આ છે દુનિયાનો સૌથી મોંઘો ડાયમંડ, કિંમત તો જાણવી જ જોઇએ

News18 Gujarati
Updated: November 15, 2018, 7:57 AM IST
આ છે દુનિયાનો સૌથી મોંઘો ડાયમંડ, કિંમત તો જાણવી જ જોઇએ
News18 Gujarati
Updated: November 15, 2018, 7:57 AM IST
જીનિવામાં મંગળવારે થયેલી હરાજીમાં એક દુર્લભ ગુલાબી હીરો 361 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે. નીલામીધર ક્રિસ્ટીજે આ જાણકારી આપી છે. આ સાથે જ આ અનન્ય પત્થરની પ્રતિ કેરેટ કિંમતનો આ નવો રેકોર્ડ સર્જાયો છે.

અમેરિકન વૈભવી બ્રાન્ડ હેરી વિન્સ્ટને, એક સમયે ઓપનહેઈમર પરિવારની માલિકીની સ્વિચ વૉચ સમૂહના પિંક લેગસી (ડાયમન્ડ) ને પોતાને નામે કરી છે. ઑપહેઇમર પરિવાર દાયકાઓથી ડી બીઅર્સ હીરા ખાણકામ કંપની ચલાવતું હતું.

યુરોપમાં ક્રિસ્ટીઝના મુખ્ય ફ્રાન્કોઇસ કુરિયલએ કહ્યું કે, "કેરેટ દીઠ 26 લાખ ડોલર. આ કોઈ ગુલાબી હીરાની પ્રતિ કેરેટ કિંમતનો વિશ્વ રેકોર્ડ છે."

તેમણે કહ્યું - આ પથ્થર મારા માટે હીરાનો લિયોનાર્ડો દ વિન્ચી છે. આ હીરાના ખરીદદારોએ તરત જ તેને વિન્સ્ટન પિંક લેગસી નામ આપ્યું હતું. ક્રિસ્ટીઝ જ્વેલરી માટે આંતરરાષ્ટ્રીય ચીફ રાહુલ કડકિયાએ કહ્નું કે, "પિંક લેગસી કહેવામાં આવે છે, તે વિશ્વના શ્રેષ્ઠ હીરા પૈકીનો એક છે."
First published: November 14, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...