Home /News /eye-catcher /World's most expensive Jumper: 30 લાખમાં વેંચાઈ રહ્યું છે આ સ્પેશ્યલ સ્વેટર, જાણો તેમાં એવું તો શું ખાસ છે?

World's most expensive Jumper: 30 લાખમાં વેંચાઈ રહ્યું છે આ સ્પેશ્યલ સ્વેટર, જાણો તેમાં એવું તો શું ખાસ છે?

આ એક ખાસ ક્રિસમસ જમ્પર છે, જેની કિંમત £30,000 એટલે કે લગભગ 30 લાખ રૂપિયા રાખવામાં આવી છે. (credit- www.imago2.com)

World's most expensive Christmas Jumper: દુનિયાના સૌથી મોંઘા આ ક્રિસમસ જંપરને (Christmas Jumper) બનાવવામાં 3000 કલાક લાગ્યા છે. 33 વર્ષીય એડને પોતાની જિંદગીની બધી સેવિંગ્સ (All the savings of life) આ અદભુત સ્વેટર (Sweater) બનાવવામાં ખર્ચી નાખી છે.

વધુ જુઓ ...
    World's most expensive Christmas Jumper: વર્ષે એક વાર આવતા તહેવારો પર દરેક વ્યક્તિ કંઈક ખાસ વસ્તુ (Most Expensive Things) પહેરવાં અને સૌથી અલગ દેખાવા ઇચ્છતી હોય છે. આવા લોકો માટે એક ખાસ સ્વેટર આ વખતે સેલ માટે રાખવામાં આવ્યું છે. આ સ્પેશ્યલ ક્રિસમસ સ્વેટર છે, જેની કિંમત £30,000 એટલે કે આશરે 30 લાખ રૂપિયા છે.

    આ ક્રિસમસ જંપર દુનિયાનું સૌથી મોંઘું સ્વેટર હશે. તેને બહુ મહેનતથી તૈયાર કરવામાં આવ્યું છે અને કિંમતી ઝવેરાતોથી તેને શણગારવામાં આવ્યું છે. હવે આ સ્વેટર (Most Expensive Festive Garment)ના સેલની રાહ જોવામાં આવી રહી છે, જેથી એ રકમ સારા ઉદ્દેશ માટે વાપરી શકાય.

    શા માટે આટલું ખાસ છે આ ક્રિસમસ જંપર?

    30 લાખની કિંમતવાળા આ ક્રિસમસ જંપરને બનાવવામાં 3000 કલાક લાગ્યા છે. આર્ટિસ્ટ એડન લિબને તેને બનાવ્યું છે. 33 વર્ષીય એડને પોતાની જિંદગીની બધી સેવિંગ્સ આ અદભુત સ્વેટર બનાવવામાં ખર્ચ કરી નાખી છે. તેણે જંપરને કુલ 7 લાખ રૂપિયામાં બનાવીને તૈયાર કર્યો છે. જંપરમાં જે રેંડીયર બન્યું છે, તેને ડાયમંડ એનક્રસ્ટેડ સિલ્વર સ્ટાર્સથી સજાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: Nude photoshoot : 7 વર્ષના દીકરા સાથે આ એક્ટ્રેસે અશ્લીલ ફોટોશૂટ કરાવ્યું, કોર્ટે જેલની સજા ફટકારી

    ઇટાલીયન સિલ્ક સાથે 24 કેરેટ ગોલ્ડના દોરા સાથે તેને બનાવવામાં આવ્યું છે અને હજારો સ્વારોસ્કી ક્રિસ્ટલ આખા જંપરમાં ફિટ કરવામાં આવ્યા છે. આ પહેલા આવું મોંઘુ સ્વેટર ટિપ્સી એલ્વ્સે બનાવ્યું હતું, જેની કિંમત લગભગ 25 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.

    11 મહિનામાં તૈયાર થયું ગ્લેમરસ જમ્પર

    જંપર બનાવનાર એડન કહે છે કે તેને વર્ષ 2020માં આવો ગ્લેમરસ જંપર બનાવવાનો વિચાર આવ્યો. તે સમયે તે ચેરિટીમાં પાર્ટ ટાઈમ કામ કરતો હતો. છેવટે તેણે ક્રિસમસ જંપર પર તેનો પ્રયાસ કર્યો અને ખૂબ જ ખર્ચાળ પીસ તૈયાર કરી નાખ્યો. તેણે આ જંપર પોતાના હાથથી બનાવ્યું છે.

    આ પણ વાંચો: ફાયર પાન બાદ ગુજરાતની ‘Fire Panipuri'નો વીડિયો સોશિયલ મીડિયામાં Viral, તમે પહેલા જ જોઇ લો

    ડિસેમ્બર 2020થી શરૂ કરીને તેણે નવેમ્બર 2021માં સ્વેટર પૂર્ણ કર્યું હતું. યોગ્ય મટીરીયલ પસંદ કરીને અને હજારો કલાકો ખર્ચ્યા બાદ તેણે 30 લાખની કિંમતનું જંપર બનાવ્યું છે. તે ખૂબ જ સોફ્ટ અને હીરાથી સુશોભિત, ચમકદાર પણ છે. આ સ્વેટરના વેચાણથી થનારી રકમ નેશનલ હેલ્થ સર્વિસને દાનમાં આપવામાં આવશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Ajab gajab news, Christmas, OMG News, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन