Home /News /eye-catcher /જો દિખતા હૈ વો હોતા નહીં! ભલભલાને ડરાવી મૂકે એવું કીડીનું બિહામણું સ્વરૂપ! માઈક્રોસ્કોપમાં જોવા મળ્યો અસલી ચહેરો
જો દિખતા હૈ વો હોતા નહીં! ભલભલાને ડરાવી મૂકે એવું કીડીનું બિહામણું સ્વરૂપ! માઈક્રોસ્કોપમાં જોવા મળ્યો અસલી ચહેરો
આ કોઈ રાક્ષસ નથી, નાનકડી કીડી છે!
World Photomicrography Competition: ક્યારેય કોઈને અંડર એસ્ટિમેટ ન કરવા જોઈએ. માઈક્રોસ્કોપમાં જુઓ તો કીડી પણ ખતરનાક લાગી શકે. ફોટો કોમ્પિટિશનમાં પાડેલો આ ફોટો જોઈને વીશ્વાસ નહીં થાય કે આ કીડી છે.
Zoom Photo of Ant Won Award: ફોટોગ્રાફીના શોખીન લોકો માટે એક ખૂબ જ ખાસ ફોટો સામે આવ્યો છે. એક ફોટોગ્રાફરે કીડીનો એવો ફોટો ક્લિક કર્યો છે કે, લોકો અચંબામાં મુકાઈ ગયા છે. આ ફોટો એટલો મોટો છે કે, ફોટોગ્રાફરને એવોર્ડ આપવામાં આવ્યો છે. ફોટો જોઈને બિલ્કુલ પણ નથી લાગી રહ્યું કે, આ એક કીડીનો ફોટો છે. કોઈ ફિલ્મમાં ગ્રાફિક્સનો ઉપયોગ કરીને ડરામણા જાનવરને દર્શાવવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે.
નિકોન વર્લ્ડ ફોટોમાઈક્રોગ્રાફી સ્પર્ધા (Nikon World Photomicrography Competition)
આ વર્ષની નિકોન વર્લ્ડ ફોટોમાઈક્રોગ્રાફીની સ્પર્ધા માટે ફોટોની પસંદગી કરવામાં આવી રહી હતી. જેમાં લિથુઆનિયાના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર (wild life photographer) યૂજીનિજસ કવલિયાઉસ્ક્સ (eugenijus Kavaliauskas won a prize) નો આ ફોટોએ ધમાલ મચાવી દીધી છે. આ સ્પર્ધાનો નિયમ હતો કે, ફોટોગ્રાફરે સૌથી નાની વસ્તુનો સૌથી મોટો અને ઝૂમ ફોટો ક્લિક કરવાનો રહેશે. આ સ્પર્ધાનું આયોજન નિકોન દ્વારા કરવામાં આવ્યું છે, છેલ્લા 48 વર્ષથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2023ની સ્પર્ધા માટે અરજીઓ મગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ ફોટો તમામ બાબતોએ યોગ્ય સાબિત થયો છે. આ ફોટોને વિજેતા જાહેર કરવામાં આવ્યો છે. આ ફોટો ક્લિક કરનાર ફોટોગ્રાફર યૂજેનિજસ કવાલિયાઉસકસને પ્રથમ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ફોટોગ્રાફરે કીડીના ચહેરાનો ફોટો ક્લિક કર્યો હતો. આ ફોટો જોઈને તમામ લોકો અચંબામાં મુકાઈ ગયા છે. પહેલી વાર લોકોને કીડીનો ચહેરો જોવા મળ્યો છે. આ કીડીનો ચહેરો જોઈને હોરર ફિલ્મનું દ્રશ્ય યાદ આવી રહ્યું છે. લોકોને ગેમ ઓફ થ્રોન્સના ડ્રેગન યાદ આવી રહ્યા છે.
આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફોટોગ્રાફરે ઓગસ્ટ 2022માં આ ફોટો ક્લિક કર્યો હતો. માઈક્રોસ્કોપ ફોટોગ્રાફીની કળાનું પ્રદર્શન કરવા માટે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં એવા ફોટોઝ ક્લિક કરવામાં આવે છે, જે નરી આંખે પણ જોઈ શકાતા નથી. કીડીના ફોટો પરથી જાણવા મળે છે કે, તેની આંખો લાલ છે અને ગોલ્ડન કલરના નખ છે, જે ખૂબ જ ધારદાર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર