પ્રતિબંધિત ચીની એપ Tik Tokએ પ્રેમી પંખીડાનો કરાવ્યો મિલાપ, જાણો શું છે લવ સ્ટોરી

યુવક-યુવતીના પરિજનોએ લગ્ન માટે ના પાડતા આત્મહત્યાનો પણ કર્યો હતો પ્રયાસ, લગ્ન સાથે દહેજમુક્ત સમાજનો પણ સંદેશ આપ્યો

યુવક-યુવતીના પરિજનોએ લગ્ન માટે ના પાડતા આત્મહત્યાનો પણ કર્યો હતો પ્રયાસ, લગ્ન સાથે દહેજમુક્ત સમાજનો પણ સંદેશ આપ્યો

 • Share this:
  અભિષેક કુમાર, નાલંદાઃ ચીન સાથે ચાલી રહેલા ઘર્ષણ વચ્ચે ભલે કેન્દ્ર સરકારે ટિક ટૉક (Tik Tok) સહિત કુલ 224 ચીની એપ્સ (Chinese Apps Ban) પર પ્રતિબંધ લગાવી દીધો હોય પરંતુ આ ટિક ટૉકે બિહાર (Bihar)ના નાલંદા (Nalanda)માં પ્રેમી પંખીડાને એક કરી દીધા છે. યુવક અને યુવતી ટિક ટૉકના માધ્યમથી મળ્યા અને પછી બંનેએ નાલંદા જિલ્લાના સોહસરાય સ્થિત એક મંદિરમાં લગ્ન કરી દીધા. આ લગ્ન સમય શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.

  બંને ટિક ટૉકના કારણે પરિચયમાં આવ્યા હતા

  મૂળે, ઝારખંડના કતરાસ ગઢની રહેવાસી સુમા કુમારી અને નાલંદા જિલ્લાના સલેમપુર વિસ્તારમાં ગોલૂ કુમારનો પરિચય ટિક ટૉકના માધ્યમથી થઈ અને આ ઓળખ પછી પ્રેમમાં પરિણમી. પરિજનોને જ્યારે આ બંનેના પ્રેમ વિશે જાણ થઈ તો શરૂઆતમાં પરિજનોએ બંનેને એક થતા રોકી દીધા.

  આ પણ વાંચો, WhatsApp Update: નવી Ringtoneથી લઈને ડિઝાઇન સુધી ટૂંક સમયમાં આવી રહ્યા છે 4 જોરદાર ફીચર્સ

  પરિજનોના ઇન્કાર બાદ પ્રેમી યુગલે રેલવે સ્ટેશન પર કર્યો હતો આત્મહત્યાનો પ્રયાસ

  એવું પણ જાણવા મળ્યું છે કે, પરિજનો દ્વારા લગ્નના ઇન્કારથી પ્રેમી પંખીડાએ પોતાના ઘરેથી ભાગીને ધનબાદ જતા રહ્યા અને ધનબાદ રેલવે સ્ટેશન પર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન યાત્રીકોએ બંનેને બચાવીને તેની જાણ પરિજનોને કરી. પરિજનો પણ બંનેના પ્રેમ આગળ ઝૂકી ગયા. ત્યારબાદ સૌથી સહમતિથી સોહરસરાય સ્થિત સૂર્ય મંદિરમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું.

  આ પણ વાંચો, રાજનાથ સિંહ સાથે વાત કરવા હોટલ સુધી પહોંચી ગયા હતા ચીની રક્ષા મંત્રી, 80 દિવસમાં 3 વાર સમય માંગ્યોઃ રિપોર્ટ

  વિરોધ બાદ પણ પ્રેમી યુગલે જીત્યું પ્રેમનું યુદ્ધ

  આ પ્રકારે પ્રેમી પંખીડાઓના પ્રેમની જીત થઈ. ધોળા કૂવામાં બંનેએ હિન્દુ રિતરિવાજના હિસાબથી મંદિરમાં લગ્ન કરી દીધા. યુવક-યુવતીના પરિજનોએ કહ્યું કે અમે લોકોએ આ લગ્નના માધ્યમથી લોકોને દહેજ મુક્ત લગ્ન કરવાનો સંદેશ આપ્યો છે.
  Published by:Mrunal Bhojak
  First published: