આ કોઇ છોકરી નથી પણ છે કેક, આટલી કિંમતમાં તો આવી જાય ત્રણ મર્સિડીઝ કાર

News18 Gujarati
Updated: November 8, 2019, 3:41 PM IST
આ કોઇ છોકરી નથી પણ છે કેક, આટલી કિંમતમાં તો આવી જાય ત્રણ મર્સિડીઝ કાર
દુબઈની સેલિબ્રિટી કેક ડિઝાઇનર ડેબી વિંગહમે એક એવી કેક બનાવી છે જે એક છોકરી જેવી લાગે છે.

દુબઈની સેલિબ્રિટી કેક ડિઝાઇનર ડેબી વિંગહમે એક એવી કેક બનાવી છે જે એક છોકરી જેવી લાગે છે.

  • Share this:
તમે કદાચ દુનિયામાં એકથી એક અલગ -અલગ કેક જોઇ હશે, પરંતુ એવી કેક નહીં જોઇ હોય જે માણસની જેમ દેખાતી હોય. દુબઈની સેલિબ્રિટી કેક ડિઝાઇનર ડેબી વિંગહમે એક એવી કેક બનાવી છે જે એક છોકરી જેવી લાગે છે. સૌથી અગત્યની વાત એ છે કે તે સામાન્ય કેક નથી જે દરેક ખરીદી શકે છે, પરંતુ તેની કિંમત એટલી છે કે તમે તેને સાંભળ્યા પછી આશ્રયચકિત થઇ જશો.

આ વિશ્વની સૌથી મોંઘી કેક માનવામાં આવે છે, જેને બનાવવામાં 10 દિવસથી વધુ સમય લાગ્યો છે. આ અનન્ય કેક બનાવવા માટે 1000 સાચા મોતી, 5000 ફૂલો, 1000 ઇંડા અને 25 કિલો ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કેક લગભગ 100 કિલો છે.

આ કેક બનાવવાની સાથે ડેબી વિંગહમ પાસે વિશ્વની સૌથી મોંઘી કેક બનાવવાનો રેકોર્ડ છે. તેની કિંમત એક કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. માહિતી અનુસાર મર્સિડીઝ બેન્ઝ સીએલએની પ્રારંભિક કિંમત આશરે 32 લાખ રૂપિયા છે, આવી સ્થિતિમાં તમે આ કેકની કિંમત બરાબર ત્રણ મર્સિડીઝ કાર ખરીદી શકો છો.

આ કેકને આ વર્ષની શરૂઆતમાં દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે લગ્ન સમારંભમાં રજૂ કરવામાં આવી હતી, જેને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

જોકે, ડેબી દ્વારા બનાવાવમાં આવેલી આ પહેલી કેક નથી, જે અલગ છે, પરંતુ કેક બનાવવાનો તેનો અંદાજ જુદો છે. તે ખુરશી, પલંગ અને વાસણના આકારમાં કેક પણ બનાવે છે.
First published: November 8, 2019
વધુ વાંચો
अगली ख़बर