકો માની શકતા નહોતા કે તેઓને મફતમાં ઇંધણ મળી રહ્યું છે, તો બીજી તરફઅન્ય લોકો તાત્કાલિક પેટ્રોલ પંપ પર આવ્યા હતા.
" isDesktop="true" id="1211674" >
હાલમાં વાયરલ થયેલો વિડીયો યુટ્યુબ ચેનલ Crazy XYZ માટે શૂટ કરવામાં આવ્યો હતો. તે પહેલાથી જ 3,472,000 વ્યુઝને વટાવી ચૂક્યો છે અને સંખ્યા સતત વધી રહી છે. વિડીયોના કમેન્ટ સેક્શનમાં અમુક લોકો જ્યાં આ વિડીયો અને ક્રિએટરની સરાહના કરી રહ્યા છે, તો અમુક લોકો ખર્ચ કરીને વિડીયોના માધ્યમથી પૈસા કમાવવાનો કીમીયો ગણાવી રહ્યા છે.
આવા વિડીયો બનાવવા માટે યુટ્યુબરની પ્રશંસા કરતાં, એક કમેન્ટરે કહ્યું કે, "શું આપણે બધા ફક્ત આ માણસ અને તેના ક્રૂની કન્ટેન્ટની પ્રશંસા કરી શકીએ છીએ કે તે ભવિષ્યમાં શું કરશે તેની કલ્પના કરવા તે માત્ર એક માસ્ટરપીસ છે." તો અન્ય યુઝરે કહ્યું કે, “આપણે બધાએ માનવું જોઇએ કે કે આ માણસ તેના વિડીયોથી અમને ક્યારેય નિરાશ કરતો નથી."
કેટલાક કોમેન્ટર્સે આ વિડીયો બનાવવા પાછળની ટીમની મહેનતની પ્રશંસા પણ કરી હતી. "તેને વધુ સારો પ્રયાસ બનાવવા માટેના પ્રયત્નો કરવા માટે ટીમને ખૂબ જ શુભકામના છે."
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર