Home /News /eye-catcher /world's oldest wheel: જ્યારે વૈજ્ઞાનિકોને મળ્યું હતુ વિશ્વનું સૌથી જૂનું લાકડાનું વ્હીલ, તેની ઉંમર જાણીને લોકો રહી ગયા હતા દંગ

world's oldest wheel: જ્યારે વૈજ્ઞાનિકોને મળ્યું હતુ વિશ્વનું સૌથી જૂનું લાકડાનું વ્હીલ, તેની ઉંમર જાણીને લોકો રહી ગયા હતા દંગ

5000 વર્ષ જૂનું લાકડાનું વ્હીલ મળ્યું

world's oldest wooden wheel: વર્ષ 2002માં વૈજ્ઞાનિકો (scientists)ને લાકડાનું એક પ્રાચીન પૈડું (Ancient wooden wheel) મળ્યું હતું જે જર્જરિત હાલતમાં હતું. જ્યારે તેની સાચી ઉંમર વિશે લોકોને ખબર પડી તો બધા દંગ રહી ગયા.

    વૈજ્ઞાનિકો (scientists) હંમેશા અનુમાન લગાવતા આવ્યા છે કે આ દુનિયા કેટલી જૂની છે. જો કે, વિશ્વની વાસ્તવિક ઉંમરનો માત્ર અંદાજ છે, ચોક્કસ ઉંમર વિશે કોઈ જાણતું નથી. સમયની સાથે માનવીએ પણ વિવિધ આવિષ્કારો કર્યા અને વિકાસની દિશામાં પોતાની જાતને આગળ ધપાવી. ઘણી વખત વૈજ્ઞાનિકોને ઈતિહાસ સાથે જોડાયેલી એવી જૂની વસ્તુઓ મળી છે (Oldest wheel found by scientists) જે માનવોએ ભૂતકાળમાં બનાવ્યું હતું. આવી જ એક વસ્તુ છે સ્લોવેનિયામાં મળી આવેલ પ્રાચીન લાકડાનું ચક્ર (Ancient wooden wheel found in Slovenia). જેની ઉંમરે વૈજ્ઞાનિકોને ચોંકાવી દીધા હતા.

    વર્ષ 2002માં વૈજ્ઞાનિકોને લાકડાનું એક પ્રાચીન પૈડું મળ્યું હતું જે જર્જરિત હાલતમાં હતું. વ્હીલને જોઈને કોઈ પણ કહી શકે કે તે ખૂબ જ જૂનું છે, પરંતુ જ્યારે તેની અસલી ઉંમર વિશે ખબર પડી તો બધા દંગ રહી ગયા. આ વ્હીલ હવે વિશ્વનું સૌથી જૂનું લાકડાનું વ્હીલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોને આ ચક્ર સ્લોવેનિયાની રાજધાની લ્યુબ્લજાના, સ્લોવેનિયાથી લગભગ 20 કિલોમીટર દૂર દક્ષિણપૂર્વમાં મળ્યું હતું.

    વ્હીલ 5000 વર્ષથી વધુ જૂનું
    slovenia.si વેબસાઈટના વર્ષ 2020માં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ મુજબ, જ્યારે વૈજ્ઞાનિકોએ વ્હીલ જોયું તો તેમને તે સામાન્ય જણાયું, પરંતુ જ્યારે રેડિયોકાર્બન પદ્ધતિથી તેની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ પૈડા સ્વિટ્ઝર્લેન્ડ અને જર્મનીમાં જોવા મળ્યા હતા તેના કરતા 100 વર્ષ જૂનું હતું. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે વ્હીલ 5,100 થી 5,350 વર્ષ જૂનું હતું.

    આ પણ વાંચો: વિશ્વની સૌથી મોંઘી શાળા, આખા વર્ષની ફી એટલી કે આરામથી નીકળી જાય આખી જીંદગી

    વ્હીલની ત્રિજ્યા 70 સેમી
    વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે વ્હીલ ઓક અને એશના ઝાડના લાકડામાંથી બનાવવામાં આવ્યું હતું. વ્હીલની ત્રિજ્યા 70 સેમી હતી અને તેની જાડાઈ 5 સેમી હતી. વ્હીલ સાથેનો એક્સલ, સળિયો જેના પર પૈડા લગાવેલા છે તે પણ મળી આવ્યા હતા, જે વ્હીલ જેટલા જૂના હતા.

    આ પણ વાંચો: વિશ્વની સૌથી મોંઘી ફ્રેન્ચ ફ્રાઈસ, એક પોર્શનમાં નીકળી જશે નાન-મોટી પાર્ટી!

    તેની લંબાઈ લગભગ 120 સેમી હતી. વૈજ્ઞાનિકોએ માહિતી આપી હતી કે વ્હીલ સળગાવી દેવામાં આવ્યું છે જેથી તેના પર ઉધઈ ન આવે. સ્લોવેનિયાના નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે વ્હીલ એક જ એક્સ-કાર્ટનું હતું. આ વ્હીલ યુરોપિયન સભ્યતાનું પ્રતિક હોવાનું કહેવાય છે અને તેને સૌપ્રથમ વર્ષ 2013માં લુબિયાનાના સિટી મ્યુઝિયમમાં લોકોને બતાવવા માટે રાખવામાં આવ્યું હતું.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Science News, Shocking news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन