દુનિયાનું પહેલું વજાઇના મ્યૂઝિયમ તૈયાર, આ તારીખે ખુલશે

News18 Gujarati
Updated: September 21, 2019, 4:04 PM IST
દુનિયાનું પહેલું વજાઇના મ્યૂઝિયમ તૈયાર, આ તારીખે ખુલશે
આ મ્યૂઝિયમનું નામ વજાઇના મ્યૂઝિયમ છે.

લંડનમાં વજાઇના મ્યૂઝિયમ ખુલવા જઇ રહ્યું છે. વિશ્વનું આ પહેલું મ્યૂઝિયમ હશે. તે 16 નવેમ્બરના રોજ ખોલવામાં આવશે. આ મ્યૂઝિયમના સ્થાપક ફ્લોરેન્સ શેકટર છે.

  • Share this:
લંડનમાં ટૂંક સમયમાં એક મ્યૂઝિયમ ખુલવાનું છે, જેની તમામ જગ્યાએ ચર્ચા થાય છે. આ મ્યૂઝિયમનું નામ વજાઇના મ્યૂઝિયમ છે. વિશ્વનું આ પહેલું મ્યૂઝિયમ હશે. તે 16 નવેમ્બરના રોજ ખોલવામાં આવશે. આ મ્યૂઝિયમના સ્થાપક ફ્લોરેન્સ શેકટર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ મ્યૂઝિયમ બનાવવા માટે લગભગ 44 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ પૈસા ફ્લોરેન્સે ક્રાઉડફંડિંગ દ્વારા એકત્રિત કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેનો મોટા પ્રમાણમાં પ્રચાર કરવામાં આવ્યો છે. તેનું પોતાનું એક ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ અને વેબસાઇટ પણ છે. ફ્લોરેન્સ જણાવ્યું હતું કે આ ખાનગી ભાગ વિશે લોકોમાં ફેલાયેલી ગેરસમજોને દૂર કરવા માટે આ સંગ્રહાલય ખોલવામાં આવી રહ્યું છે.

જ્યારે પેનિસ મ્યૂઝિયમ વિશે ખબર પડી ત્યારે બનાવી આવી યોજના

સ્થાપક ફ્લોરેન્સએ વર્ષ 2017માં આ મ્યૂઝિયમ બનાવવાનું વિચાર્યું હતું. ત્યારબાદ તેઓએ શોધ્યુ કે પેનિસ બેઝ મ્યૂઝિમ આઇસલેન્ડમાં સ્થિત છે. આઇસલેન્ડિના મ્યૂઝિયમમાં તમામ પ્રાણીઓના પેનિસ ડિસ્પ્લે છે. ફ્લોરેન્સે વિચાર્યું કે ત્યાં પણ આવું જ એક મહિલાનું મ્યૂઝિયમ હોવું જોઈએ.

 ફ્લોરેન્સ જણાવ્યું હતું કે જે લોકો શરીરના આ ભાગ વિશે વાત કરવામાં ખચકાટ કરે છે, તેના પર વાત કરવામાં આવશે. ત્યા લોકોને વજાઇનાની સાથે-સાથે મહિલાઓને થતા વિવિધ રોગો અને સ્ત્રી શરીરરચના વિશે કહેવામાં આવશે. સ્થાપકો માને છે કે સ્ત્રી જનનાંગો વિશે વાત કરવામાં આવતી ખચકાટ દૂર થઈ જશે.

જો સ્ત્રી શરીરના ભાગની વાત કરવામાં આવે તો વજાઇનાએ એક ખૂબ શક્તિશાળી અંગ છે. તમે કદાચ નહીં જાણતા હોય.

આ મ્યૂઝિયમનો ઉદ્દેશ લોકોને યોનિમાર્ગ વિશે શિક્ષિત બનાવવાનો છે. આઇસલેન્ડમાં પેનિસ સમર્પિત મ્યૂઝિયમ જોયા પછી આ મ્યૂઝિયમ બનાવવામાં આવ્યું.
First published: September 21, 2019
વધુ વાંચો
अगली ख़बर