Home /News /eye-catcher /

OMG! સાધુએ છેલ્લા 48 વર્ષથી હવામાં ઉઠાવી રાખ્યો છે એક હાથ, ચોંકાવનારુ છે કારણ

OMG! સાધુએ છેલ્લા 48 વર્ષથી હવામાં ઉઠાવી રાખ્યો છે એક હાથ, ચોંકાવનારુ છે કારણ

અમર ભારતીનું (Amar Bharati)નામ આમ તો બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ શ્રદ્ધા અને શાંતિ માટે તેમણે જે કામ કર્યું છે

Amar Bharti hand Raised - છેલ્લા 48 વર્ષથી એક ક્ષણ માટે પણ તેઓએ હાથ નીચે કર્યો નથી, લોકો તેમને જોઈને સ્તબ્ધ થઈ જાય છે

    દુનિયામાં એવા ઘણા મહાન લોકો છે જેમણે પોતાની ઇચ્છાથી ચમત્કારો કર્યા છે જે વ્યક્તિને સ્તબ્ધ કરી દે છે. લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે કે વ્યક્તિ (Super Humans of the World) ખરેખર તેની ક્ષમતાઓથી આગળ વધી આવું કેવી રીતે કરી શકે છે. આજે અમે તમને આવા જ એક મહાન માણસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે 48 વર્ષથી હવામાં પોતાનો એક હાથ ઊંચો રાખ્યો છે (Man Kept Hand Raised for Past 48 Years). એક ક્ષણ માટે પણ તેઓએ તેને નીચે કર્યો નથી.

    અમર ભારતીનું (Amar Bharati)નામ આમ તો બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ શ્રદ્ધા અને શાંતિ માટે તેમણે જે કામ કર્યું છે તેનાથી આખું વિશ્વ વાકેફ છે. અમર ભારતી સંન્યાસી છે અને છેલ્લા 48 વર્ષથી હવામાં પોતાનો એક હાથ ઊંચો કર્યો છે. આ દરમિયાન તેણે એક ક્ષણ માટે હાથ નીચે ઉતાર્યો નથી. ઘણા લોકો તેના પરાક્રમને ચમત્કાર (Amazing Sadhu Raised Hand) કહે છે જ્યારે ઘણા લોકો તેને મૂર્ખ કહે છે, પરંતુ અમર ભારતીનું આ આઘાતજનક કૃત્ય ચમત્કારથી ઓછું નથી.

    આ પણ વાંચો: પ્રેમીના થવાના હતા લગ્ન, પ્રેમિકા વરરાજાને ભગાડીને લઇ ગઈ, દૂલ્હન મંડપમાં જોતી રહી રાહ


    આ રીતે સાઘુ બન્યા અમર ભારતી
    સ્કૂપવુપ વેબસાઈટના જણાવ્યા મુજબ અમર ભારતી શરૂઆતથી જ સંન્યાસી બનવા માગતા નહોતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે તે બેંકનો કર્મચારી હતો. તેમની પત્ની, બાળકો, ઘર, નોકરી હતી, પરંતુ અચાનક એક દિવસ તેમનું મન આધ્યાત્મિકતા તરફ ખેંચાઈ ગયું અને તેમણે બધું છોડી દીધું અને ધર્મનો માર્ગ અપનાવ્યો. બાકીનું જીવન ભોલેનાથ ભગવાન શિવને સમર્પિત કર્યું.

    આ પણ વાંચો: ખુદની સોશ્યલ મીડિયા કંપની માટે ડોનાલ્ડ ટ્રમ્પે 75 અબજ રૂપિયા ઊભા કર્યા, ટ્વિટર-ફેસબુક પર બૅન છે

    આ કારણસર ઉઠાવ્યો છે હાથ
    તમે ક્યારેય હવામાં હાથ ઊંચો કરો છો, તો શક્ય છે કે તમે સરળતાથી 2-3 મિનિટ માટે હાથ ઊંચો કરી શકો, પરંતુ તેનાથી વધુ હાથ ઊંચા કરવા કોઈના પણ માટે અશક્ય છે. પરંતુ તેમણે શિવની ભક્તિ અને વિશ્વની શાંતિ માટે આ કર્યું. એક ઇન્ટરવ્યુમાં અમર ભારતીએ કહ્યું હતું કે, તેમને શિવ પાસેથી આ કામ કરવાની શક્તિ મળે છે. તદુપરાંત, તેઓ તેના દ્વારા વિશ્વમાં શાંતિ લાવવા માંગતા હતા. શરૂઆતમાં તેમને ઘણું સહન કરવું પડ્યું. પરંતુ આસ્થાની પ્રબળ તાકાતથી ભારતી 1973થી હવામાં હાથ ઊંચો કરેલો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare Stories, OMG News, Sadhu, અજબગજબ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन