આ છે દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ, તેની કિંમતમાં અમદાવાદમાં આવી જાય 3BHK ફ્લેટ

આ છે દુનિયાની સૌથી મોંઘી પાણીની બોટલ

'એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની' એટલે કે દુનિયાનું સૌથી મોંધુ પાણી ફ્રાંસ અને ફિઝીમાં એક નેચરલ સ્પ્રિંગ (Natural Spring)માંથી મળી આવે છે. કહેવાય છે કે જમીનની અંદરથી નીકળતા આ પાણીનો સ્વાદ ઘણો જ વિશેષ છે.

 • Share this:
  પાણી મનુષ્યના જીવનમાં એક પ્રાથમિક જરૂરિયાત છે. પહેલેથી આપણે સાંભળતા આવ્યા છીએ કે જળ એ જ જીવન. પાણી જરૂરી છે અને તેથી તેની એક કિંમત પણ છે. સામાન્ય રીતે પાણી એક એવી વસ્તુ છે કે તેને આસાનીથી ખરીદીને પી શકાય છે અને તેનું કારણ છે પાણીની બોટલની નજીવી કે સામાન્ય કિંમત. આપણે જાણીએ જ છીએ કે દુનિયામાં ઘણા એવા પીણા કે ડ્રિંક્સ છે, જેની લાખો અને કેટલાકની તો કરોડોમાં પણ કિંમત છે. શેમ્પેન, વાઈન અને સિંગલ માલ્ટ વ્હિસ્કી વગેરે તેમના મોંધાભાવ માટે જાણીતા છે. આપણે સરળતાથી માની લઈએ છીએ કે આવા ડ્રિંક્સ મોંઘા હોઈ શકે છે. પણ શું ક્યારેય તમે વિચાર્યું છે કે પીવાના પાણીની કિંમત પણ લાખોમાં હોઈ શકે છે. જો અત્યાર સુધી તમારા મગજમાં આવો કોઈ વિચાર નથી આવ્યો તો હવે જાણી લો કે દુનિયાની સૌથી મોંધી પાણીની બોટલની કિંમત એટલી છે કે તે એક બોટલની કિંમતમાં અમદાવાદ શહેરમાં એક 3  BHK ફ્લેટ ખરીદી શકાય છે.

  આટલી છે દુનિયાના સૌથી મોંધા પાણીની કિંમત

  એક સામાન્ય માણસ પાણીની બોટલ ખરીદવા માટે 20, 50 કે 100 રુપિયા સુધી ખર્ચી નાંખે છે. ઘણી વખત પાણીની બોટલના 100 રુપિયા ચુકવવા પણ વધુ લાગતા હોય છે, પણ શું તમે જાણો છો કે દુનિયાનાં સૌથી મોંધી પાણીની બોટલની કિંમત 500 કે 1000 રુપિયા નહીં પણ 45 લાખ રુપિયા છે. જી હાં, દુનિયાના સૌથી મોંધા પાણીનું નામ એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની (Acqua di Cristallo Tributo a Modigliani) છે, જેની 750 ML પાણીની બોટલ માટે રુપિયા 45 લાખ ચુકવવા પડે છે.

  'એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયાની' એટલે કે દુનિયાનું સૌથી મોંધુ પાણી ફ્રાંસ અને ફિઝીમાં એક નેચરલ સ્પ્રિંગ (Natural Spring)માંથી મળી આવે છે. કહેવાય છે કે જમીનની અંદરથી નીકળતા આ પાણીનો સ્વાદ ઘણો જ વિશેષ છે.

  આ પણ વાંચો-ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા પહેલા જાણી લો આ 6 જરૂરી વાતો, નહીં તો મુશ્કેલીમાં મૂકાશો

  પાણી કેમ છે આટલુ મોંધુ

  નેચરલ સ્પ્રિંગમાંથી નીકળતું પાણી એક સામાન્ય બાબત છે. આપણા દેશમાં પણ આ પ્રકારની પાણીની બોટલ 50,100 કે 150 રુપિયામાં વેચાતી જ હોય છે, ત્યારે સવાલ થાય કે એક્વા દી ક્રિસ્ટેલો ટ્રિબૂટો અ મોડિગલિયા શા માટે આટલુ મોંધુ છે. આપને જણાવી દઈએ કે આ પાણી આટલુ મોંધુ હોવા પાછળ કેટલાક કારણો છો જેમાં સૌથી પહેલું કારણ છે આ પાણી જેમાં ભરેલું આવે છે તે ખાસ બોટલ. ઉલ્લેખનીય છે કે આ પાણી માટેની બોટલ વિશ્વના સૌથી નામચીન બોટલ ડિઝાઈનર ફર્નાંન્ડો અલ્તામિરાનો (Fernando Altamirano) દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. આ બોટલની ખાસ વાત એ છે કે આ બોટલ 24 કેરેટ ગોલ્ડની બનેલી છે. આ પાણી સામાન્ય પાણી કરતા સ્વાદમાં પણ અલગ છે અને સામાન્ય પાણી કરતા ઘણી વધુ એનર્જી પણ આપે છે. વિશ્વની સૌથી મોંધી બોટલ કોન્યેક ડુડોગન હેરિટેજ હેનરી IV પણ ફર્નાંન્ડો અલ્તામિરાનો દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે.

  આ પણ વાંચો-જો Paytmનો ઉપયોગ કરો છો, તો જાણો કેવી રીતે જીતી શકો છો 1 લાખ રુપિયા

  સામાન્ય માણસ માટે આ પાણી ચાખવું પણ માત્ર એક સ્વપ્ન જ છે ત્યારે વિશ્વની કેટલીક હસ્તીઓ આ પાણીનો ઉપયોગ કરી ચુકી છે. ભારતમાં અંબાણી પરિવારની વહુ અને મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી આ પાણીનો ઉપયોગ કરે છે.

  વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
  Published by:Margi Pandya
  First published: