'બહુજ કંજૂસ છે તું ,બારી તોડવાની મહેનતી પણ નથી મળી': ચોરની ઘર માલિકને ચિઠ્ઠી

'બહુજ કંજૂસ છે તું ,બારી તોડવાની મહેનતી પણ નથી મળી': ચોરની ઘર માલિકને ચિઠ્ઠી
પ્રતિકાત્મક તસવીર

ચોરે લખ્યું છે કે બહુજ કંજૂસ છે રે તું ,બારી તોડવાની મહેનતી પણ નથી મળી. રાત ખરાબ થઈ ગઈ છે. ચોરો એ આ લાઈનો એક કાગળ પણ લખી અને ઘરમાં લાગેલા કાચ પર ચોંટાડી દીધા હતા.

 • Share this:
  તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે ચોર (thief) ચોરી કરવાના ઈરાદે ઘરમાં ઘૂસે છે અને ઘર આખુ ફેંદીમારે છે છતાં પણ તેને કંઈ જ હાથ ન લાગે તો તેને કેટલો ગુસ્સો આવતો હશે. ક્યારેક એવું પણ બને છે કે કંઈ જ હાથ ન લાગતા ચોર ઘરમાં તોડફોડ કરીને પણ જતા હોય છે. પરંતુ તાજેતરમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જ્યાં કંઈ જ હાથ ન લાગતા ચોરે ઘર માલિકના નામે એક ચિઠ્ઠી લખી હતી અને તેને કંજૂસ ગણાવ્યો હતો.

  પોતાનો ગુસ્સો બતાવતા તેમણે ઘર માલિકના નામનો એક પત્ર લખીને ચોંટાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે મામલો મધ્ય પ્રદેશના (Madhya pradesh) શાજાપુરનો છે. રાત્રે અહીં સરકારી ઇજનેરના (Government engineer) મકાનમાં ચોરી કરવાનો પ્રયાસ થયો હતો. પરંતુ ચોરને કાંઈ લાગ્યું નહીં. તેથી તેમણે ઘરના માલિકને ‘કંજૂસ’ કહ્યા હતા.  ચોરની ચિઠ્ઠી


  તેણે લખ્યું છે કે બહુજ કંજૂસ છે રે તું ,બારી તોડવાની મહેનતી પણ નથી મળી. રાત ખરાબ થઈ ગઈ છે. ચોરો એ આ લાઈનો એક કાગળ પણ લખી અને ઘરમાં લાગેલા કાચ પર ચોંટાડી દીધા હતા.

  ત્યાર પછી તેઓ ફરાર થયા હતા. એન્જીનીયર પ્રવિણ સોની બહાર ગયા હતા. સવારે જ્યારે નોકર સૂઈને ઉઠ્યો તો તેણે જોયું કે તિજોરીઓ ખુલી હતી કપડા અને ઘરનો તમામ સામાન વિખરાયેલો હતો. તેની નજર એ ચિઠ્ઠી પર પડી કે જેના પર ચોરે કંજૂસ લખ્યું હતુ.
  Published by:News18 Gujarati
  First published:December 08, 2019, 22:23 pm

  ટૉપ ન્યૂઝ