કમરમાં દુઃખાવાની ફરિયાદ બાદ મહિલાની કિડનીમાંથી નીકળ્યા 3000 સ્ટૉન

News18 Gujarati
Updated: July 26, 2018, 3:09 PM IST
કમરમાં દુઃખાવાની ફરિયાદ બાદ મહિલાની કિડનીમાંથી નીકળ્યા 3000 સ્ટૉન

  • Share this:
ચીનમાં એક 56 વર્ષિય મહિલાએ કમરમાં અસહ્ય દુખાવો થતા તે તાત્કાલિક હોસ્પિલ પહોંચી હતી. ડોકટરે તપાસ કરી તો તેની કિડનીમાં સ્ટોન હોવાનું માલુમ પડ્યુ હતુ. જ્યારે ઓપરેશન થયુ અને ડોકટરોએ કિડનીમાંથી તમામ સ્ટોન કાઢ્યા ત્યારે ડોકટરની ટીમ પણ ચોકી ગઇ હતી. કારણ કે મહિલાના શરીરમાંથી કાઢવામાં આવેલા સ્ટોનની સંખ્યા 3000 હતી. મળી

આ ઘટના ચીનના જીયાંગસુ વિસ્તારની છે. વુજીન હોસ્પિટલમાં મહિલાને સારવાર આપવામાં આવી રહી છે. આ મહિલાએ છેલ્લા એક અઠવાડિયાથી કમરમાં દુખાવો થઇ રહ્યો હતો આથી તેઓ હોસ્પિટલ પહોંચી હતી.

ડોકટોએ તપાસ કરતા માલુમ પડ્યુ હતુ કે મહિલાની જમણી કિડનીમાં સ્ટોનના થર જામી ગયા છે. ડોકટરોએ ઓપરેશન કરીને સ્ટોન બહાર કાઢ્યા બાદ જુનિયર ડોકટરોને તેની ગણતરી કરવામાં એક કલાક લાગી હતી. મહિલાના શરીરમાં કુલ 2980 સ્ટોન નીકળ્યા હતા.

ઘણા લાંબા સમયથી સ્ટોન(પથરી)ની બીમારીથી પીડાતા મસિસ જાંગને સપનામાં ખબર ન હતી કે તેમના શરીરમાં આટલા બધા સ્ટોન હશે.

ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પ્રમાણે, મહારાષ્ટ્રના ધનરાજ વાડીલેના શરીરમાંથી સૌથી વધારે એક લાખ 1,72,155 સ્ટોન કાઢવામાં આવ્યા હતા.
First published: July 26, 2018, 3:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading