Home /News /eye-catcher /World Record: આ છે દુનિયાની સૌથી લાંબા નામવાળી જગ્યા, બોલતા બોલતા જીભ થોથવાઈ જશે!
World Record: આ છે દુનિયાની સૌથી લાંબા નામવાળી જગ્યા, બોલતા બોલતા જીભ થોથવાઈ જશે!
ટોમેટા નામનો પહાડ ન્યૂઝીલેન્ડના ઉત્તરી આઈલેન્ડ પર સ્થિત છે અને આ જગ્યાનું આખું નામ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. (Credit- Twitter/@PremRathee)
World’s longest place name: જાણીતાં સાહિત્યકાર વિલિયમ શેક્સપીયર (William Shakespeare)એ કહ્યું હતું કે, આખરે નામમાં શું રાખ્યું છે? જો નામ એટલું લાંબુ (world’s longest place name) હોય કે તેને બોલવું જ અઘરું થઈ પડે, તો નામ મહત્વપૂર્ણ થઈ જ જાય છે.
World Record: જો તમે પણ એવું વિચારતા હો કે, ભાઈ, નામમાં શું રાખ્યું છે? તો તમારી વિચારધારા અમુક એવા નામ સાંભળીને બદલાઈ જશે. જે નામના કારણે જ દુનિયાભરમાં જાણીતાં (world’s longest place name) થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ (New Zealand News)માં પણ એક એવી જગ્યાનું નામ છે, જે લખતા લખતા હાથ દુખી જાય અને બોલવું પડે તો જીભની ગાંઠ વળી જાય.
ન્યૂઝીલેન્ડના ઉત્તરી આઈલેન્ડ પર ટોમેટા નામનું પહાડ (Taumata Mountain) આવેલું છે પરંતુ આ તેનું શોર્ટ નેમ છે. તેનું આખું નામ એટલું લાંબુ છે કે તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ (Guinness World Records)માં અંગ્રેજી ભાષામાં કોઈ સ્થાનના સૌથી લાંબા નામ (world’s longest place name) માટે નોંધાયું છે. આ નામમાં કુલ 85 અક્ષર છે. આટલામાં તો કોઈ પ્રશ્નનો નાનોમોટો જવાબ આવી જાય.
85 અક્ષરનું નામ છે અસલી ટંગટ્વિસ્ટર
ટોમેટા નામનો પહાડ ન્યૂઝીલેન્ડના ઉત્તરી આઈલેન્ડ પર સ્થિત છે અને આ જગ્યાનું શોર્ટ નામ છે. આ જગ્યાનું આખું નામ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ છે. જેનો ઉચ્ચાર આવો કંઈક થાય છે-‘Taumatawhakatangihangakoauauotamateaturipukakapikimaungahoronukupokaiwhenuakitanatahu’ આ નામને જોઈને કદાચ તમે તે વાંચવાની પણ જહેમત નહીં ઉઠાવો, પરંતુ વિચારો જે લોકો અહીં રહેતા હશે, તેઓ સત્તાવાર દસ્તાવેજ ઉપર ગામનું નામ લખી લખીને થાકી જતા હશે.
સ્થાનિક ભાષા માઓરીમાં લખેલા આ નામનો અર્થ કંઈક આવો થાય – ‘એ શિખર જ્યાં પર્વતારોહક, જમીન ગળી જનારા અને મોટા ઘૂંટણ વાળા ટમાટી નામના એક માણસે પોતાના પ્રિયજનો માટે વાંસળીવાદન કર્યું હતું.’ આ આખા નામમાં કુલ 85 અક્ષર છે અને આ પહાડની ઊંચાઈ 305 મીટર છે.
સપાટીથી 1000 ફીટ ઉંચાઈ પર આવેલા આ ટાઉનશિપમાં વધારે લોકો નથી રહેતા. સ્થાનિક લોકો આ જગ્યાને ટોમેટા અથવા ટોમેટા હિલ કહે છે. એક સ્થાનિક યોદ્ધાના નામ પર આ જગ્યાનું ઐતિહાસિક નામ રાખવામાં આવ્યું છે, માટે આ અહીંના લોકો માટે ગૌરવનો વિષય છે. આ રીતે યૂરોપના મહાદ્વીપના સૌથી મોટું ગામ વેલ્સમાં આવેલં છે, જેનું નામ છે - ‘Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch’. આ નામમાં કુલ 58 અક્ષર છે. એટલું જ નહીં, આ જગ્યાના રેલ્વે સ્ટેશનનું પણ આ જ નામ છે અને તે સૌથી લાંબા નામવાળું રેલ્વે સ્ટેશન છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર