એવું તે શું થયુ કે કોમામાંથી બહાર આવતા જ યુવતીને મળ્યાં પ્રેગનેન્સીના સમાચાર

આ એક તરફની મેડિકલ કંડીશનના કારણે થાય છે જેને 'યુટેરસ ડિડલફિસ' કહેવાય છે. આમા મહિલાને બે યૂટેરેસ અને બે સર્વિક્સ હોય છે.

News18 Gujarati
Updated: February 23, 2019, 12:22 PM IST
એવું તે શું થયુ કે કોમામાંથી બહાર આવતા જ યુવતીને મળ્યાં પ્રેગનેન્સીના સમાચાર
આ એક તરફની મેડિકલ કંડીશનના કારણે થાય છે જેને 'યુટેરસ ડિડલફિસ' કહેવાય છે. આમા મહિલાને બે યૂટેરેસ અને બે સર્વિક્સ હોય છે.
News18 Gujarati
Updated: February 23, 2019, 12:22 PM IST
યુકેમાં એક અજીબો અજીબ ઘટના સામે આવી છે. જ્યાં 18 વર્ષની એક યુવતિ જ્યારે કોમામાંથી પાછી આવે છે ત્યારે તે ગર્ભવતી હતી અને તેને એક બાળકને જન્મ આપ્યો છે. કોમામા જવા પહેલાં તેણીને ખબર ન હતી કે તે ગર્ભવતી છે.

ઓલ્ડહેમાં રહેનારી એબોની સ્ટીવનસને અંદાજ પણ ન હતો કે તે ગર્ભવતી છે, પરંતુ તાજેતરમાં તે એક દિવસ જ્યારે તે ઊંઘવા ગઇ ત્યારે તેને માથાનો દુખાવો થયો. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તે કોમા આવી ગઇ હતી. તપાસ કરવા પર એવું જાણવા મળ્યું કે એબોની ગર્ભવતી હતી અને તે બાળકની ડિલીવરી કરવી જરુરી હતી.

બીબીસીના અહેવાલ મુજબ આ એક તરફની મેડિકલ કંડીશનના કારણે થાય છે જેને યુટેરસ ડિડલફિસ કહેવાય છે. આમા મહિલાને બે યૂટેરેસ અને બે સર્વિક્સ હોય છે. એબોની સાથે પણ આવું થયુ હતુ. આ વાતનો અનુભવ એટલે ન થયો કે બાળક તેના બીજા યૂટેરેસમાં હતુ. જ્યારે એક યૂટેરેસથી તેને પીરિયડ્સ આવતા રહ્યાં.આ ઘટનામાં યુવતી અને તેની માતા બંનેને આઘાત લાગ્યો હતો. જો કે, જ્યારે ડૉક્ટરોએ આ મામલો સમજાવ્યો ત્યારે તેઓએ બાળકોને ખુશીથી સ્વીકાર કર્યો.

એબોનીએ બાળકીને જન્મ આપ્યો છે, હવે તેના બાળક સાથે ખૂબ એન્જોય કરી રહી છે, બાળક પણ ખૂબ જ સ્વસ્થ છે.
First published: February 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...