Viral : જે એક્ટ્રેસને લોકો સમજતા હતા 30 વર્ષની તેણે કહ્યુ હું તો 54 વર્ષની છું!

હોંગકોંગની જાણીતી એક્ટ્રેસ કેરમેન લી યેક તુંગ

લીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર એક વર્ષ 2019 અને એક વર્ષ 1995ની તસવીર પોસ્ટ કરી છે.

  • Share this:
    ચીની સોશિયલ મીડિયા (Social Media) પર હોંગકોંગની જાણીતી એક્ટ્રેસ કેરમેન લી યેક તુંગ (Carman Lee Yeuk-tung) એક મોટો ખુલાસો કર્યો છે. જે પછી એક લોકો આશ્ચર્યચકિત થઇ ગયા છે. લી સોશિયલ મીડિયામાં પોતાના પરફેક્ટ ફિગર અને સુંદર અંદાજ માટે ખૂબ જ પસંદ કરવામાં આવે છે. મોટા ભાગના લોકો તેને 30 વર્ષની મહિલા કે પછી તેથી પણ નાની ઉંમરની મહિલા માને છે. પણ સોમવારે લીએ પોતે જ જણાવ્યું કે આજે તેનો 54મો જન્મદિવસ છે.

    ડેલી મેલની રિપોર્ટ મુજબ લીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વીબો પર એક વર્ષ 2019 અને એક વર્ષ 1995ની તસવીર પોસ્ટ કરી છે. અને જણાવ્યું છે કે તેની ઉંમર 54 વર્ષવી છે. લીએ કહ્યું કે તે ગત 30 વર્ષથી પોતાની ઉંમર છુપાવતી આવે છે. પણ હવે તે એવું કરવા નથી ઇચ્છતી. તેણે કહ્યું કે હું મારું સારું એવું જીવન જીવી ચૂકી છું. અને પોતના 54માં જન્મદિવસનો ખુલીને સ્વાગત કરવા માંગુ છું. લીએ તે પણ જણાવ્યું કે વર્ષ 1990 પછી તેમની ઉંમર વધવાની અસર ઓછી થવા લાગી હતી. લીને જોઇને કોઇના પણ માટે કહેવું મુશ્કેલ છે કે તે 54 વર્ષની છે.



    લીએ વીબો પર લખ્યું કે લોકો વિચારે છે કે 30 વર્ષ પછી મહિલાઓ એટલી સુંદર નથી રહેતી તેવું વિચારે છે. કોઇ પણ ઉંમરે તમારે પોતાને સુધારતા રહેવું જોઇએ અને તેવી વાતો પર ધ્યાન ન આપવું જોઇએ. લીએ પોતાની માં, પરિવાર અને મિત્રોનો આભાર માન્યો જેમણે તેનો સાથ આપ્યો.

    લીએ વર્ષ 1990માં પોતાનું કેરિયર એક ફ્લાઇટ અટેન્ડેંટ તરીકે શરૂ કર્યું હતું. આજે તે ચીનની સોશિયલ મીડિયા સ્ટાર છે. લીએ અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેના કસરતના વીડિયો પણ અનેક લોકોને પસંદ છે. તેની સિક્સ પેક્સ એબ્સ પણ છે. લીના સાચુ બોલવા માટે તેના અનેક ફેન્સે તેને શાબાસી આપી સલામ કર્યું છે કે તેણે હિંમત કરી સાચું કહ્યું.
    Published by:Chaitali Shukla
    First published: