World Snake Day: સાપ માટે આ ખાસ દિવસની ઉજવણી પાછળના કારણો કયા?

પ્રતિકાત્મક તસવીર- shutterstock

વર્ષના 365 દિવસોમાંથી મોટાભાગના દિવસની ઉજવણી થાય છે. જોકે, આપણે તો કેટલાક દિવસોનું નામ પણ નથી સાંભળ્યું હોતું. આવો જ એક દિવસ છે, વિશ્વ સાપ દિવસ (World Snake Day). સાપ કે નાગ અંગે વિશ્વમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ સૌથી વધુ ગેરમાન્યતા છે.

  • Share this:
વર્ષના 365 દિવસોમાંથી મોટાભાગના દિવસની ઉજવણી થાય છે. જોકે, આપણે તો કેટલાક દિવસોનું નામ પણ નથી સાંભળ્યું હોતું. આવો જ એક દિવસ છે, વિશ્વ સાપ દિવસ (World Snake Day). સાપ કે નાગ અંગે વિશ્વમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ સૌથી વધુ ગેરમાન્યતા છે. તેથી સાપ અંગે ભ્રમણા દૂર કરવા કરી જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે. આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે જાણકારી આપવામાં આવે છે.

ભારતમાં સાપની પૂજા થાય છે

ભારતમાં નાગને ભગવાન સ્વરૂપે પણ માનવામાં આવે છે. તેની પૂજા થાય છે. નાગપાંચમ જેવા તહેવાર પણ ઉજવાય છે. પરંતુ ભારત સહિત વિશ્વભરમાં નાગ અંગે ખૂબ જ ગેરમાન્યતાઓ છે. સાપ પર્યાવરણ માટે મહત્વના જીવ છે, પણ લોકોમાં તેને લઈને ખૂબ ડર ફેલાયેલો છે. સાપ અંગે ઘણી દંતકથાઓ પણ અસ્તિત્વમાં છે.

વિશ્વના દરેક ખૂણે મળી આવે છે સાપ

નાગ સૌથી પ્રાચીન જીવ પૈકીના છે. વિશ્વની દરેક સભ્યતામાં તેનો ઉલ્લેખ છે. અત્યારે વિશ્વમાં સાપની લગભગ 3458 પ્રજાતિઓ છે. ઉત્તરી કેનેડાના હિમ વિસ્તાર ટુંડ્રાથી લઈ એમેઝોનના જંગલો અને દરેક રણ અને મહાસાગરમાં સાપ જોવા મળે છે. સાપ શિકારી જીવ છે, જે પર્યાવરણમાં સંતુલન રાખવા મહત્વની ભૂમિકા ભજવે છે.

ખેતરોમાં સાપ

ખેતરમાં સાપનું દેખાવું સારો સંકેત મનાય છે. સાપ પાકને નુકસાન કરનાર જીવ જંતુઓને ખાઈ જાય છે. અનાજના સૌથી મોટા દુશ્મન પૈકીના ઉંદરને પણ સાપ ખાઈ જાય છે. પાક બચાવવા માટે વિશ્વમાં ઘણા ખેડૂતો સાપને ઉછેરે છે.

Snake, World Snake Day, World snake day 2021, Awareness of snakes, Snake species, Importance of Snake, Significance of Snake day,

કુતુહલ જન્મે છે

સાપ કુતુહલ ઉભું કરતું જીવ છે. તેઓ દેખાવમાં આકર્ષક લાગે છે. તે વિવિધતાથી ભરેલા છે. જેથી ઘણી વખત બિહામણા પણ લાગે છે. સાપના પૂર્વજ ડાયનોસોરના પણ પૂર્વજ સરીસૃપ છે, તે ખૂબ ઓછા લોકોને ખબર છે. કેટલાક લોકો સાપને પાળે છે. ભારતમાં તો તેને પાળનારી આખી જાતિ અસ્તિત્વમાં છે.

કેવું હોય છે તેમનું રહેઠાણ?

સાપ પાળવો સરળ નથી. સાપને પાળવા માટે તેના અંગે જાણકારી હોવી જરૂરી છે. સાપનું યોગ્ય રહેઠાણ શું છે તેની વિગતો પણ હોવી જોઈએ. જંગલો કપાઈ જવાથી સાપની પ્રજાતિઓ ઓછી થવાનું જોખમ વધી રહ્યું છે. સાપ એન્ટાર્કટિકા સિવાય દરેક જંગલ અને સમુદ્રમાં જોવા મળે છે.

Snake, World Snake Day, World snake day 2021, Awareness of snakes, Snake species, Importance of Snake, Significance of Snake day,

તેમનું ભોજન શું?

તેઓ જંતુઓથી લઈ ઉંદર અને દેડકા ખાય છે. તેઓ શિકારને આખેઆખો ગળી જાય છે. તેઓનું નીચેનું જડબું ઉપરના જડબાથી અલગ હોય છે. મોટા સાપ તો હરણ, ડુક્કર અને વાંદરા પણ ગળી જાય છે. તેમની સુરક્ષા પદ્ધતિ જોરદાર હોય છે. ઘણા સાપની ફેણમાં ઝેર હોય છે. ખતરાનો અનુભવ થાય ત્યારે તેઓ ડંખ મારે છે. સાપના કરડવાથી માણસનું પણ મોત નિપજી શકે છે.

ભારત જેવા દેશમાં સાપનો ડર વધુ છે. સાપ કરડી ન જાય તેવા ડરથી તેમને મારી નાંખવામાં આવે છે. અલબત્ત, જાગૃતિ આવતા સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. સાપથી માત્ર સાવધાન રહેવાની જરૂર હોય છે. આ ઉપરાંત ઝેરીલો સાપ કરડી જાય તો શું કરવું જોઈએ? તેની જાણકારી પણ રાખવી જોઈએ. પ્રાથમિક સારવાર તરીકે સાપ જે હાથ પગ કે અન્ય સ્થળે કારડ્યો હોય તે જગ્યાએ મજબૂતીથી બાંધી દેવી જોઈએ અને વ્યક્તિને તાત્કાલિક દવાખાને ખસેડવો જોઈએ.
Published by:kuldipsinh barot
First published: