World's first pregnant Egyptian mummy: આ છે દુનિયાની સૌથી પહેલી પ્રેગ્નન્ટ મમી, પેટમાં મળ્યું હાડકા વિનાનું ભ્રૂણ
World's first pregnant Egyptian mummy: આ છે દુનિયાની સૌથી પહેલી પ્રેગ્નન્ટ મમી, પેટમાં મળ્યું હાડકા વિનાનું ભ્રૂણ
મહિલાનું મૃત્યું ફર્સ્ટ સેન્ચુરી BCમાં થયું હશે અને એ સમયે તેની ઉંમર આશરે 30 વર્ષ હશે. (Image credit: Warsaw Mummy Project)
World's first pregnant Egyptian mummy: કહેવામાં આવે છે કે આ દુનિયાનો સૌથી જૂનો ભ્રૂણ (Egyptian fetus) છે. આ ભ્રૂણને ઇજિપ્તમાંથી આજથી આશરે 200 વર્ષ પહેલા પોલેન્ડ (Poland) લઈ જવામાં આવ્યું હતું. ડિસેમ્બર 1826માં આ મમી યુનિવર્સિટી ઓફ વોર્સોને દાનમાં આપવામાં આવી હતી.
કાહિરા. ઇજિપ્તમાં એક મમી (Egyptian fetus)ના પેટમાંથી મળેલા 28 મહિનાના ભ્રૂણનું રહસ્ય ઉકેલવામાં આવ્યું છે. આ ભ્રૂણ પાછલા 2000 વર્ષથી મમીના પેટમાં સુરક્ષિત હતું. આ ભ્રૂણ એવું જ સુરક્ષિત છે, જેમ અથાણું ઘણા વર્ષો સુધી પ્રિઝર્વ રહે છે. તેને ઇજિપ્તની પહેલી ગર્ભવતી મમી માનવામાં આવી રહી છે. મૃત્યુ સમયે આ મહિલાની ઉંમર આશરે 30 વર્ષ રહી હશે. તેનું મૃત્યું ફર્સ્ટ સેન્ચુરી BCમાં થયું હશે. મમી (Mummified fetus)ને રિસર્ચરોએ મિસ્ટીરીયસ લેડી (mysterious lady) નામ આપ્યું છે. ભ્રૂણ વિશે જાણવા માટે તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. તેના પછી આશ્ચર્યમાં મૂકી દેનારી જાણકારી સામે આવી.
2021માં શોધ થયા બાદથી જ આ વૈજ્ઞાનિકો માટે આ રહસ્ય હતું. હવે કહેવામાં આવ્યું છે કે મહિલાના શરીરના વિઘટિત થયા બાદ આ ભ્રૂણને એસીડીફિકેશન દ્વારા સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. વોરસો યુનિવર્સિટીની રિસર્ચર ટીમે પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં સીટી અને એક્સ રે સ્કેન દ્વારા આ ન જન્મેલા બાળકના અવશેષોની હાજરીનો ખુલાસો કર્યો હતો.
યુનિવર્સિટીની ટીમ 2015થી આ પ્રાચીન ઇજીપ્તની મમી પર કામ કરી રહી હતી. પાછલા વર્ષે સ્કેનમાં જ્યારે મમીની પેટની અંદર એક નાનો પગ દેખાયો ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમને શું હાથ લાગ્યું છે.
વોરસો યુનિવર્સિટીની રિસર્ચર ટીમે પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં સીટી અને એક્સ રે સ્કેન દ્વારા આ ન જન્મેલા બાળકના અવશેષોની હાજરીનો ખુલાસો કર્યો હતો.
પ્રસવ દરમિયાન જ થયું હતું મહિલાનું મૃત્યુ
રિસર્ચર્સની ટીમે ભ્રૂણની સ્થિતિ અને બર્થ કેનાલનો અભ્યાસ કરીને જણાવ્યું હતું કે આ રહસ્યમય મહિલાનું પ્રસવ દરમિયાન જ મૃત્યુ થયું હતું. મૃત્યુ દરમિયાન આ મહિલાના પેટમાં રહેલુ ભ્રૂણ 26થી 30 સપ્તાહ સુધી હતું. ટીમે આશા વ્યક્ત કરી છે કે, એ શક્ય છે કે અન્ય ગર્ભવતી મમી પણ દુનિયાના અન્ય સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું હોય. એવામાં તેની તપાસ કરવી જરૂરી બની જાય છે. આ રહસ્યમય મહિલા અને તેના ન જન્મેલા બાળકનો અભ્યાસ પોલેન્ડની વોરસો યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ્ અને પેલિયોપેથોલોજિસ્ટ માર્જેના ઓલારેક-સ્જિલ્કે અને તેના સહયોગીએ કર્યો છે.
મમીનો સીટી સ્કેન કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે મૃત્યુ પામતી વખતે મહિલાના પેટમાં ભ્રૂણ ઉછરી રહ્યું હતું. સીટી સ્કેનમાં દર્શાવવામાં આવ્યું છે કે આ ભ્રૂણ સદીઓથી મમીની પેટની અંદર બોગ બોડીઝની જેમ સુરક્ષિત રહ્યું. બોગ બોડિઝ મનુષ્યના શબને કહેવામાં આવે છે, જ્યારે તે પ્રાકૃતિક રીતે મમી બને છે. એટલે કે મમી બનવામાં ઘણો બધો એસિડ અને બહુ ઓછો ઓક્સિજનનો રોલ હોય છે. તેને પીટ બોગ કહેવામાં આવે છે.
ડો.વોજસીઝ એસ્મન્ડે જણાવ્યું કે અમારા સંશોધનમાં જાણવા મળ્યું કે ભ્રૂણના હાડકાં બચી ન શક્ય. બની શકે આવું ત્યારે થયું હોય જ્યારે સગર્ભા સ્ત્રીને મમી બનાવવામાં આવી રહી હોય, અથવા તેનું મમી બન્યાના થોડા દિવસો પછી હાડકાં ગળી ગયા હોઈ શકે પણ આકાર રહી ગયો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર