OMG : 20 વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી હતી, કાર એક્સીડેન્ટ બાદ પરત આવી

News18 Gujarati
Updated: February 14, 2020, 4:31 PM IST
OMG : 20 વર્ષ પહેલાં આંખોની રોશની ગુમાવી હતી, કાર એક્સીડેન્ટ બાદ પરત આવી
પ્રતિકાત્મક તસવીર

બે વર્ષ પહેલાં રસ્તો પસાર કરતા સમયે કારની ટક્કરે માથુ અથડાયું હતું. જોકે, ભોગ બનનાર માટે આ અકસ્માત આશિર્વાદ સમાન હતો

  • Share this:
પોલેન્ડ : જીવનમાં અનેક વાર એવું થતું હોય છે જેના પર તમે સરળતાથી વિશ્વાસ નથી કરી શકતા. આવી જ એક અજબગજબની ઘટના પોલેન્ડના એક વ્યક્તિ સાથે 20 વર્ષ હેલાં થઈ હતી. પોલેન્ડાના રહેવાસી જાનુસ્જ ગોરાજે 20 વર્ષ પહેલાં એલર્જીની સાઇડ ઇફેક્ટના કારણે આંખોની રોશની ગુમાવી દીધી હતી. જોકે, બે વર્ષ પહેલાં થયેલા એક અકસ્માતમાં તેમની આંખોની રોશની પરત આવી.

તાજેતરમાંજ મીડિયા રિપોર્ટ્સમાં આ કિસ્સાએ ખૂબ ચર્ચા જગાવી હતી. હકીકીતમાં આંખોની રોશની ગુમાવ્યા બાદ ગોરાઝ પોતાની જમણી આંખથી જ જોઈ શકતા હતા. પરંતુ વર્ષ 2018માં એક કાર સાથે તેમનો અકસ્માત થયો હતો. કાર એક્સિડેન્ટમાં તેમનું માથું કાર સાથે અથડાયું હતું અને અન્ય જગ્યાએ પણ ઇજાઓ પહોંચી હતી. જોકે, ગોરાજ માટે આ એક્સિડેન્ટ ચમત્કાર હતો કારણ કે આ અકસ્માતમાં તેમણે ગુમાવેલી આંખોની રોશની પરત આવી ગઈ હતી.

આ પણ વાંચો :  પુલવામા હુમલાની વરસી : મોરબીના યુવાન ભામાશાએ શહીદોનાં પરિવારને રૂબરૂ મળી 58 લાખની સહાય કરી

ડૉકટરોના અનુસાર દવાની અસરના કારણે રોશની પરત આવી

અકસ્માત બાદ ગોરાજને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેણે હિપ સર્જરી કરાવી હતી અને થોડા અઠવાડિયા પછી, તે જાણીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા કે તેમને પહેલાં કરતાં વધુ સ્પષ્ટ દેખાવાનું શરૂ થઈ ગયું હતું. આ બાબતે તેમણે પોતાના ડૉક્ટર સાથે પણ ચર્ચા કરી. કેટલાક ડૉકટરોએ કહ્યું કે હિપ સર્જરી દરમિયાન લેવામાં આવતી કેટલીક દવાઓની અસર થઈ શકે છે અને તેની આંખ પહેલા કરતાં વધુ સારી રીતે કામ કરવાનું શરૂ કરી દે છે. જોકે, તેનું કારણ શું હતું તે સ્પષ્ટ રીતે કોઈ સમજાવી શક્યો નહોતું.'હું આ ચમત્કારથી ખૂબ જ ખુશ છું'

અત્યારે તો ગોરાજ આ ચમત્કારથી ખૂબ ખુશ છે . તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે હોસ્પિટલના પલંગ પર સુતી વખતે મને ખબર પડી કે હું ડાબી આંખથી પણ સ્પષ્ટ રીતે જોઈ શકું છું, ત્યારે હું ખૂબ જ ખુશ હતો. હું પણ સ્પષ્ટ રીતે રસ્તા પર ચાલી શકતો હતો. હું મારા મોબાઇલ ફોન પર મેસેજ સ્પષ્ટ રીતે વાંચવા માટે સક્ષમ હતો. તે ખરેખર એક ચમત્કાર હતો. તેમણે કહ્યું કે કેટલાક ડૉકટરોએ કહ્યું કે તેઓ આ ચમત્કારના ઉંડાણ સુધી જવા માટે અભ્યાસ કરવા માગે છે. આ માટે કેટલાક પરીક્ષણો પણ કરવા પડશે. જોકે મેં ના પાડી. મારે હવે મારા સામાન્ય જીવનમાં કોઈ પણ પ્રકારની ખલેલ અથવા દખલ નથી જોઈતી.
First published: February 14, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading