Home /News /eye-catcher /

Weird World Record: દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલાવતા છૂટી જશે પરસેવો, 2 ફૂટનું છે બર્થ સર્ટિફિકેટ!

Weird World Record: દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલાવતા છૂટી જશે પરસેવો, 2 ફૂટનું છે બર્થ સર્ટિફિકેટ!

ફાઈલ તસવીર

મહિલાનું નામ એટલું લાંબુ (Longest Name in the World) છે કે તેના સર્ટિફિકેટ (Birth certificate)માં લખ્યા બાદ સર્ટિફિકેટની લંબાઈ 2 ફૂટ સુધી પહોંચી ગઈ હતી. આ મહિલાનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record)માં પણ નોંધાયેલું છે.

વધુ જુઓ ...
  તમામ માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેઓ પોતાના બાળકોનું નામ એટલું યુનિક (Unique Names) રાખે કે લોકો તેને સાંભળીને તેના વિશે પૂછવા લાગે. આવી જ એક માતાએ પોતાની દીકરીનું નામ વર્લ્ડ રેકોર્ડ (Weird World Record)માં નોંધાવવા માટે એટલું લાંબુ રાખ્યું કે તેનું જન્મ પ્રમાણપત્ર (Birth certificate) અજાયબી બની ગયું. મહિલાના જન્મ પ્રમાણપત્રની લંબાઈ 2 ફૂટ છે.

  બાળકોના બિનપરંપરાગત નામ રાખવાના વલણમાં, કોઈ નામ તરીકે ફક્ત મૂળાક્ષરો બનાવે છે, જ્યારે કોઈ ધાર્મિક ગ્રંથોમાંથી નામો શોધે છે. એક મહિલાએ તેની પુત્રીનું નામ (વિશ્વનું સૌથી લાંબુ નામ) 1000 શબ્દોમાં રાખ્યું છે. હવે આ લખતા કોઈના પણ હાથ દુખાવા લાગશે. આખું નામ બોલવામાં ભલભલાનો પરસેવો છૂટી જાય.

  અસાધારણ નામમાં મળી ઓળખ
  પ્રખ્યાત ટીવી હોસ્ટ ઓપ્રાહ વિન્ફ્રેના શોમાં દેખાતી માતા-પુત્રીની જોડીએ આ લાંબા નામ વિશે વાત કરી. માતાએ જણાવ્યું કે તેણે જાણી જોઈને તેની પુત્રીનું નામ વિશ્વ રેકોર્ડમાં નોંધી શકાય તે રીતે રાખ્યું. વર્ષ 1997માં માતા-પુત્રીની જોડીએ આ નામ પાછળની વાર્તા કહી હતી.

  આ પણ વાંચો : Omg! 5 વર્ષના બાળકે મોટા-મોટા બોડીબિલ્ડરોના છોડાવી દીઘા છગ્ગા, નાની ઉંમરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

  માતા સેન્દ્રા કહે છે કે તે ઈચ્છતી હતી કે નામ અલગ હોય અને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવે. છોકરીનું નામ એટલું મોટું છે કે તેને બતાવવા માટે ગ્રાફિક ટીમને ઘણી મહેનત કરવી પડી હતી. જ્યારે યુવતીએ પોતાનું લાંબુ નામ આસાનીથી કહ્યું તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે તે લાંબુ હોવાની સાથે સાથે જીભને પણ થકાડે તેવું છે.

  આ પણ વાંચો :  Weird: Covid Protocol તોડ્યો, તો પોસ્ટરો લગાવીને કરાવાઈ અપમાનજનક પરેડ!

  1019 અક્ષરોથી બનેલું અનોખું નામ
  12 સપ્ટેમ્બર 1984ના રોજ જન્મ્યા પછી, માતા સેન્ડાએ તેના પતિ સાથે મળીને પુત્રીનું નામ પસંદ કર્યું. તેણે સૌપ્રથમ તેના જન્મ પ્રમાણપત્ર પર Rhoshandiatellyneshiaunneveshenk Koyaanisquatsiuth Williams લખ્યું હતું. જ્યારે તેને તે થોડું ઓછું લાંબુ લાગ્યું, ત્યારે તેણે તેને 1019 અક્ષરો બનાવ્યા અને તેમાં 36 અક્ષરોની મધ્યમ અને અટક ઉમેરી. હવે દીકરીના નામનું બર્થ સર્ટિફિકેટ સંપૂર્ણ 2 ફૂટનું હતું. તેનું સંપૂર્ણ નામ છે- Rhoshandiatellyneshiaunneveshenkescianneshaimondrischlyndasaccarnae renquellenendrasamecashaunettethalemeicoleshiwhalhinive'onchellecaundenesheaalausondrilynnejeanetrimyranaekuesaundrilynnezekeriakenvaunetradevonneyavondalatarneskcaevontaepreonkeinesceellaviavelzadawnefriendsettajessicannelesciajoyvaelloydietteyvettesparklenesceaundrieaquenttaekatilyaevea'shauwneoraliaevaekizzieshiyjuanewandalecciannereneitheliapreciousnesceverroneccaloveliatyronevekacarrionnehenriettaescecleonpatrarutheliacharsalynnmeokcamonaeloiesalynnecsiannemerciadellesciaustillaparissalondonveshadenequamonecaalexetiozetiaquaniaenglaundneshiafrancethosharomeshaunnehawaineakowethauandavernellchishankcarlinaaddoneillesciachristondrafawndrealaotrelleoctavionnemiariasarahtashabnequckagailenaxeteshiataharadaponsadeloriakoentescacraigneckadellanierstellavonnemyiatangoneshiadianacorvettinagodtawndrashirlenescekilokoneyasharrontannamyantoniaaquinettesequioadaurilessiaquatandamerceddiamaebellecescajamesau wnneltomecapolotyoajohny aetheodoradilcyana Koyaanisquatsiuth Williams. છોકરીએ તેનું નામ યાદ રાખવા માટે તેને રિપીટ ટેપ પર સાંભળવું પડ્યું. જેમી હુલામણું નામ ધરાવતી આ છોકરીને પણ તેના નામના કારણે ઘણી ખ્યાતિ મળી.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Guinness world Record, OMG News, Shocking news, Weird news, અજબગજબ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन