ખતરનાક વિલન જેવો લાગે છે આ રેપિસ્ટ! ચહેરા પરના ટેટૂ જોતા જ ડરી જશો

વિલનના ચહેરા પર ટેટૂ

worlds scariest villain- મહિલાએ જણાવ્યું કે, જ્યારે તે પોતાના બોયફ્રેન્ડ સાથે સૂતી હતી ત્યારે માઇકલ ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો

 • Share this:
  અમેરિકાના (USA)ના માઇકલ કેમ્પબેલ (Michael Campbell)ની અનેક ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તાજેતરમાં બળાત્કાર (Rape)ના આરોપસર તેની ધરપકડ કરી છે. જોકે તે તેના ગુનાઓ માટે કુખ્યાત છે, પરંતુ તેના આખા ચહેરા પર બનેલા ઘણા ટેટૂઓ(Tattoo on face) પણ ચર્ચાનો વિષય બની રહે છે. તમે ઘણીવાર ફિલ્મોમાં ખતરનાક અને વિચિત્ર વિલન (Dangerous Villains)જોયા હશે. મોગેમ્બો, શાકાલ, કાંચા ચીના જેવા ઘણા કુખ્યાત વિલન્સે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું છે. પરંતુ ઘણા લોકો વાસ્તવિક જીવનમાં પણ વિલનથી ઓછા નથી લાગતા. જ્યારે લોકો તેમનો દેખાવ જુએ છે ત્યારે તેઓ ડરી (Scariest Villain) જાય છે . આવી જ એક વ્યક્તિનો ચહેરો આજકાલ ચર્ચામાં રહ્યો છે. આ માણસના ચહેરા પર ઘણા બધા ટેટૂ (Tattoo on face) છે જે કોઈને પણ સરળતાથી ડરાવી શકે છે.

  અમેરિકાના મિસોઉરી (Missouri)માં રહેતા માઇકલ કેમ્પબેલની અગાઉ અનેક ગુનાઓમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તાજેતરમાં બળાત્કારના આરોપસર તેની ધરપકડ કરી છે. જોકે તે તેના ગુનાઓ માટે તો ચર્ચામાં રહે જ છે, પરંતુ તેનો દેખાવ અન્ય લોકો વચ્ચે ચર્ચામાં છે. હકીકતમાં, માઇકલના આખા ચહેરા પર ઘણા ટેટૂ છે અને લોકો ઘણીવાર તેને જોઈને જ ડરતા હોય છે. તેથી જ માઇકલને લોકો 'વિશ્વનો સૌથી ડરામણો વિલન' માને છે. તેના કપાળ પર પેન્ટાગોન ટેટૂ છે જ્યારે તેની ગરદન પર બો ટાઇ ટેટૂ છે. તેના નાકની ટોચ પણ ટેટૂથી ઢંકાયેલી છે જ્યારે બંને ગાલ પણ ટેટૂથી ભરેલા છે.

  આ પણ વાંચો - આ મોડલનો બોયફ્રેન્ડ બનવા માટે અનેક શરતોનુ કરવું પડશે પાલન, રોમાન્સ કરવા માટે પણ નિયમો

  માઇકલ કેમ્પબેલની પોલીસે ફરી ધરપકડ કરી છે

  ડેઇલી સ્ટાર અહેવાલ આપે છે કે, માઇકલ પર બળાત્કારના 2 કેસ પહેલેથી જ છે અને હવે થોડા દિવસો પહેલા એક મહિલાએ તેના પર બળાત્કારનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે, જ્યારે તે પોતાના બોયફ્રેન્ડ સાથે સૂતી હતી ત્યારે માઇકલ ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મહિલા અને બોયફ્રેન્ડ જાગી ગયા હતા અને બંનેએ તેને બહાર કાઢ્યો હતો. મહિલાએ માઇકલના ચહેરાનું વર્ણન પોલીસને આપતાં જ પોલીસ સમજી ગઈ હતી કે તે માઇકલ છે.

  આ પણ વાંચો - Shocking: પત્નીએ રાત્રે 18 પુરુષો સાથે કર્યો રોમાન્સ, પતિ લાવીને આપતો હતો કોન્ડોમ!

  મહિલા ઉપરાંત માઇકલને અન્ય એક વ્યક્તિએ સાયકલ પર દોડતો જોયો હતો. તેણે પોલીસને પણ આ જ વાત કરી હતી. માઇકલ પર ચોરી અને જેલમાંથી ભાગી જવાનો પણ આરોપ છે. હવે જ્યારે તે ફરીથી પોલીસ ધરપકડ હેઠળ છે, ત્યારે તેના પર 75 લાખ રૂપિયાના બોન્ડનો બોજ છે. તેથી હવે તેનાથી છૂટકારો મેળવવો ખૂબ મુશ્કેલ છે. માઇકલની સુનાવણી આવતા અઠવાડિયે થવાની છે જેમાં પોતાને નિર્દોષ બતાવે છે.
  Published by:Ashish Goyal
  First published: