Home /News /eye-catcher /Viral Video: મહિલાઓએ જીમમાં ટ્રેડમિલ પર કર્યા ગરબા! ઇન્ટરનેટ રહી ગયું દંગ, કહ્યું- આ બહુ ખતરનાક છે!
Viral Video: મહિલાઓએ જીમમાં ટ્રેડમિલ પર કર્યા ગરબા! ઇન્ટરનેટ રહી ગયું દંગ, કહ્યું- આ બહુ ખતરનાક છે!
વિડીયોમાં મહિલાઓ ટ્રેડમિલ પર ચાલતા ચાલતા ગરબાના સ્ટેપ્સ કરી રહી છે. (Image Credit: Instagram/Garba_world)
Garba on Treadmill: વિડીયોમાં ટ્રેડમિલ પર ચાલતા ગરબા કરતી મહિલાઓ (Women Performing Garba on Treadmill) જોઈ શકાય છે. તેમણે ટ્રેડિશનલ આઉટફિટ પહેર્યા છે અને એકદમ પરફેક્ટલી સ્ટેપ્સ કરી રહી છે.
Women Performing Garba on Treadmill: ગુજરાતીઓને ગરબાનું કેટલું ઘેલું છે અને ગરબા (Garba Lovers) રમવા માટે તેઓ કેટલા તત્પર હોય છે એ આખી દુનિયા જાણે છે. એટલે જ ગરબાના અવનવા વિડિયોઝ ઇન્ટરનેટ પર પણ વાયરલ (Garba Viral Videos) થતા જોવા મળે છે. પરંતુ તાજેતરમાં ગરબાનો જે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેને જોઈને લોકો ચોંકી ગયા છે. આ વિડીયોમાં મહિલાઓ ટ્રેડમિલ પર ચાલતા ચાલતા ગરબાના સ્ટેપ્સ (Women Performing Garba While Walking on a Treadmill) કરી રહી છે.
વિડીયોમાં જોઈ શકાય છે કે દરેક મહિલા ટ્રેડિશનલ આઉટફિટમાં છે. તેઓ એકદમ પરફેક્ટલી સ્ટેપ્સ કરી રહ્યા છે જેને જોઇને દરેક જણ મંત્રમુગ્ધ થઈ ગયું છે. આ વિડીયોને ગરબા વર્લ્ડ (Garba World) નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યારસુધીમાં 2 મિલિયનથી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. જો કે, ઇન્ટરનેટ પર યુઝર્સનું કહેવું છે કે જો કોઈએ બેલેન્સ ગુમાવ્યું હોત, તો આ ખતરનાક સાબિત થઈ શકતું હતું.
તમે અત્યારસુધીમાં ગરબાના બહુ બધા પર્ફોર્મન્સ જોયા હશે, પણ આ બધાથી અલગ છે કારણકે આ વિડીયોમાં ખેલૈયા ટ્રેડમિલ પર ડાન્સ કરી રહ્યા છે. એ વાતથી આશ્ચર્ય જરૂર થાય કે તેમણે ટ્રેડમિલ પર ગીત અને ગરબાનું આટલું અદ્ભુત સમન્વય કર્યું. તમે પણ જુઓ આ વિડીયો-
કેટલાક લોકોએ આ ખેલૈયાઓના ખૂબ વખાણ કર્યા, તો કેટલાક લોકો એ વાતને અવગણી ન શક્યા કે આ કેટલું જોખમી બની શકે તેમ હતું. એક યુઝરે લખ્યું, ‘ટ્રેડમિલ પર લહેંગો પહેરવો એકદમ અસુરક્ષિત!’ અન્ય એક યુઝરે લખ્યું, ‘આમ કરવું બહુ ખતરનાક છે. જો કપડું ફસાઈ જાત તો મોટી દુર્ઘટના ઘટી હોત.’ તમારું આ વિડીયોને લઇને શું માનવું છે?
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર