Home /News /eye-catcher /World Record: એ બાળક જે એકવારમાં લગાવી લે છે 4000 પુશઅપ્સ, યુવાન થતાં જ દેખાવો લાગ્યો કંઈક આવો

World Record: એ બાળક જે એકવારમાં લગાવી લે છે 4000 પુશઅપ્સ, યુવાન થતાં જ દેખાવો લાગ્યો કંઈક આવો

પુશઅપ્સનો રેકોર્ડ

આંદ્રે કોસ્તાશ (Andrey Kostash) એવા ગણ્યાગાંઠ્યા લોકોમાંના એક છે જેમણે ખૂબ જ નાની ઉંમરમાં જ એવું અદભૂત પરાક્રમ (Astonishing) કર્યું છે જે દરેકના બસની વાત નથી. 7 વર્ષની ઉંમરે વર્લ્ડ રેકોર્ડ (world record) બનાવનાર આ છોકરાને હવે ઓળખવો મુશ્કેલ છે. એન્ડ્રી હવે પ્રોફેશનલ બોડીબિલ્ડર (bodybuilding) નથી, પરંતુ ફિટનેસ આજે પણ એવી જ છે.

વધુ જુઓ ...
  7 વર્ષનો આ બાળક અચાનક જ આખી દુનિયામાં ફેમસ થઈ ગયો જ્યારે તેણે એક ટીવી રિયાલિટી શો (Ukraine’s Got Talent)માં ભાગ લીધો. આવી ઉંમરે તેની ફિટનેસ, તેની બોડીબિલ્ડિંગ (bodybuilding), ચપળતા અને ક્ષમતા જોઈને વડીલોનો પરસેવો છૂટી ગયો. આવામાં એક બાળકે સખત મહેનત અને વર્કઆઉટ કરી શાનદાર બોડી બનાવી છે. અને વર્લ્ડ રેકોર્ડ (World Record)માં પણ પોતાનું નામ નોંધાવ્યું હતું.

  નાની ઉંમરમાં જ કમાલ કરનાર યુક્રેન (Ukraine)ના એન્ડ્રે કોસ્તાશ (Andrey Kostash) જ્યારે રિયાલિટી શો યુક્રેનના ગોટ ટેલેન્ટ (Ukraine’s Got Talent)માં દેખાયા ત્યારે ચર્ચામાં આવ્યા હતા. ત્યારે આખી દુનિયાએ તેની પ્રતિભાને લોખંડી સમજીને કહ્યું કે તે દુનિયાનો સૌથી મજબૂત છોકરો છે જે આટલી નાની ઉંમરમાં 4 હજાર પુશઅપ કરી શકે છે.

  એન્ડ્રે હવે 16 વર્ષની થઈ ગયો છે. તેમને જોઇને તમે અંદાજો પણ નહીં લગાવી શકો કે તે એ જ 7 વર્ષનો એન્ડ્રી છે. ટીનએજમાં એન્ડ્રી મોડલ જેવા લાગવા લાગ્યા છે. તેમની યુટ્યુબ ચેનલ દ્વારા, તેઓ ચાહકોને ફિટનેસ ટીપ્સ અને પોતાના રૂટિન વિશે માહિતગાર કરાવતાં રહે છે.

  આ પણ વાંચો: Weird World Record: દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલાવતા છૂટી જશે પરસેવો, 2 ફૂટનું છે બર્થ સર્ટિફિકેટ!

  કોઈ નથી તોડી શક્યું એમની ઉંમરે આ રેકોર્ડ

  દુનિયાના સૌથી મજબૂત છોકરાનો ખિતાબ જીતનાર એન્ડ્રીએ એક પછી એક 4000 પુશઅપ્સ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આંદ્રેએ 2 કલાક અને 29 મિનિટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. જે બાદ તેનું નામ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું હતું. ત્યારે ચારે બાજુ તેમની ચર્ચા જ હતી. આ ઉંમરે આટલી તાકાત અને એકાગ્રતા બાળકમાં ભાગ્યે જ જોવા મળે છે.

  7 વર્ષમાં દુનિયાભરમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર આંદ્રેએ 5 વર્ષની ઉંમરે જ કસરત, જિમ્નેસ્ટિક અને માર્શલ આર્ટસ શરૂ કરી હતી. પ્રારંભિક તાલીમ એન્ડ્રી દ્વારા તેના પિતાની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. પછી જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ તેણે વ્યાવસાયિક તાલીમ અને વર્કઆઉટ્સ શરૂ કર્યા. એન્ડ્રી કોસ્ટાશનું પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન છે એક સમયે 6000 પુશઅપ્સ.

  આ પણ વાંચો: World Record: આ છે દુનિયાની સૌથી લાંબા નામવાળી જગ્યા, બોલતા બોલતા જીભ થોથવાઈ જશે!

  16 વર્ષની ઉંમરે યૂટ્યૂબથી બનાવી રહ્યો છે ઓળખ

  વર્લ્ડ રેકોર્ડ અને નામ કમાવ્યા બાદ આંદ્રે એક્ટિંગમાં પણ કરિયર બનાવી હતી. હવે તે પ્રોફેશનલ બોડીબિલ્ડિંગ કરતો નથી, છતાં ટીનેજર્સ તરીકે તેનું શરીર ખૂબ જ મેઇન્ટેન રહે છે અને તે હજુ પણ ફિટનેસ પર ધ્યાન આપે છે. સમયાંતરે તે પોતાના ફેન્સ સાથે વર્કઆઉટના વીડિયો પણ શેર કરતો રહે છે.

  આ પણ વાંચો; World Record: 45 વર્ષથી પ્લાસ્ટિક બેગ જમા કરતી હતી મહિલા, હજારો બેગ એકત્રિત કરીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
  અત્યારે તે પોતાની યુટ્યુબ ચેનલ દ્વારા માત્ર બોડીબિલ્ડિંગ, વર્કઆઉટ્સ, કરાટે, જિમ્નાસ્ટિક્સ (bodybuilding, powerlifting, street workout, karate, artistic gymnastics) તેમજ ટ્રાવેલ્સ, એન્ટરટેઇનમેન્ટ અને શોખ (Travels, entertainment and hobbies) વિશે જ વાત કરે છે. ચેનલ આંદ્રેના અંગત, પ્રોફેશનલ અને સામાજિક જીવન વિશેની માહિતી પણ શેર કરે છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Bizzare, OMG News, Shocking news, World Records, અજબગજબ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन