Home /News /eye-catcher /

World Record: લાંબા સમયથી લગ્નના બંધનમાં બંધાયા હતા આ વૃદ્ધ દંપતી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ!

World Record: લાંબા સમયથી લગ્નના બંધનમાં બંધાયા હતા આ વૃદ્ધ દંપતી, બનાવ્યો અનોખો વર્લ્ડ રેકોર્ડ!

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના હર્બર્ટ ફિશર (Herbert Fisher) અને ઝેલમાયરા ફિશર (Zelmyra)ની વાર્તા એક ફિલ્મી સ્ટોરી જેવી છે જેમાં હીરો હીરોઈનના પ્રેમમાં પડે છે, બંને લગ્ન કરી લે છે અને આખી જિંદગી ખુશી-ખુશી સાથે રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હર્બર્ટ અને ઝેલમાયરાના લગ્ન 1924 (American Couple married in 1924)માં થયા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: આજકાલ જ્યારે લોકો સંબંધોમાં ગૂંચવાઈ જાય છે અને લગ્નની જવાબદારીથી દૂર ભાગે છે ત્યારે લાંબા સમય સુધી લગ્નના બંધનમાં બંધાતા યુગલો આજના યુવાનો માટે પ્રેરણારૂપ બની જાય છે. આજના સમયમાં લોકોમાં એકબીજા પ્રત્યે સંવેદનશીલતા અને પ્રેમની ભાવના સમાપ્ત થઈ જાય છે, તેથી ટૂંક સમયમાં જ લોકો લગ્ન જીવનનો અંત લાવવા પર ઉતરી જાય છે. પરંતુ આજે અમે જે કપલની વાત કરી રહ્યા છીએ તે આટલા લાંબા સમય સુધી લગ્નજીવનમાં બંધાયેલા હતા કે તેમણે વર્લ્ડ રેકોર્ડ (Longest Marriage Guinness World Record) બનાવ્યો હતો.

    અમેરિકાના હર્બર્ટ ફિશર (Herbert Fisher) અને ઝેલમાયરા ફિશર (Zelmyra)ની વાર્તા એક ફિલ્મી સ્ટોરી જેવી છે જેમાં હીરો હીરોઈનના પ્રેમમાં પડે છે, બંને લગ્ન કરી લે છે અને આખી જિંદગી ખુશી-ખુશી સાથે રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે હર્બર્ટ અને ઝેલમાયરાના લગ્ન 1924 (American Couple married in 1924)માં થયા હતા. બંનેની ઉંમર 18 વર્ષ અને 16 વર્ષ હતી. લગ્ન બાદ આ કપલ અમેરિકાના નોર્થ કેરોલિના (North Carolina, America)માં એક સાથે સુખી જીવન જીવવા લાગ્યું હતું.

    86 વર્ષ સુઘી સાથે રહ્યાં કપલ

    અહેવાલો અનુસાર, તેઓએ એક સાથે ઘણા ઉતાર-ચડાવ જોયા, તેઓએ બીજા વિશ્વયુદ્ધ, મહામંદી વગેરે જેવી ઘટનાઓનો પણ અનુભવ કર્યો. તેમની વચ્ચે ઘણી સમસ્યાઓ હતી, પરંતુ તેઓ ક્યારેય એકબીજાનો સાથ નહીં છોડ્યો.

    આ પણ વાંચો: World Record: એ બાળક જે એકવારમાં લગાવી લે છે 4000 પુશઅપ્સ, યુવાન થતાં જ દેખાવો લાગ્યો કંઈક આવો

    વર્ષ 2010માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ સત્તાવાર રીતે તેમના વખાણ કર્યા હતા. કમનસીબે, હર્બર્ટનું 2011માં અવસાન થયું હતું અને આ દંપતીના લાંબા સંબંધો તૂટી ગયા હતા. બંનેએ 86 વર્ષ અને 290 દિવસ સાથે વિતાવ્યા હતા (Couple married for 86 years creates world record) અને આ રીતે તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે.

    આ પણ વાંચો: World Record: આ છે દુનિયાની સૌથી લાંબા નામવાળી જગ્યા, બોલતા બોલતા જીભ થોથવાઈ જશે!

    અન્ય હર્બર્ટ અને ઝેલમાયરાની જેમ, અન્ય યુગલોએ પણ રચ્યો ઇતિહાસ

    હર્બર્ટ અને ઝેલમાયરા એકમાત્ર દંપતી નથી કે જેમણે સાથે મળીને આટલો બધો સમય વિતાવ્યો હોય. હાલના સમયમાં સૌથી લાંબા ગાળાના લગ્નનો રેકોર્ડ અમેરિકાના યુજીન ગ્લેડુ (Eugene Gladu) અને ડોલોરેસ ગ્લેડુ (Dolores Gladu)ના નામે નોંધાયેલો છે.

    આ પણ વાંચો: World Record: 45 વર્ષથી પ્લાસ્ટિક બેગ જમા કરતી હતી મહિલા, હજારો બેગ એકત્રિત કરીને બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ

    બંનેએ 1940માં લગ્ન કર્યા હતા અને 81 વર્ષ અને 75 દિવસ સાથે છે. ગત વર્ષે જુલાઈમાં તેમનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. આવી જ રીતે ઇક્વાડોર (Ecuador)ના 110 વર્ષીય જુલિયો સીઝર મોરા તાપિયા (Julio Cesar Mora Tapia) અને તેની 105 વર્ષીય પત્ની વોલ્ડ્રેમિના મેક્લોવિયા ક્વિન્ટેરોસ રેયસ (Waldramina Maclovia Quinteros Reyes)ના લગ્નને છેલ્લા 79 વર્ષ થયા છે. તેમના લગ્ન 1941માં થયા હતા.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Amazing, Bizzare, Guinness world Record, Shocking news, અજબગજબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन