દુનિયાનું સૌથી પૈસાદાર ફેમિલી, દર મિનિટની કમાણી છે 50 લાખ

News18 Gujarati
Updated: August 18, 2019, 3:24 PM IST
દુનિયાનું સૌથી પૈસાદાર ફેમિલી, દર મિનિટની કમાણી છે 50 લાખ
ધનિક પરિવારની યાદીમાં વોલમાર્ટ ફેમિલી પ્રથમ નંબરે

વોલમાર્ટ ફેમિલી દર મિનિટે 70,000 ડોલર (લગભગ 49,87,675 રૂપિયા એટલે કે 50 લાખ), દર કલાકે 4 મિલિયન (28,45,68,000 રુપિયા આશરે 28 કરોડ 46 લાખ) અને દરરોજ 100 મિલિયન (7,11,42,00,000 રુપિયા 7 અબજ 12 કરોડ) કમાઇ છે.

  • Share this:
હાલમાં જ જિયો ગીગાફાઇબર પ્લાન લોન્ચ કરનાર અંબાણી પરિવારને બધા જ જાણે છે. જેમણે તાજેતરમાં જિઓ ગીગાફાઇબર યોજના શરૂ કરી. મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પણ એશિયામાં પણ સૌથી ધનિક વ્યક્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી (વાર્ષિક 15 કરોડ) નું પેકેજ ધરાવે છે. અંબાણી પરિવારની કુલ આવક 50.4 બિલિયન (5040 કરોડ) છે. આ રકમ સાથે અંબાણી પરિવાર વિશ્વના સૌથી ધનિક પરિવારની યાદી 2019માં 9મા ક્રમે છે.

હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે જો 9મા સમૃદ્ધ પરિવારની કુલ આવક આટલી છે તો વિશ્વના સૌથી ધનિક પરિવારની આવક કેટલી હશે! આ યાદીની ટોપ પર તે કુટુંબ છે જે વોલમાર્ટ સુપરમાર્કેટ ચલાવે છે. તે વિશ્વનું સૌથી મોટું સુપર માર્કેટ છે. આ પરિવાર દર મિનિટે, 70,000 ડોલર (49,87,675 રૂપિયા) કમાઇ રહ્યો છે.

બ્લૂમબર્ગે વિશ્વના 25 સૌથી ધનિક પરિવારની યાદી કરી. તેમાં વોલમાર્ટ ફેમિલી પ્રથમ નંબરે છે. જે પ્રતિ મિનિટ 70,000 ડોલર ( 49,87,675 આશરે 50 લાખ રૂપિયા),દર કલાકે 4 મિલિયન (28,45,68,000 રુપિયા આશરે 28 કરોડ 46 લાખ) અને દરરોજ 100 મિલિયન (7,11,42,00,000 રુપિયા 7 અબજ 12 કરોડ) કમાઇ છે.

આ તમામ 25 ધનિક પરિવાર પાસે 1.4 ટ્રિલિયન ડોલર (100 ટ્રિલિયન રૂપિયા, લગભગ દોઢસો કરોડ રૂપિયા) છે.વોલમાર્ટ પરિવાર ઉપરાંત આ પરિવારોમાં સ્નિકર અને માર્સ બાર્સ બનાવનાર માર્સ ફેમિલી, ફરારી, બીએમડબ્લ્યુ, હ્યયાત હોટેલ્સ ચલાવનારા પરિવારોનો પણ સમાવેશ છે.
First published: August 18, 2019, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading