Home /News /eye-catcher /હવે 'કરચલા'માંથી બનાવામાં આવી રહ્યો છે દારુ, દુનિયામાં પહેલીવાર થયો આવો પ્રયોગ!
હવે 'કરચલા'માંથી બનાવામાં આવી રહ્યો છે દારુ, દુનિયામાં પહેલીવાર થયો આવો પ્રયોગ!
બ્રિટનમાં એક ડિસ્ટિલરીએ કરચલામાંથી બનેલો દારુ રજૂ કર્યો છે.
World's First Crustacean Whiskey: તમે સીફૂડ પ્રેમીઓ (Seafood lovers)ને કરચલા (Crabs) માટે ઉત્સાહિત થતા જોયા હશે, પરંતુ હવે એક કંપની આ આક્રમક પ્રાણીઓનો ઉપયોગ કરીને દારુ બનાવી રહી છે.
World's First Crustacean Whiskey: દુનિયામાં દરરોજ આવી ઘણી વસ્તુઓ છે, જે આપણી કલ્પનાની બહાર છે. કેટલીક અનોખી ઘટનાઓ સાંભળીને આપણને વિશ્વાસ કરવામાં થોડો સમય લાગે છે. ઉદાહરણ તરીકે, જ્યારે ખાવા-પીવાની વાત આવે છે, ત્યારે લોકો પોતાના ભોજનની થાળીમાં એવા જીવોનો સમાવેશ કરે છે, જે જોતા જ વિચિત્ર દેખાવા લાગે છે. બ્રિટન (Britain)માં એક ડિસ્ટિલરીએ કરચલા (Crabs)માંથી બનેલ દારુને પીણા તરીકે રજૂ કર્યો છે.
આ સાંભળીને તમે ચોંકી ગયા હશો, પરંતુ એ વાત સાચી છે કે યુનાઇટેડ કિંગડમના ન્યૂ હેમ્પશાયરમાં ટેમવર્થ ડિસ્ટિલિંગમાં નાના કરચલામાંથી ઓલ્કોહોલ બનાવવામાં આવી રહ્યું છે. તમે સીફૂડ ખાવાના શોખીન લોકોને કરચલા માટે ઉત્તેજિત થતા જોયા હશે, પરંતુ હવે એક કંપની આ આક્રમક જીવોનો ઉપયોગ કરીને આલ્કોહોલ બનાવી રહી છે. વિશ્વમાં પ્રથમ વખત, શેલવાળા પ્રાણીને પીણા તરીકે ઓફર કરવામાં આવશે.
આ પીણાનું નામ ક્રેબ ટ્રેપર (Crab Trapper) છે આ વ્હિસ્કી બનાવવા માટે લીલા રંગના કરચલાનો ઉપયોગ કરવામાં આવે છે. કરચલાઓ ઉકાળવામાં આવે છે અને વ્હિસ્કીમાં ફેરવાય છે. પ્રથમ વખત આવા છીપવાળા પ્રાણીમાંથી દારૂ બનાવવામાં આવી રહ્યો છે.
ડેઈલી સ્ટાર સાથે વાત કરતા પ્રોજેક્ટ ડેવલપર વિલ રોબિન્સને જણાવ્યું કે જ્યારે લોકો તેના વિશે સાંભળશે ત્યારે તેઓ તેને પીવા ઈચ્છશે. એ વાત અલગ છે કે તે માત્ર ટેસ્ટિંગ માટે જ ઉપલબ્ધ છે. તેને કરચલા સાથે કેટલાક મસાલા ભેળવીને પણ તૈયાર કરવામાં આવ્યું છે, જે એક અલગ જ અનુભવ આપશે.
નથી કરાયો કિંમતનો ઉલ્લેખ એવું કહેવામાં આવ્યું છે કે વ્હિસ્કીના શોટમાં તજ, લવિંગ અને વેનીલા એસેન્સ પણ છે, પરંતુ તેની કિંમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તે કંપનીની એક જ દુકાન પર ઉપલબ્ધ થશે. ઈંગ્લેન્ડમાં કરચલા ખૂબ જ સસ્તામાં વેચાય છે અને લોકો તેને ખૂબ ખાય છે. કેટલાક વિચિત્ર ખોરાકની યાદીમાં, અગાઉ એક અમેરિકન પ્રોજેક્ટમાં, એક મહિલાએ કેટરપિલરમાંથી નાસ્તો બનાવ્યો હતો. તેણે ફૂડ ફેસ્ટિવલમાં પણ તેની રજૂઆત કરી હતી અને કેટલાક લોકોને જંતુઓમાંથી બનેલી ચોકલેટ અને બિસ્કિટ પસંદ પડી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર