Home /News /eye-catcher /દુનિયાનું સૌથી મોંઘુ શાક, ટાટા-બિરલાની ખરીદવાની હેસિયત, 1 કિલોમાં 15 ગ્રામ સોનુ આવી જાય!

દુનિયાનું સૌથી મોંઘુ શાક, ટાટા-બિરલાની ખરીદવાની હેસિયત, 1 કિલોમાં 15 ગ્રામ સોનુ આવી જાય!

હોપ શૂટ્સની તસવીર

World Most Expensive Vegetable: દુનિયાનું સૌથી મોઘું શાક ખરીદવા જેટલા રૂપિયા ખર્ચવા પડશે તેટલામાં તમે 15 ગ્રામ સોનુ ખરીદી લેશો. કે પછી એક કિલો હોપ શૂટ્સની કિંમતમાં એક નવું નક્કોર બાઇક લઈ શકશો.

શું તમે જાણો છો દુનિયાનું સૌથી મોંઘુ શાક કયું છે? જો તમે વિચારતા હોય તે ખરીદવામાં 5 કે 10 હજાર ખર્ચવા પડશે, તો તમારો અંદાજો ખોટો છે. દુનિયાનું સૌથી મોઘું શાક હોપ શૂટ્સ છે અને તેની કિંમત સાંભળીને તમારા હોશ ઉડી જશે. એક કિલો હોપ શૂટ્સ ખરીદવામાં તમારે જેટલા રૂપિયા ખર્ચવા પડશે તેમાં 15 ગ્રામ સોનુ ખરીદી શકાય છે. 1 કિલોગ્રામ હોપ શૂટ્સની કિંમત આશરે 85 હજાર કિલો છે. તેથી સામાન્ય માણસ આ શાક ખરીદે શકતો નથી. આ શાક ખરીદવાની ટાટા-બિરલા જેવા ધનાઢ્ય લોકોની હેસિયત છે.

અમેરિકા અને યૂરોપમાં ઉગતા હોપ શૂટ્સને ઉગાડવા, તૈયાર કરવા અને તોડવામાં ખૂબ જ મહેનત કરવી પડે છે અને તે મુશ્કેલ કામ છે. આ જ કારણ છે કે તેની કિંમત ખૂબ વધારે છે. ભારતમાં હોપ શૂટ્સની ખેતી થતી નથી. હિમાચલમાં આ શાક પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને પરંતુ તેને સફળતા મળતી નથી. આ શાકમાં અનેક ઔષધિય ગુણ છે. હોપ શૂટ્સના ફૂલને હોપ કોન્સ કહેવામાં આવે છે. આ ફૂલનો ઉપયોગ બીયર બનાવવામાં થાય છે, ત્યારે ડાળીઓ અને પાંદડાંનું શાક બનાવવામાં આવે છે.

આ પણ વાંચોઃ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કેવી રીતે પૃથ્વીનો અંત થશે? સૌથી પહેલા પૃથ્વી પર શું ખતમ થશે

આ શાક એક બારમાસીય છોડ છે. યુરોપ અને ઉત્તરી અમેરિકાના મૂળ નિવાસી પહેલા તેને નીંદણ ગણતા હતા. ત્યારબાદ તેના ગુણો જોઈને તેની ખેતી શરૂ કરી હતી. તેનું વૈજ્ઞાનિક નામ Humulus lupulus છે. આ હેમ્પ પરિવારના કેનાબેસી છોડની પ્રજાતિ છે. આ ધીમે ધીમે 6 મીટર સુધી વધે છે અને 20 વર્ષ સુધી જીવતો રહી શકે છે.


કેમ વધારે કિંમત છે?


હોપ શૂટ્સની આટલા મોંઘા છે કારણ કે, એક તો તેને ઉગાડવા માટે ખૂબ મોટા પ્રમાણમાં પાણી અને હવાની જરૂર પડે છે. તેથી તેને દરેક જગ્યાએ ઉગાડી શકાતો નથી. બીજું હોપ શૂટ્સના છોડ ત્રીજા વર્ષે ઉત્પાદન આપે છે. હોપના છોડ લગાવવા અને તેની માવજત પાછળ ખૂબ મોટો ખર્ચ થાય છે. હોપ શૂટ્સના પત્તા અને ફળનો ઉપયોગ શાક બનાવવા અને અથાણાં બનાવાવમાં થાય છે. હોપ શૂટ્સનો વધુ પડતો ઉપયોગ બીયર બનાવવામાં થાય છે. તેના પાંદડા અને ફૂલને બહુ સાવધાનીપૂર્વક તોડવા પડે છે અને તેમાં બહુ મહેનત લાગે છે.

8 બિલિયન ડોલરનું બજાર


જિયોન માર્કેટ રિસર્ચના એક રિપોર્ટ પ્રમાણે, હોપ શૂટ્સનો હાલ વૈશ્વિક બજારમાં 8.1 બિલિયન જેટલો વેપાર થાય છે. હોપ શૂટ્સનું બજાર વાર્ષિક 4.6 ટકા સીએજીઆરથી વધી રહ્યો છે. વર્ષ 2030 સુધીમાં તે 15.1 બિલિયન ડોલર સુધી પહોંચે તેવો અંદાજ છે.
First published:

Tags: Fruits and vegetables, OMG, OMG News, OMG story, Vegetable, Vegetable market, Vegetable Price