ભારતનું અનોખું તળાવ, જેમાં તરે છે ‘આઈલેન્ડ’! અત્યંત ખાસ કારણથી છે દુનિયાભરમાં ફેમસ

ભારતના મણિપુરમાં આવેલા લોકટક (Loktak Lake) તળાવને ફ્લોટિંગ તળાવ કહેવામાં આવે છે. (Photo- Twitter/@V_Shuddhi)

ભારતના મણિપુર (Manipur, India)માં આવેલા લોકટક (Loktak Lake) તળાવને ફ્લોટિંગ તળાવ કહેવામાં આવે છે. તેનું ક્ષેત્રફળ 240 સ્ક્વેર કિલોમીટર છે. આ દુનિયાનનું એકમાત્ર તરતું તળાવ છે (world’s only floating lake). આ તળાવમાં આઈલેન્ડ તરતા દેખાય છે.

 • Share this:
  દુનિયામાં એવી કેટલીય જગ્યાઓ છે જેના વિશે જાણીને લોકો દંગ રહી જાય છે. પ્રકૃતિની અનોખી ચીજો (Amazing Things of Earth) ધરતીને વધુ સુંદર બનાવે છે. તમે પણ જીવનમાં ઘણી એવી ખાસ અને અજબ-ગજબ જગ્યાઓને નિહાળી હશે જેનો અનુભવ તમને હંમેશા યાદ રહે. આજે અમે તમને એક એવી જ અનોખી જગ્યા (Amazing Places in India) વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ભારતમાં સ્થિત છે. આ એક તળાવ છે જેમાં આઇલેન્ડ તરતા (Floating Island on Lake in India) જોવા મળે છે અને તે બહુ વિશેષ કારણોસર વિશ્વભરમાં જાણીતી છે.

  લોકટક તળાવ (Loktak Lake) ભારતના મણિપુર (Manipur, India)માં આવેલું છે, જે વિશ્વના એકમાત્ર ફ્લોટિંગ તળાવ (world’s only floating lake) તરીકે જાણીતું છે. તેનું ક્ષેત્રફળ 240 ચોરસ કિલોમીટર છે. તે વિશ્વનું એકમાત્ર floating lake છે. આ તરતા તળાવનું નામ એક અત્યંત ખાસ કારણથી પડ્યું છે.

  આ સરોવરમાં ટાપુઓ (Island float in Floating Lake) તરતા જોવા મળે છે, જેના કારણે તે આખી દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે. લોકો દંગ રહી જાય છે કે તળાવ પર ટાપુ, તે પણ તરતો, આ કેવી રીતે શક્ય છે. આવો અમે તમને આ ‘તરતા તળાવ’નું રહસ્ય જણાવીએ.

  આ પણ વાંચો: Pictures: 6000 ફૂટની ઊંચાઈએ બની છે આ હોટેલ, દૂર-દૂર સુધી ફેલાયેલી છે બરફની ચાદર અને પરમ શાંતિ

  worlds only floating lake located in manipur
  ફ્લોટિંગ તળાવ ભારતના મણિપુરમાં આવેલું છે. (ફોટો- Twitter/@VertigoWarrior)


  આઇલેન્ડ નહીં, તળાવમાં તરે છે ફુમડી (દરિયાઇ પથ્થર)

  તળાવમાં જોવા મળતા અને તરતા આઈલેન્ડ ખરેખર આઈલેન્ડ નથી. તેને ફુમડી (phumdis) કહે છે. ફુમડી એ વનસ્પતિના તરતા વિજાતીય સમૂહનો સંગ્રહ છે, જે સજીવ પદાર્થોનું વિઘટન કરે છે અને માટીથી બનેલું છે. આ ફુમડીઓ આપોઆપ બને છે. પાણીમાં તરતી આ વસ્તુઓ એકસાથે ભળીને ફુમડીનું રૂપ ધારણ કરે છે.

  આ પણ વાંચો: બાળકો અંતરિક્ષમાં પેદા થશે, ધરતી પર રજા માણવા આવશે, Jeff Bezosનો અજીબોગરીબ દાવો!

  તળાવની અંદર છે વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક

  તમને જણાવી દઈએ કે આ તળાવ ઉપર વિશ્વનો એકમાત્ર તરતો નેશનલ પાર્ક (Floating National Park) પણ છે જેનું નામ છે કીબુલ લામજાઓ નેશનલ પાર્ક (Keibul Lamjao National Park). આ ફુમડીઓની જાડાઈ 2 મીટર સુધીની હોય છે. ઉનાળાની ઋતુમાં તેમના મૂળ તળાવના તળિયે જાય છે. આ વિસ્તારમાં મનુષ્ય ઉપરાંત પ્રાણીઓની 425 પ્રજાતિઓ પણ જોવા મળે છે. અહીં પક્ષીઓની 100 પ્રજાતિઓ અને 233 પ્રકારના જળચરજીવો પણ વસે છે. જો કે આ વિસ્તાર ખૂબ જ સુંદર છે અને અહીં પ્રવાસીઓ આવવાની ઘણી શક્યતાઓ છે, પરંતુ ઘણા બળવાખોર સંગઠનો છે જે આ વિસ્તારની શાંતિને બગાડતા રહે છે.
  Published by:Nirali Dave
  First published: