અહીંની સ્કૂલમાં જલદી શરુ થશે ફર્સ્ટ એઇડ કોર્સ, તમારા બાળકોને જરુર શિખવો

News18 Gujarati
Updated: September 15, 2019, 3:36 PM IST
અહીંની સ્કૂલમાં જલદી શરુ થશે ફર્સ્ટ એઇડ કોર્સ, તમારા બાળકોને જરુર શિખવો
ફર્સ્ટ એડ લોકોના જીવન બચાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

બાળકોને પ્રાથમિક સારવારની મૂળભૂત માહિતી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડ શાળાઓમાં ટૂંક સમયમાં પ્રાથમિક સારવાર અંગેનો કોર્સ શરૂ કરવાની તૈયારીમાં છે.

  • Share this:
દર વર્ષે સપ્ટેમ્બરના બીજા શનિવારે ફર્સ્ટ એઇડ ડે ઉજવવામાં આવે છે. ફર્સ્ટ એઇડ ડે અંગે લોકોને જાગૃત કરવા માટે વિશ્વભરમાં કાર્યક્રમો યોજવામાં આવે છે. તેનો હેતુ લોકોને ઘટનાઓ, અકસ્માત અને કટોકટી સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને કેવી રીતે નિપટવું તેની માહિતી આપવાનો છે. બાળકોને પ્રાથમિક સારવારની મૂળભૂત માહિતી આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઇંગ્લેન્ડની શાળાઓમાં ટૂંક સમયમાં પ્રાથમિક સારવાર અંગેનો કોર્સ શરૂ કરવાની તૈયારી છે. તમે આ માહિતી તમારા બાળકોને ફર્સ્ટ એઇડ સંબંધિત માહિતી પણ આપી શકો છો.

1. શ્વાસની ગેરહાજરીમાં

જો કોઈ તમારી સામે બેભાન અવસ્થામાં પડેલો હોય અને વારંવાર કોલ કર્યા પછી અથવા હાથ હલાવ્યા પછી પણ જવાબ ન આપે તો તરત જ તેને જમીન પર સુવડાવો. તપાસો કે તેનો શ્વાસ ચાલી રહ્યો છે કે નહીં. તેમના માથા પર હાછ ફેરવો અને છાતી પર દબાણ લાગુ કરો અને ઝડપથી ઘસો. છતા પણ વ્યક્તિ શ્વાસ લેતો નથી, તો કૃપા કરીને ઇમરજન્સી નંબર પર કોલિંગ કરી માહિતી આપો.

 2. શ્વાસ લઇ રહ્યો છે પરંતુ કોઇ જવાબ નથી

જો કોઈનો શ્વાસ ચાલુ છે, પરંતુ કોઇ પ્રતિક્રિયા આપતો નથી, તો પહેલા તેમને આરામથી બેસાડો. પછી તેમના માથાને પાછળ તરફ ફેરવો. આનાથી તેમને શ્વાસ લેવામાં સરળતા રહેશે.

3. વધુ રક્તસ્ત્રાવજ્યાં લોહી નીકળતું હોય ત્યાંથી રોકવાનો પ્રયાસ કરો. ઈજાની જગ્યાએ કોઇ કપડાને લગાવો અને તેને દબાવો અને લોહી બંધ કરવાનો પ્રયાસ કરો. તેમના ઘા પર થોડી ઠંડી વસ્તુ લગાવવાનો પ્રયત્ન કરો. તેનાથી લોહી બંધ થશે.4. જો તમને માથામાં ઈજા થાય તો

માથામાં ઈજા પણ જીવલેણ હોઈ શકે છે. માથામાં ઈજા થાય તો ઈજા ઉપર ઠંડી વસ્તુ લગાવો. તમે ઠંડા લીલા પાંદડાવાળા શાકભાજીને કપડામાં બાંધીને લગાવી શકો છો. તેમા સોજો ઓછો આવશે.
First published: September 15, 2019
વધુ વાંચો
अगली ख़बर