Home /News /eye-catcher /DSLRનો બાપ! દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરો, પાડી આપશે 24 કિમી દૂરની વસ્તુનો ક્લિયર ફોટો

DSLRનો બાપ! દુનિયાનો સૌથી મોટો ડિજિટલ કેમેરો, પાડી આપશે 24 કિમી દૂરની વસ્તુનો ક્લિયર ફોટો

સૌથી મોટો ડિજિટલ કેમેરા

World's Biggest Camara: અમેરિકાના વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો કેમેરો લોન્ચ કર્યો છે. આ કેમેરામાં 3200 મેગાપિક્સલનો લેન્સ છે. આ કેમેરો એટલો પાવરફુલ છે કે તે 24 કિલોમીટર દૂર રાખેલા બોલની તસવીર પણ લઇ શકે છે.

    એક સમયે આપણે 0.7 મેગાપિક્સલ કેમેરાથી ફોટા પાડતા હતા. ત્યારબાદ ધીરે ધીરે ટેકનોલોજીમાં વિકાસ થયો છે, જેના કારણે કેમેરાની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે. પહેલા 10-12MP પછી 64 અને હવે 108 મેગાપિક્સલ કેમેરા પણ આવવા લાગ્યા છે. પરંતુ અત્યારે અમે કલ્પના પણ ન કરી હોય તેટલા મેગાપિક્સલના કેમેરા અંગે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.

    અમેરિકાના વૈજ્ઞાનિકોએ વિશ્વનો સૌથી મોટો કેમેરો લોન્ચ કર્યો છે. આ કેમેરામાં 3200 મેગાપિક્સલનો લેન્સ છે. આ કેમેરો એટલો પાવરફુલ છે કે તે 24 કિલોમીટર દૂર રાખેલા બોલની તસવીર પણ લઇ શકે છે. આ કેમેરા અમેરિકાના કેલિફોર્નિયાના મેન્લો પાર્કમાં રાખવામાં આવ્યો છે.

    આ પણ વાંચો: OYO માં જતાં કપલ્સ માટે ચેતવણીરૂપ કિસ્સો! પ્રાઈવેટ મોમેન્ટ્સના VIDEO ઉતારે છે આવી ગેંગ

    નાની કાર જેટલી છે સાઇઝ

    આ કેમેરાની સાઇઝ નાની કાર જેટલી છે અને તેનું વજન ત્રણ ટન જેટલું છે. કેમેરામાં પાંચ ફૂટ પહોળો ફ્રન્ટ લેન્સ છે અને તેનું સેન્સર 3,200 મેગાપિક્સલનું છે, જે અવાજ ઘટાડવા માટે -100 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ થાય છે. જો કે, કેમેરા સંપૂર્ણ રીતે તૈયાર નથી. તેના તમામ મેકેનિકલ પાર્ટસને મેન્લો પાર્કની એસએલએસી નેશનલ એક્સિલરેટર લેબોરેટરીમાં સ્વચ્છ ઓરડામાં રાખવામાં આવ્યા છે.

    કેમેરો બનાવતા સાત વર્ષ લાગ્યા

    આ કેમેરો બનાવવામાં સાત વર્ષનો સમય લાગ્યો છે. એકવાર ઇન્સ્ટોલ થયા પછી, કેમેરો આખા દાયકા સુધી દક્ષિણમાં આકાશનું સર્વેક્ષણ કરશે. આ કેમેરો લેન્સમાંથી નીકળતા રિફલેક્શનને ઇલેક્ટ્રોનિક સિગ્નલમાં રૂપાંતરિત કરે છે અને સ્પષ્ટ ચિત્ર બનાવે છે. તેમાં રહેલું 189 સીસીડીને સેન્સર તેની મદદ કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આની મદદથી અંતરિક્ષ વિશે ઘણી માહિતી પ્રાપ્ત થશે અને અંતરિક્ષ સાથે જોડાયેલા ઘણા રહસ્યો સામે આવશે.



    કેમેરાને વધુ સારો બનાવવા મહેનત

    SLACના પ્રવક્તાએ આ બાબતે જણાવ્યું હતું કે, કેમેરા એક દાયકા સુધી દક્ષિણમાં આકાશનો સર્વે કરશે, ડેટા બનાવશે. આ ડાર્ક એનર્જી અને ડાર્ક મેટર સહિત બ્રહ્માંડના કેટલાક મોટા રહસ્યોને વધુ સારી રીતે સમજવા માટે તૈયાર કરવામાં આવશે. રિપોર્ટ અનુસાર આ કેમેરાથી ખેંચવામાં આવેલી તસવીરો 378 4K અલ્ટ્રા હાઇ ડેફિનેશન હશે. હાલ તો ટીમ કેમેરાને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. આ કેમેરાને લાર્જ સિનોપ્ટિક સર્વે ટેલિસ્કોપ (LSST) નામ આપવામાં આવ્યું છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Gujarati tech news, ટેક ન્યૂઝ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन