'હું કોરોના માતા છું'! બિહારમાં શરૂ થઈ 'કોરોના' માતાની પૂજા, અંધવિશ્વાસનો video viral

News18 Gujarati
Updated: June 1, 2020, 11:00 PM IST
'હું કોરોના માતા છું'! બિહારમાં શરૂ થઈ 'કોરોના' માતાની પૂજા, અંધવિશ્વાસનો video viral
વાયરલ વીડિયોની તસવીર

મહિલાઓએ સોમવારે વૈશ્વિક મહામારી કોરોના વાચરસના પ્રકોપથી છૂટકારો મેળવવા માટે અને દેશની સલામતી મેળવવા માટે ગોદના ગઢદેવીમાંના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.

  • Share this:
છપરાઃ અનલોકડાન 1.0 (Unlockdown 1.0)માં છૂટછાટ મળતા જ લોકોમાં અધવિશ્વાસની લહેર ફેલાઈ છે. લોકો હવે કોરોનાને બીમારીના બદલે દેવી પ્રકોપ માનવા લાગ્યા છે. છપરામાં અનેક જગ્યાએ કોરોના દેવી (Corona Devi)ની પૂજાની ઘટના સામે આવી રહી છે. મહિલાઓએ સોમવારે વૈશ્વિક મહામારી કોરોના વાચરસના પ્રકોપથી છૂટકારો મેળવવા માટે અને દેશની સલામતી મેળવવા માટે ગોદના ગઢદેવીમાં (Gadhdevi mother)ના મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ત્યારબાદ મહિલાઓએ મંદિરના પરિસરમાં એક ઊંડો ખાડો ખોદીને તેમાં નવ લાડવા, નવ લવણ અને નવ અડહુલના ફૂલ હિત અનેક પૂજા સામગ્રીને નાંખી હતી. ત્યારબાદ ખાડાને માટીથી પૂરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે છપરા જિલ્લામાં તાજેતરમાં સોશિયલ મીડિયા (social media) ઉપર એક વીડિયો વાયરલ (Video viral) થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મિહલા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ખેતરમાં બે મહિલાઓ ઘાસ કાપે ઠે. જ્યારે બાજુમાં એક ગાય ઘાસ ચરી રહી છે. આ દરમિયાન ગાય મહિલા બની ગઈ છે. જેને જોઈને મહિલા ડરીને ભાગી ગઈ હતી. ત્યાબાદ ગાયમાંથી મહિલા બનતી મહિલાએ બંને મહિાલઓને રોકી હતી અને બોલી હતી. તમે ડરશો નહીં. 'હું કોરોના મોતા છું'. મારો દેશમાં પ્રચાર પ્રસાર કરો અને સોમવાર તેમ જ શુક્રવારે પૂજા સામગ્રી ચઢાવીને મારો આશિર્વાદ લો હું જાતે જતી રહીશે.

મહિલાઓને મંદિરમાં શ્રદ્ધા-ભક્તિની સાથે પૂજા અર્ચના શરૂ કરી છે

હવે આ વીડિયો જોઈને ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓએ સવારે જ પોતાના ગામમાં મંદિરોમાં સંપૂર્ણશ્રદ્ધા સાથે ભક્તિ સાથે પૂજા અર્ચના શરૂ કરી હતી. વીડિયોમાં મહિલા દ્વારા કહેવામાં આવ્યું કે ઘનટા બરૌનીની છે.

આ વીડિયો વાયરલ થવાની સાથે જ મહિલાઓમાં શ્રદ્ધાની સાથે અંધવિશ્વાસની લહેર ફેલાઈ હતી. હવે મહિલાઓ જગ્યાએ- જગ્યાએ કોરોના માતાની પૂજા કરતી દેખાઈ હતી. જોકે, સિવિલ સર્જન મઘવેશ્વર ઝાનું કહેવું છે કે મેડિકલ સાયન્સ આવી વાત માનતી નથી. લોકોને અપીલ છે કે અંધવિશ્વાસમાં ન આવે કારણ કે કોરોના પૂજાથી નહીં ઉપચારથી ખતમ થશે.
First published: June 1, 2020, 11:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading