મૉસ્કો: ડર અને સુરક્ષાને દાવ પર લગાવીને એડવેન્ટર (Adventure) કરનારા લોકો માટે આ સમાચાર કામના છે. રશિયામાં એક ઊંચા પહાડ (Russia High Cliff)ની ધાર પર લાગેલા ઝૂલાની ચેન તૂટી જતાં બે મહિલા હજારો ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે આ દુર્ઘટના બાદ બંને સુરક્ષિત છે. બંનેને થોડી ઈજા પહોંચી છે. હૃદય ધબકારા ચૂકી જાય તેવો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Viral video) થઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બનાવ રશિયાના દગિસ્તાન સ્થિત સુલાક કેન્યનનો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ બંને મહિલાઓ આશરે છ હજાર ફૂટની ઊંચાઈ પર એક ઝૂલાનો આનંદ માણી રહેલી છે. આ દરમિયાન આસપાસ અનેક લોકો પણ ઊભા છે. જ્યારે એક વ્યક્તિ બંને મહિલાઓને ઝૂલા પર બેસવામાં મદદ કરી રહ્યો છે. જે બાદમાં આ વ્યક્તિ ઝૂલાને ધક્કો મારતો નજરે પડે છે. ઝૂલો શરૂ થયાના થોડા સમયમાં એક બાજુની સાંકળ તૂટી જાય છે. જે બાદમાં બંને મહિલાઓ સીધી નીચે પડે છે.
કહેવામાં આવી રહ્યું છે કે પહાડના કિનારા પર લાકડાની એક પેનલ બનાવવામાં આવી હતી. જેના પગલે બંનેનો જીવ બચી ગયો હતો. ઝૂલાની બાજુમાં ઊભેલા લોકોએ બંને મહિલાઓને સુરક્ષિત બહાર કાઢી હતી. રિપોર્ટ્સ અનુસાર સ્થાનિક પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સ્થાનિક અધિકારીઓએ પણ સુરક્ષા વગર લાગેલા આ ઝૂલાને હટાવવાની તૈયારી શરૂ કરી છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ ઘટના અંગે જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Moment two women fell off a 6000-Ft cliff swing over the Sulak Canyon in Dagestan, Russia.
Both women landed on a narrow decking platform under the edge of the cliff & miraculously survived with minor scratches.
Police have launched an investigation. pic.twitter.com/oIO9Cfk0Bx
ગત જાન્યુઆરીમાં ઑસ્ટ્રિયામાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી. જ્યારે એક મહિલા 650 ફૂટની પહાડી પરથી નીચે પડી ગઈ હતી. જોકે, બરફને પગલે મહિલાને ફક્ત સામાન્ય ઈજા પહોંચી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર