Home /News /eye-catcher /

World Record: 6000 ફૂટની ઊંચાઈએ બે balloons વચ્ચે દોરડું બાંધીને ચાલ્યો આ વ્યક્તિ!

World Record: 6000 ફૂટની ઊંચાઈએ બે balloons વચ્ચે દોરડું બાંધીને ચાલ્યો આ વ્યક્તિ!

હોટ એર બલૂન

World Record: દોરડા પર ચાલવું એ સંતુલન (Tightrope Walk)નું ઉત્તમ ઉદાહરણ છે. જો કે થોડા ફૂટની ઊંચાઈએ હોય તો તેને પરાક્રમ કહેવાય, પરંતુ જો કોઈ 6000 ફૂટની ઊંચાઈએ ટાઈટટ્રોપ વૉક (Tightrope Walk at 6000 feet ) કરતું હોય તો તે હિંમત કે ચમત્કાર કહેવાશે.

વધુ જુઓ ...
    થોડાક માળની ઊંચાઈએથી નીચે જોતાં આપણા હૃદયના ધબકારા વધી જાય છે. કલ્પના કરો કે જો કોઈ વ્યક્તિને હજારો ફૂટની ઊંચાઈએ દોરડા (Tightrope Walk at 6000 feet ) પર ચાલવું પડે તો તેની હાલત કેવી હશે. બ્રાઝિલના એક બહાદુર વ્યક્તિ (Rafael Zugno Bridi)એ આ પરાક્રમ કરીને વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો છે.

    બુર્જ ખલીફા કરતા પણ બમણી ઊંચાઈ
    બ્રાઝિલના પ્રેયા ગ્રૈન્ડેમાં 34 વર્ષીય રાફેલ ઝુગ્નો બ્રિડી (Rafael Zugno Bridi) એ આ હિંમત બતાવી છે. તેણે 6000 ફૂટની ઊંચાઈએ બે ફુગ્ગાઓ વચ્ચે દોરડું બાંધીને તેના પર ચાલી બતાવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ઉંચાઈ બુર્જ ખલીફા કરતા બમણી છે, જેને દુનિયાની સૌથી ઊંચી ઈમારત માનવામાં આવે છે.

    આ પણ વાંચો : એક માસ સુધી અવિરત સારવાર આપી, તબીબોએ આ યુવાનને મોતના મુખમાં જતાં બચાવી લીધો..

    બે ફુગ્ગાઓ વચ્ચે દોરડું બાંધીને બતાવી હિંમત
    ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ, રાફેલ ઝુગ્નો બ્રિડી બે હોટ એર બલૂનની ​​વચ્ચે દોરડા પર ચાલીને સ્વતંત્રતા અને ઉડાનનો અનુભવ કરવા ઈચ્છતા હતા. તેનો પડકાર ચોક્કસપણે ઘણો મુશ્કેલ હતો. તેઓ કહે છે કે તેઓ મુશ્કેલ રેકોર્ડ તોડવા માંગે છે. તેમણે લીધેલી ચેલેન્જમાં તેની એક ભૂલ પણ તેમને મોંઘી પડી શકે છે. તે પૃથ્વીથી સેંકડો મીટરની ઊંચાઈએ વાદળો પર ચાલવા જેવું હતું. આ પડકારને પૂર્ણ કરવા માટે તેમને વર્ષોની મહેનત અને સંકલ્પની જરૂર હતી.

    આ પણ વાંચો : નાસ્તો ન આપતા પતિએ પત્નીની ઠંડા કલેજે કરી હતી હત્યાં, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

    6131 ફૂટની ઊંચાઈએ ટાઈટટ્રોપ વૉક
    આ મિશનમાં તેની સાથે સારી ટીમ અને શ્રેષ્ઠ સાધનો હતા. તેમણે પોતાની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કર્યા વિના સુરક્ષાના તમામ સાધનો પોતાની પાસે રાખ્યા હતા. રાફેલ કહે છે કે આવા અસાધારણ પરાક્રમો દરમિયાન તેને એ પણ યાદ નથી રહેતું કે 6000 ફૂટની ઊંચાઈએ દોરડા પર ચાલતી વખતે તે શું વિચારતો હતો?
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Bizzare, OMG News, Shocking news, World Records, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन