દુનિયાની સૌથી નાની ગનનું વજન છે 19.8 ગ્રામ અને કિંમત છે રૂ. 5 લાખ!

આ દુનિયાની સૌથી નાની ગન છે જે સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે.

દુનિયાની સૌથી નાની બંદૂક (gun) વિશે ખબર છે? આ સૌથી નાની બંદૂક હથેળી કરતા પણ નાની છે અને તેનું વજન 19.8 ગ્રામ છે. આ બંદૂકની કિંમત રૂ. 5 લાખ છે.

 • Share this:
  નવી દિલ્હી:  શું તમને દુનિયાની સૌથી નાની બંદૂક (gun) વિશે ખબર છે? આ સૌથી નાની બંદૂક હથેળી કરતા પણ નાની છે અને તેનું વજન 19.8 ગ્રામ છે. આ બંદૂકની કિંમત રૂ. 5 લાખ છે. તમને આ બંદૂક વિશે જાણીને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યું હશે. આ બંદૂકનું નામ C1ST છે અને તે એક સ્ટેઈનલેસ સ્ટીલ મોડેલ છે.

  બંદૂક નિર્માતાઓએ આ અંગે જરૂરી જાણકારીઓ આપી છે. આ બંદૂકનો પાવર 1 જૂલ કરતા પણ ઓછો છે, આ કારણોસર કોઈનો જીવ લેવો તે બંદૂક માટે અઘરું છે. જો કોઈ વ્યક્તિને મારવો હોય તો, મસ્તિષ્ક કરતા પણ નબળા ભાગ પર નજીકથી ગોળી મારવી પડે છે. તમે તમારા ટાર્ગેટની કેટલી નજીક છો, તેના પર આ બાબત નિર્ભર કરે છે.

  રિપોર્ટ્સ અનુસાર દુનિયાની સૌથી નાની રિવોલ્વર ‘સ્વિસ મિની ગન’ ને કોઈપણ અન્ય બંદૂકની જેમ ઓપરેટ કરી શકાય છે. આ રિવોલ્વરનું નામ દુનિયાની સૌથી નાની રિવોલ્વર તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record)માં નોંધવામાં આવ્યું છે. 5.5 સેન્ટીમીટર લાંબી અને 1 સેન્ટીમીટર પહોળી આ રિવોલ્વરનું વજન માત્ર 19.8 ગ્રામ છે. આ રિવોલ્વર ખૂબ જ નાની હોવાના કારણે યુનાઈટેડ સ્ટેટ્સ અને બ્રિટને તેની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ રિવોલ્વરને સરળતાથી કપડામાં છુપાવીને લાવી શકાય છે.

  આ પણ વાંચો: OMG: રીંછે સર્કસમાં ગર્ભવતી મહિલા પર હુમલો કર્યો! વાયરલ વીડિયો જોઈને આત્મા કંપી ઉઠશે

  સ્વિસ ઘડિયાળ અને ઘરેણા બનાવવામાં જે ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે, તે ટેકનિકનો ઉપયોગ કરીને C1ST રિવોલ્વર બનાવવવામાં આવી છે. આ રિવોલ્વર સ્ટાઈલિશ લેધર હોલ્ડર સાથે આવે છે. આ રિવોલ્વરમાં 24 લાઈવ અને 24 બ્લેન્ક કારતૂસ આવે છે. આ રિવોલ્વરને કિચેઈનની મદદથી બેલ્ટમાં પણ લટકાવી શકાય છે.

  આ પણ વાંચો: Viral: વિદ્યાર્થીએ પરીક્ષામાં લખ્યો એવો જવાબ કે પેપર ચેક કરી શિક્ષક પહોંચી ગયા કોમામાં!

  આ રિવોલ્વરની કિંમત રૂ. 5 લાખ છે. આ રિવોલ્વરનું ગોલ્ડ વર્ઝન પણ છે, જે માત્ર સ્પેશિયલ કમિશન પર બનાવવામાં આવે છે.
  Published by:kuldipsinh barot
  First published: