મધ્ય-પ્રદેશના એક ગામમાં 45 વર્ષની એક મહિલાએ તેની જીભ કાપીને માતાજીને અર્પણ કરી દેતા લોકો આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. ગુડ્ડી તોમર નામની આ મહિલા દૂર્ગા માતાની ભક્ત છે અને આ ઘટના તરસામા ગામમાં બની હતી.
આ મહિલના પતિ રવિ તોમરે જણાવ્યું કે, જ્યારથી તેમના લગ્ન થા ત્યારથી તેની પત્નિ રોજ સવારે અને સાંજે માતાજીની પૂજા કરવા માટે જાય છે. અમારે ત્રણ સંતાનો છે. મારી પત્નિ માતા દૂર્ગાની અઠંગ ભક્ત છે. બુધવારે અચાનક તેણે પોતાની જીભ કાપીને માતાને ધરી દીધી હતી.
આ ઘટના માતાજીના મંદિરમાં જ બની હતી. આ ઘટના બની ત્યારે ઘણા લોકો ત્યાં હાજર હતા. લોકોએ આ મહિલાને જિલ્લાની હોસ્પિટલ લઇ ગયા હતા. મહિલાની સારવાર ચાલી રહી છે. આ ઘટના વિશે પોરસા પોલિસ સ્ટેશનના અધિકારી અતુલ સિંઘે જણાવ્યું કે, આ મહિલા પોતાની શ્રદ્ધા અને માન્યતાને લઇને આ પગલુ ભર્યું છે.
જો કે આ કોઇ પહેલી ઘટના નથી. 2016ના વર્ષમાં 11 વર્ષની છોકરીએ ચાકુ વડે તેની જીભ કાપી નાંખી હતી અને ભગવાન શંકરને અર્પણ કરી હતી. આ ઘટના છત્તિસગઢના રાયગઢ જિલ્લામાં બની હતી. રાયગઢમાં આ અગાઉ પણ ત્રણ છોકરીઓએ જીભ કાપી અર્પણ કરી હતી અને ગામલોકોએ એવો દાવો કર્યો હતો કે તે તમામ છોકરીએ કોઇ સારવારની જરૂર પડી નહોતી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર