ફિનિશ કંપની આર્કટિક એસ્ટ્રોનોટિક્સ (Finnish company Arctic Astronautics) આ વર્ષના અંત સુધીમાં વિશ્વનો પહેલો લાકડાનો ઉપગ્રહ (Wooden Satelite) અંતરિક્ષમાં લોન્ચ કરી રહી છે. ઉપગ્રહ, WISA વુડસૈટ એક ક્યુબ આકારનો નેનો સેટેલાઇટ છે, જે બર્ચ પ્લાઇવુડથી બન્યો છે અને તેમાં યુરોપીય અંતરિક્ષ એજન્સી (European Space Agency) દ્વારા વિકસિત સેન્સર છે. ક્યૂબ સેટેલાઇટની લંબાઇ, ઉંચાઇ અને પહોળાઇ 10 સેમી છે. જેનો ઉદ્દેશ્ય તે પરીક્ષણ કરવાનું છે કે શું સામગ્રીના રૂપમાં લાકડી અંતરિક્ષમાં નિર્વાત, ઠંડી, ગરમી અને વિકિરણથી બચી શકે છે.
વુડસેટ બનાવવાની પાછળ મગજ વાપરનાર જરી માકિનને વિચાર્યુ કે, આપણે અંતરિક્ષમાં કોઇ લાકડાની સામગ્રી શા માટે નથી ઉડાડી શકતા? માકિનને આર્કટિક એસ્ટ્રોનોટિક્સના સહ-સંસ્થાપક છે. તેમની કંપની ઉપગ્રહ પ્રતિકૃતિઓ બનાવે છે, જે સંપૂર્ણ રીતે કાર્યાત્મક અને કક્ષા માટે તૈયાર છે. પ્રતિકૃતિઓનો ઉપયોગ મોટા ભાગે શિક્ષા, તાલીમ અને શોખના ઉદ્દેશ્ય માટે તૈયાર કરવામાં આવે છે.
ઉપગ્રહમાં વાપરવામાં આવતા લાકડામાં ભેજ ઓછો કરવા માટે વેક્યૂમ ડ્રાઇ કરવામાં આવ્યું છે. જેનાથી અંતરિક્ષમાં મુશ્કેલી પડી શકે છે. વુડન સેટેલાઇટની બહાર મેટલથી બનેલા નોન-વુડન પાર્ટ જેવા કે સેલ્ફી સ્ટીક અને કોર્નર એલ્યૂમિનિયમ રેલનો ઉપયોગ તેને અંતરિક્ષમાં સ્થાપિત કરવા માટે કરાયો છે.
ઉપગ્રહને અમેરિકન એરસ્પેસ નિર્માતા રોકેટ લેબ દ્વારા વિકસિત રોકેટ ઇલેક્ટ્રોન પર ન્યૂઝીલેન્ડથી લોન્ચ કરશે. WISA વુડસેટની ઉડાન પહેલા પરીક્ષણમાંથી સંકેત મળશે કે આ પરમાણુ ઓક્સીજનના સંપર્કમાં આવ્યા બાદ પણ 500-600 કિમીની કક્ષામાં સલામત રહી શકશે. જોકે વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ અનફિલ્ટર્ડ અલ્ટ્રાવાયોલેટ સૂરજના કિરણો લાકડાને કાળું કરી દેશે.
તે સુનિશ્ચિત કરવા કે સેટેલાઇટ પૃથ્વીની નીચલી કક્ષામાં વિષમ પરીસ્થિતિઓમાં સલામત રહી શકે છે કે નહીં, ઇએસએ ઉપગ્રહમાં એક સ્યૂટ તહેનાત કરશે. ઇએસએના મટીરિયલ્સ ફિઝિક્સ એન્ડ કેમેસ્ટ્રીના પ્રમુખ રિકાર્ડો રેમપિનીએ કહ્યું કે, પહેલી વસ્તુ જે અમે શરૂ કરી રહ્યા છીએ તે એક પ્રેશર સેન્સર છે. જે અમને કક્ષામાં લોન્ચ કર્યાના કલાકો અને દિવસોમાં સ્થાનિક દબાણ અંગે ઓનબોર્ડ માહિતી આપશે. સેન્સરમાં એક કન્ટેમિનેશન મોનિટરીંગ ટૂલ પણ હશે, જે સર્કિટ બોર્ડ કે ઉપગ્રહના લાકડાના ભાગ પર થતી કોઇ પણ સંવેદનશીલ હલચલને માપશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર