દુનિયાનું સૌથી મોંઘું માસ્કઃ હીરા જડિત સોનાના માસ્કની કિંમત 11 કરોડ રૂપિયાથી વધુ

આ માસ્ક શાંઘાઈ (Shanghai)ના એક અનામ ચીની અબજપતિ માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવી રહ્યું છે. (Photo: AP)

સોનાના માસ્કને સફેદ અને કાળા હીરાથી શણગારવામાં આવશે, 31 ડિસેમ્બર પહેલા થશે ડિલીવરી

 • Share this:
  નવી દિલ્હીઃ ફેસ માસ્ક (Face Mask) આપણા નવા સામાન્ય પોશાકનો હિસ્સો બની ચૂક્યો છે. તેની સાથે જ દુનિયાભરના નિર્માતા સોના અને હીરાથી ફેસ માસ્ક (face mask with gold and diamond) બનાવવાની શરૂઆત પણ કરી ચૂક્યા છે, જેનાથી અમીર અને વિશેષાધિકાર ધરાવતા લોકો પોતાનું સ્ટેટસ દર્શાવવા કરી શકે. આ ક્રમમાં એક ઇઝરાયલી જ્વેલરી કંપની (Israeli Jewelery Company)એ જાહેરાત કરી છે કે તેઓ એક એવા માસ્ક પર કામ કરવામાં વ્યસ્ત છે, જે દુનિયાનું સૌથી મોંઘું કોરોના વાયરસ માસ્ક (world's most expensive coronavirus mask) હશે. કારણ કે આ એક સોનાનું માસ્ક (gold mask) હશે, જેમાં હીરા જડેલા હશે.

  આ માસ્ક શાંઘાઈ (Shanghai)ના એક અનામ ચીની અબજપતિ માટે વિશેષ રૂપે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ અબજપતિ અમેરિકામાં રહે છે, જે દુનિયામાં સૌથી મોંઘું માસ્ક (most expensive face mask) પહેરવા માંગે છે. માસ્કની ડિલીવરીની સમયમર્યાદા 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. એસોસિએટ પ્રેસના રિપોર્ટ મુજબ, 18 કેરેટના સફેદ સોનાના ફેસ માસ્કને 3600 સફેદ અને કાળા હીરા (Black Diamond)થી શણગારવામાં આવશે અને ટોપ રેટેડ N 99 ફિલ્ટર (N99 Filter) તેની સાથે લગાવવામાં આવશે. ઓર્ના અને ઇસહાક લેવીની સાથે યવેલના માલિકો અને ડિઝાઇનરો દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા આ માસ્કની કિંમત લગભગ 15 લાખ ડૉલર છે, જે લગભગ 11 કરોડ રૂપિયા થાય છે.

  આ પણ વાંચો, કંદોઈની ખુલી ગઈ કિસ્મત! 250 રૂપિયાની લોટરી ટિકિટથી બની ગયા દોઢ કરોડના માલિક

  270 ગ્રામનું હશે માસ્ક તેથી તેને પહેરવું એટલું સરળ નહીં હોય

  આ માસ્ક વિશે લેવીએ એસોસિએટ પ્રેસને જણાવ્યું કે, નાણાથી કદાચ બધું નહીં ખરીદી શકાતું, પરંતુ તેનાથી એક ખૂબ મોંઘું COVID-19 ફેસ માસ્ક ખરીદી શકાય છે, જેને વ્યક્તિ પહેરીને ચારેય તરફ ફરી શકે છે અને લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકે છે, તો તેનાથી ખુશ થવું જોઇએ.

  આ પણ વાંચો, ફૌજીએ લિફ્ટ આપવાને બહાને મહિલા સાથે કર્યું દુષ્કર્મ, સાથી પૂર્વ સૈનિકની પણ ધરપકડ

  ગ્લિટઝી માસ્ક સૌથી મોંઘું હોઈ શકે છે, પરંતુ તે હકિકતમાં વ્યવહારિક નથી. નિર્માતાઓનું કહેવું છે કે જે માસ્કનું વજન 270 ગ્રામ હશે, તેને પહેરવામાં સહજતા નહીં રહે. જોકે, લેવીએ કહ્યું કે, તેઓ તેને પોતે નહીં પહેરે. પરંતુ તેઓ આ અવસર માટે આભારી છે.
  Published by:Mrunal Bhojak
  First published: