Home /News /eye-catcher /આ છે વિશ્વનો સૌથી વૃદ્ધ કાચબો, આ રીતે જન્મદિવસની કરવામાં આવી રહી છે ઉજવણી

આ છે વિશ્વનો સૌથી વૃદ્ધ કાચબો, આ રીતે જન્મદિવસની કરવામાં આવી રહી છે ઉજવણી

ચાર-ફૂટ ઊંચો જોનાથન દક્ષિણ પેસિફિકમાં સેન્ટ હેલેના ટાપુ પર રહે છે

Tortoise Jonathan: આ વર્ષની શરૂઆતમાં, જોનાથનને વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી તરીકે ગિનીસ રેકોર્ડ્સનું બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી આ કાચબાનો રેકોર્ડ જળવાઈ રહ્યો છે.

વિશ્વનો સૌથી લાંબો સમય જીવતો કાચબો 190 વર્ષનો થઈ ગયો છે. તેનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે. જોનાથન નામનો આ કાચબો વિશ્વનો સૌથી જૂનો કાચબો છે. ચાર ફૂટ ઊંચો જોનાથન દક્ષિણ પેસિફિકમાં સેન્ટ હેલેના ટાપુ પર રહે છે અને તેની ઐતિહાસિક વર્ષગાંઠ નિમિત્તે ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અઠવાડિયાના અંતમાં ત્રણ દિવસની પાર્ટી સાથે આ પરાકાષ્ઠા થઈ રહી છે. આ વૃદ્ધ કાચબો હવે અંધ છે. 1882 માં જ્યારે તે લગભગ 50 વર્ષનો હતો ત્યારે તેને પ્રથમ વખત સેશેલ્સથી બ્રિટિશ વિદેશી પ્રદેશમાં લાવવામાં આવ્યો હતો.

બ્રિટિશ અખબાર ધ મિરર અનુસાર, જોનાથનને તત્કાલીન ગવર્નર સર વિલિયમ ગ્રે-વિલ્સનને ભેટ તરીકે આપવામાં આવ્યો હતો અને તે પ્લાન્ટેશન હાઉસ હવેલીમાં રહે છે, જ્યાં વર્તમાન ગવર્નર નિગેલ ફિલિપ્સ રહે છે. તેમણે ટાપુ પર તેમના સમયમાં 31 ગવર્નરોને આવતા-જતા જોયા છે.

કેવી રીતે જાણવી કાચબાની સાચી ઉંમર


જોનાથન 1882 અને 1886 ની વચ્ચે લેવામાં આવેલા જૂના ફોટોગ્રાફમાં દેખાયો ત્યારે તેની અંદાજિત ઉંમર શોધી કાઢવામાં આવી હતી. તે બગીચામાં જોવા મળ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં, જોનાથનને વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત પ્રાણી તરીકે ગિનીસ રેકોર્ડ્સનું બિરુદ આપવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધી આ કાચબાનો રેકોર્ડ જળવાઈ રહ્યો છે.





આ પણ વાંચો: ઉત્તર કોરિયામાં સરમુખત્યારનું વિચિત્ર ફરમાન, બાળકોનું નામ રાખો 'બોમ્બ' અને 'ગન'!

જોનાથનનો જન્મ 1832 માં કોઈક સમયે થયો હતો


ગિનીસે બુક ઓફ વર્લ્ડ રોકોર્ડ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે,  સૌથી જૂની ચેલોનિયન માટેનો અગાઉનો રેકોર્ડ ધારક તુઈ મલિલા હતો, જે 1965માં મૃત્યુ પામતા પહેલા ઓછામાં ઓછા 188 વર્ષનો જીવ્યો હતો. તુઈ મલિલા 1777માં બ્રિટિશ સંશોધક કેપ્ટન જેમ્સ કૂક દ્વારા ટોંગાના શાહી પરિવારને આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: પત્ની અને બાળકોને છોડીને એડલ્ટ સ્ટાર સાથે ભાગી ગયો સાંસદ

એવું માનવામાં આવે છે કે જોનાથનનો જન્મ 1832 માં કોઈક સમયે થયો હતો, પરંતુ ચોક્કસ તારીખ જાણીતી નથી. તેના બદલે, ગવર્નર ફિલિપ્સે 4ઠ્ઠી ડિસેમ્બરે તેમનો સત્તાવાર જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું. જેમ કે તે સ્થાનિક અને રાષ્ટ્રીય સેલિબ્રિટી બની ગયો છે, જોનાથન સેન્ટ હેલેના દ્વારા જારી કરાયેલ સ્ટેમ્પ્સ પર દેખાયો છે, CNNએ અહેવાલ આપ્યો છે.
First published:

Tags: Guinness world Record, OMG News, Viral news