સંભોગ દરમિયાન પલંગ તૂટતા મહિલા થઇ લકવાગ્રસ્ત, પછી જાણો કોના પર કર્યો કેસ

આ ઘટના પછી મહિલાએ પલંગ બનાવનાર કંપની પર કેસ કરી નાખ્યો છે. ક્લેયરે કહ્યું આ પલંગ થોડા દિવસ પહેલા જ ખરીદ્યો હતો.

આ ઘટના પછી મહિલાએ પલંગ બનાવનાર કંપની પર કેસ કરી નાખ્યો છે. ક્લેયરે કહ્યું આ પલંગ થોડા દિવસ પહેલા જ ખરીદ્યો હતો.

 • Share this:
  દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડના બર્કશાયર શહેરમાં જ્યારે એક કપલનો સમાગમ વખતે પલંગ તૂટી ગયો તો અજીબોગરીબ સ્થિતિ સર્જાઈ હતી. પલંગ તૂટતાંની સાથે જ મહિલા જમીન પર પડી ગઈ અને તેના શરીરને લકવો મારી ગયો. અહીં રહેતા જોન માર્શલ બતાવે છે કે પહેલા તો તેમને આ પરિસ્થિતિ પર હસવું આવ્યું, પણ પછી ખબર પડી કે આ કેટલી ગંભીર વાત હતી. જોનની મહિલા સાથી ક્લેયરને પણ ગંભીર ઈજાઓ થઇ હતી.

  આ ઘટના પછી મહિલાએ પલંગ બનાવનાર કંપની પર કેસ કરી નાખ્યો છે. ક્લેયરે કહ્યું આ પલંગ થોડા દિવસ પહેલા જ ખરીદ્યો હતો. લંડન હાઇકોર્ટમાં આ મામલે સુનવણી દરમિયાન તેણીએ બતાવ્યું કે પલંગ ત્યારે તૂટી ગયો જયારે કપલ તેના પર સંબંધ બનાવી રહ્યું હતું અને મહિલા તેની પોઝિશન બદલાવી રહી હતી.

  જોન માર્શલે જજને બતાવ્યું,'ક્લેયરના પડ્યા પછી હું તેમને હસીને ઉભા થવા માટે કહેતો હતો પણ તેણી ગંભીર રીતે ઘાયલ હતી. હકીકતમાં બેડ પરથી પડ્યા પછી તેમના કરોડરજ્જુના હાડકામાં ઈજાઓ આવી હતી. મહિલાનો આરોપ છે કે આ દુર્ઘટના પલંગની ખામીને કારણે થઇ છે, જેને તેમણે એક અઠવાડિયા પહેલા જ ખરીદ્યો હતો.  ક્લેયરે આરોપ લગાવ્યો કે જયારે બેડ ડિલિવર કરાયો ત્યારથી તેમાં ખામી હતી. જોકે પલંગ બનાવતી આ કંપનીએ તમામ આક્ષેપોને નકાર્યા હતા. કંપનીનું કહેવું છે કે તેમણે એકદમ બરોબર સ્થિતિમાં પલંગ મોકલ્યો હતો.
  Published by:Sanjay Vaghela
  First published: