WWEની લોહીયાળ ફાઇટ, જ્યારે વિરોધી રેસલરને માથામાં ફટકાર્યો પથ્થર

News18 Gujarati
Updated: November 23, 2018, 7:42 AM IST
WWEની લોહીયાળ ફાઇટ, જ્યારે વિરોધી રેસલરને માથામાં ફટકાર્યો પથ્થર
News18 Gujarati
Updated: November 23, 2018, 7:42 AM IST
ભારત સહિત દુનિયાભરમાં WWE રેસલિંગ ખૂબ લોકપ્રિય છે, બાળકોથી લઇને મોટેરા સુધી તમામ લોકો રેસલિંગની ફાઇટ જોવી ગમે છે, પરંતુ મેક્સિકોમાં એવી ફાઇટ યોજાઇ જેના કારણે લાખો પ્રસંસકો અચરજમાં મૂકાઇ ગયા કારણ કે ફાઇટ દરમિયાન એક રેસલરે અન્ય રેસલરને સિમેન્ટનો બ્લોક ઉપાડીને ફટકાર્યો, જેના કારણે એક રેસલરને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

વાત એવી છે કે સોમવારે મેક્સિકોમાં WWEની જેવી જ રેસલીંગની 'ડેથ મેચ' રમાઇ હતી. થોડા સમય પહેલા જ નવી રેસલિંગ કંપની દ્વારા શરૂ કરવામાં આવી છે. આ મેચમાં રેસલર અલ કુએરવો અને એન્ગલ ઓ ડેમોનિઓ વચ્ચે ફાઇટ યોજાઇ હતી.

આ મેચમાં રેસલર અલ કુએરવો અને એન્ગલ ઓ ડેમોનિઓ વચ્ચે ફાઇટ યોજાઇ હતી.


આ ફાઇટમાં બંને રેસલર એકબીજાને ખુરશી સહિતના હથિયારોથી ફટકારી રહ્યાં છે, પરંતુ અચાનક એન્ગલ બહારથી સિમેન્ટના બ્લોક લઇને આવે છે અને રિંગમાં રાખે છે. થોડી જ ક્ષણમાં તે સિમેન્ટનો બ્લોક કુએરવોને માથાના ભાગે ફટકારે છે.

 



સોશિયલ મીડિયા પર આ ફાઇટનો વીડિયો વાયરલ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કેવી રીતે રિંગમાંથી એક રેસલર સિમેન્ટનો બ્લોક ઉપાડીને વિરોધી રેસલરને ફટકારે છે. સિમેન્ટનો બ્લોક વાગતાની સાથે જ કુએરવો નામનો રેસલર જમીન પર પડી જાય છે અને તેની આસપાસ લોહીના ખાબોચિયા ભરાય જાય છે.

પથ્થર વાગતા રેસલર ત્યાં જ ઢળી પડે છે,


ઘટના બાદ તાત્કાલિક પુએર્ટોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટોરોએ જણાવ્યું કે કુએરવોને મગજના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે.

WWEના જાણીતા રેસલર કર્ટ એન્ગલે કહ્યું કે આ અહસહનિય ઘટના છે.


ઘટના બાદ તુરંત રેસલિંગ એસોશિએશ દ્વારા સિમેન્ટનો બ્લોક ફટકારનાર એન્ગલ ઓ ડેમોનિયોને રિંગમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ રેસલિંગ ઇન્ડસ્ટ્રીમાં આ ઘટનાને જાણીતા રેસલરોએ વખોડી હતી, જેમાં WWEના જાણીતા રેસલર કર્ટ એન્ગલે કહ્યું કે આ અહસહનીય ઘટના છે.
First published: November 22, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...