OMG.! આ 'ગંદા' કામમાં તો પુરુષોને પાછળ પાડે છે મહિલાઓ

News18 Gujarati
Updated: August 28, 2018, 3:33 PM IST
OMG.! આ 'ગંદા' કામમાં તો પુરુષોને પાછળ પાડે છે મહિલાઓ
પ્રતિકાત્મક તસવીર

જ્યાં વિજ્ઞાન, રમતગમત, આઇટી જેવા અનેક ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષો કરતા પણ આગળ નીકળી રહી છે ત્યારે એક એવો રિપોર્ટ આવ્યો છે. જેના આંકડા જાણીને તમને નવાઇ લાગશે.

  • Share this:
જ્યાં વિજ્ઞાન, રમતગમત, આઇટી જેવા અનેક ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષો કરતા પણ આગળ નીકળી રહી છે ત્યારે એક એવો રિપોર્ટ આવ્યો છે. જેના આંકડા જાણીને તમને નવાઇ લાગશે. રિપોર્ટ પ્રમાણે દારૂ પીવાના મામલામાં મહિલાઓ પુરુષોને પાછળ પાડતી દેખાય રહી છે. દુનિયાભરના લોકો એવા ભ્રમમાં જીવી રહ્યા છે કે પુરુષોની તુલનામાં મહિલાઓ ઓછો દારુ પીવે છે. આ રિપોર્ટ મહિલાઓના જન્મ વર્ષ 1991થી 2000 વચ્ચે થયો છે. તેઓ દારુ પીવના તુલનામાં પુરુષોને ભારે ટક્કર આપી રહી છે. જે પુરુષોને ટૂંકસમયમાં પાછળ પાડી દેશે.

મહિલામાં વધી રહેલા દારૂના ચલણની ખરાબ અસર પણ સામે આવી રહી છે. અમેરિકાના સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2000થી 2015 વચ્ચે સિરોસિસના કરાણે મરનારી મહિલાઓની સંખ્યા 57 ટકા વધી છે. આમ સમાવેશ મહિલાઓની ઉંમર 45થી 64 વર્ષની છે.

રિપોર્ટમાં 25થી 44 વર્ષની મહિલાઓના આંકડાનો પણ ઉલ્લેખ છે. સિરોસિસના કરાણે મરનાર આ શ્રેણીની મહિલાઓના આંકડાઓમાં 18 ટકાનો વધારો થયો છે. આ ઉપરાંત રિપોર્ટમાં એ આંકડાઓ અંગે પણ જણાવ્યું છે જેમાં દારુના ઓવરડોઝના કારણે મહિલાઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી હોય. આ આંકડાઓમાં પણ ઝડપથી વધારો નોંધાયો છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે પુરુષોની તુલનામાં મહિલાઓ ઉપર દારૂની ખરાબ અસર વધારે થાય છે. આ પાછળ મુખ્ય કારણ આલ્કોહોલ ડિહાઇડ્રોગેનેજ (એચડીએચ) છે. દારૂ પીછા પછી મહિલાઓના શરીરમાંથી નીકળનારા આલ્કોહોલ ડિહાઇડ્રોગેનેજનું પ્રમાણે સમીતિ હોય છે.

એડીએચ લીવરની બહાર નીકળે છે જે માણસના શરીરમાં આલ્કોહોલને નબળું પડવાવાળા તત્વના રૂપમાં કામ કરે છે. મહિલાોના શરીરમાં પાણીની માત્ર કરતા ચરબીની માત્રા વધારે હોય છે. જેના કરાણે દારૂ મહિલાઓ ઉપર વધારે અસર પાડે છે. શરીરમાં હાજર પાણી દારૂના અસરને બેઅસર કરવા માટેનું કામ કરે છે. જ્યારે શરીરની ચરબી દારૂની અસરને બનાવી રાખે છે.
First published: August 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading