ઓડિશા બાદ બંગાળમાં મળ્યો દુર્લભ પ્રજાતિનો પીળા રંગનો કાચબો, જોઈને બધા હેરાન

News18 Gujarati
Updated: October 29, 2020, 11:53 AM IST
ઓડિશા બાદ બંગાળમાં મળ્યો દુર્લભ પ્રજાતિનો પીળા રંગનો કાચબો, જોઈને બધા હેરાન
વિશેષજ્ઞોનું માનવું છે કે આ કાચબો પહેલા સફેદ રંગનો હતો અને ત્યારબાદ તે પીળો થઈ ગયો. (Photo: Twitter)

વિશેષજ્ઞોનું માનવું છે કે આ કાચબો પહેલા સફેદ રંગનો હતો અને ત્યારબાદ તે પીળો થઈ ગયો, જાણો તેની પાછળનું કારણ

  • Share this:
અનૂપ ગુપ્તા, કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)ના બર્દ્ધમાનમાં એક તળાવમાં પીળો કાચબો (Yellow turtle) મળ્યો છે. તેને ‘ફ્લેપશેલ કાચબો’ માનવામાં આવે છે જે દુલર્ભ પ્રજાતિનો છે. આ વર્ષે આ બીજી વાર છે જ્યારે પીળો કાચબો મળ્યો છે. આ પહેલા ઓડિશા (Odisha)માં બાલાસોર જિલ્લામાં સુજાનપુર ગામમાં લોકોએ આવો જ એક દુર્લભ પીળો કાચબો પકડ્યો હતો અને તેને જિલ્લા વન અધિકારીઓને સોંપી દીધો હતો.

અનેક લોકોનું એવું પણ માનવું છે કે આ કાચબાને અવર્ણતા (Albinism)ની બીમારી છે જેના કારણે કોઈ પ્રાણીમાં મેલાલિનની ઘટ થઈ જાય છે. રંગમાં આ પ્રકારનો ફેરફાર જીનમાં આવનારા કોઈ સ્થાયી ગડબડ કે જન્મજાત ગડબડના કારણે પણ થાય છે જે ટાઇરોસીન કણિકાઓના (Tyrosine pigment) કારણે થાય છે. આ કાચબો અલ્બિનો છે. આ કાચબાનું શરીર અને ઉપરનું પડ પીળું છે. આંખોની પાંપણોને બાદ કરતાં કાચબો એકદમ પીળો છે.

આ પ્રકારના કાચબા મ્યાનમાર, પાકિસ્તાન અને બીજા દેશોમાં જોવા મળે છે. (Photo: Twitter)


આ પણ જુઓ, યૂટ્યૂબરે પોતાની 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ કારને લગાવી દીધી આગ, વીડિયો થયો વાયરલ

નરમ કોશિકાઓ વાળા ભારતીય કાચબા

બર્દ્ધમાન સોસાયટી ફોર એનિમલ વેલ્ફેરના સભ્ય અર્નબ દાસે જણાવ્યું કે કાચબાના શરીર પર અનેક ઘાના નિશાન છે અને તેને સારવારની જરૂર છે આ નરમ કોશિકાઓ વાળો ભારતીય કાચબો છે. તે માદા છે અને તેની ઉંમર લગભગ દોઢ વર્ષ છે. શારીરિક ગડબડના કારણે તેનો રંગ પીળો પડી ગયો છે. જોકે આ ખૂબ જ દુર્લભ પ્રજાતિનો કાચબો છે. આ વર્ષના શરૂઆતમાં આ પ્રકારનો એક કાચબો ઓડીશામાં મળ્યો હતો. કેટલાક લોકોએ દાવો કર્યો કે આ પ્રકારના કાચબા પશ્ચિમ બંગાળના કાકદ્વીપમાં ખેતરોમાંથી પણ મળ્યા હતા.
અનેક લોકોનું એવું પણ માનવું છે કે આ કાચબાને અવર્ણતા (Albinism)ની બીમારી છે જેના કારણે કોઈ પ્રાણીમાં મેલાલિનની ઘટ થઈ જાય છે.


આ પણ વાંચો, MI Vs RCB: મેદાન પર હાર્દિક પંડ્યા અને ક્રિસ મોરિસ બાખડી પડ્યા, મેચ રેફરીએ લગાવી ફટકાર

મ્યાનમાર અને પાકિસ્તાનમાં જોવા મળે છે આ પ્રકારના કાચબા

બર્દ્ધમાન વિશ્વ વિદ્યાલયમાં જીવ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ગૌતમ ચંદ્રનું કહેવું હતું કે આ કાચબાની દુર્લભ પ્રજાતિ છે. આ પ્રકારના કાચબા મ્યાનમાર, પાકિસ્તાન અને બીજા દેશોમાં જોવા મળે છે. અલ્બિનો એક પ્રકારનો ત્વચાનો રોગ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ કાચબો પહેલા સફેદ રંગનો હતો અને ત્યારબાદ તે પીળો થઈ ગયો.
Published by: Mrunal Bhojak
First published: October 29, 2020, 11:43 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading