વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડને કહ્યુ- 'તારા કારણે નાપાસ થયો, હવે તું જ ફીના પૈસા આપ'

નાપાસ થતાં જ વિદ્યાર્થી ખૂબ નારાજ થઈ ગયો હતો. ખરાબ પરિણામ માટે તેણે પોતાની ગર્લફ્રેન્ડને દોષિત ઠેરવી હતી.

News18 Gujarati
Updated: May 11, 2019, 3:57 PM IST
વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડને કહ્યુ- 'તારા કારણે નાપાસ થયો, હવે તું જ ફીના પૈસા આપ'
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 11, 2019, 3:57 PM IST
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં એક અજબ-ગજબ બનાવ સામે આવ્યો છે. પોલીસે અહીં એક મેડિકલના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થી તેને ગર્લફ્રેન્ડ પાસે ફી ભરાવવાની માંગણી કરી રહ્યો હતો. અંગ્રેજી વર્તમાનપત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે 21 વર્ષના આ યુવક સામે ખંડણી અને ઠગાઈનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ મામલે ખૂબ જ રસપ્રદ છે. આ વિદ્યાર્થીએ ગત વર્ષે ઔરંગાબાદની એક મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. તેની ગર્લફ્રેન્ડ પણ તેની સાથે જ ભણતી હતી. તે ભણવામાં હોંશિયાર હતો છતાં પ્રથમ વર્ષમાં નાપાસ થયો હતો. આથી જ ચાર વર્ષના એમબીબીએસ કોર્ષમાં તેને બીજા વર્ષમાં પ્રવેશ મળ્યો ન હતો.

નાપાસ થતાં જ વિદ્યાર્થી ખૂબ નારાજ થઈ ગયો હતો. ખરાબ પરિણામ માટે તેણે પોતાની ગર્લફ્રેન્ડને દોષિત ઠેરવી હતી. આથી નુકસાન વળતર તરીકે તે પોતાના ગર્લફ્રેન્ડ પાસેથી પ્રથમ વર્ષની ફી માંગવા લાગ્યો હતો.

યુવક વારે વારે તેની ગર્લફ્રેન્ડને ફોન કરીને ફી માટે પરેશાન કરતો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ તેના તરફ ધ્યાન ન આપ્યું તો તેણે સોશિયલ મીડિયામાં આડા-અવળી પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. અંતે કંટાળીને વિદ્યાર્થિનીએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે વિદ્યાર્થીની ધરપકડ કરી છે.
First published: May 11, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...