મહિલાની છૂટી ગઇ ફ્લાઇટ, બાળકની જેમ દોડી રનવે પર, વીડિયો વાયરલ

ફ્લાઇટ ડિપાર્ટ થવાના માત્ર 10 મિનિટ પહેલા મહિલા દોડતી-દોડતી બોર્ડિંગ ગેટની સિક્યોરિટી તોડી રનવે તરફ જતી રહી.

News18 Gujarati
Updated: November 21, 2018, 9:26 PM IST
મહિલાની છૂટી ગઇ ફ્લાઇટ, બાળકની જેમ દોડી રનવે પર, વીડિયો વાયરલ
ફ્લાઇટ ડિપાર્ટ થવાના માત્ર 10 મિનિટ પહેલા મહિલા દોડતી-દોડતી બોર્ડિંગ ગેટની સિક્યોરિટી તોડી રનવે તરફ જતી રહી.
News18 Gujarati
Updated: November 21, 2018, 9:26 PM IST
તમે ક્યારેય ફ્લાઇટ મિસ કરી છે ? જો કરી છે તો પછી શું કર્યું ? વધુમાં વધુ તમે માથે હાથ મૂકી ઘરે આવી ગયા હશો અને ગુસ્સે થયા હશો, પરંતુ ફ્લાઇટ છૂટી જવાથી તમે પ્લેન પાછળ દોડ્યા છો ? એક મહિલા પોતાની ફ્લાઇટ છૂટી જવા પર એટલી દુખી થઇ કે તે સિક્યોરિટી તોડી સીધી રનવે પર દોડવા લાગી હતી, મહિલાનો વીડિયો કોઇએ બનાવી ઇન્ટરનેટ પર મૂક્યો હતો જે વાયરલ બન્યો છે.

ચેનલ ન્યૂઝ એશિયાના રિપોર્ટ પ્રમાણે, હેના નામની આ મહિલાને રવિવારે આવનારી ગુરાહ રાય એરપોર્ટથી જકાર્તા માટે એક સિટીલિંગની ફ્લાઇટ લેવાની હતી, પરંતુ મહિલા ફ્લાઇટ ટેક ઓફ થવાના સમયે આવી નહીં અને તે ફ્લાઇટ ચૂકી ગઇ.

 


Loading...એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું કે મહિલા બોર્ડિંગ ગેર આવી જ નહીં, એરલાઇન્સ તરફથી મહિલાને ત્રણ વખત કોલ પણ કરવામાં આવ્યા હતા, પરંતુ તેણે એક પણ વખત કોલ રિસીવ કર્યો ન હતો. ત્યારબાદ ફ્લાઇટ ડિપાર્ટ થવાના માત્ર 10 મિનિટ પહેલા મહિલા દોડતી-દોડતી બોર્ડિંગ ગેટની સિક્યોરિટી તોડી રનવે તરફ જતી રહી.

વાયરલ વીડિયોમાં મહિલાને ફ્લાઇટ તરફ જવાનો પ્રયાસ કરી રહી છે, વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે બે સિક્યોરિટી ઓફિસર મહિલાને રોકવાનો પ્રયાસ કરી રહ્યાં છે, પરંતુ મહિલા એક બાળકની જેમ રડવા લાગે છે અને જીદ કરે છે. પછી જમીન પર પગ પછાડવા લાગે છે.

એરલાઇનના પ્રવક્તાએ આ ઘટનાની પુષ્ટી કરતાં જણાવ્યું કે સવારે સાત વાગ્યે 20 મિનિટ પર આ ફ્લાઇટ હતી અને મહિલાએ સાત વાગ્યે 10 મિનિટ પર બોર્ડિંગ ગેટ પર સિક્યોરિટી તોડી હતી. જો કે બાદમાં કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને અન્ય એક ફ્લાઇટમાં જકાર્તા મોકલવામાં આવી હતી.
First published: November 21, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...