ફ્લાઇટમાં એક્સ્ટ્રા સામાનના પૈસા બચાવવા માટે મહિલાએ કર્યું આવું કામ

News18 Gujarati
Updated: October 19, 2019, 4:34 PM IST
ફ્લાઇટમાં એક્સ્ટ્રા સામાનના પૈસા બચાવવા માટે મહિલાએ કર્યું આવું કામ
મહિલાએ શૅર કરેલી તસવીર

ચેક-ઇન કરતા સમયે તેની સૂટકેસનું વજન 9.5 કિલોગ્રામ થયું હતું. જ્યારે એરલાઇન્સમાં યાત્રીઓ સાથે 7 કિલોગ્રામ સુધી જ વજન નિઃશુલ્ક લઇ જવાની છૂટ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સામાન્ય રીતે વિમાનમાં (Flight) યાત્રીઓની સાથે લઇ જનારા સામાનના વજનની મર્યાદા નક્કી હોય છે. જો યાત્રીઓ નક્કી કરાયેલા વજનથી થોડું પણ વધુ વજન વધારે હોય છે તો (Extra baggage fees)એક્સ્ટ્રા પૈસા ચૂકવવા પડે છે. પરંતુ કેટલાક યાત્રીઓ આ એક્સ્ટ્રા બેગેજ ફી બચાવવા માટે નવી નવી તરકીબ અજમાવે છે. આવી જ એક તરકીબ ફિલિપાઇન્સની (Philippines)મહિલાએ અપનાવી હતી. તેણીએ એક્સ્ટ્રા બેગેજ ફી્સ બચાવવા માટે પોતાની સૂટકેસમાંથી. 2.5 કિલોગ્રામ વજનના કપડા કાઢીને પહેરી લીધા હતા. તેણીની આ તરકીબ કામ પણ કરી ગઇ હતી.

એક્સ્ટ્રા બેગેજ ફી બચાવવાની આ તરકીબ અપનાવનાર ફિલિપાઇન્સની ગેલ રોડ્રિગુયેજ નામની મહિલા છે. તેણીએ 2 ઑક્ટોબરે આ અંગે ફેસબુક ઉપર એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેણીએ એક તસવીર શૅર કરી હતી. જેમાં તેણીએ લખ્યું હતું કે, એરલાઇન્સની ફ્લાઇટથી યાત્રા કરવા માટે તેઓ એરપોર્ટ ઉપર પહોંચી હતી. તેણી પાસે કપડાં ભરેલી સૂટકેસ હતી.

આ પણ વાંચોઃ-વડોદરાઃ પ્રસૂતિ સમયે મહિલાના ગુપ્તાંગમાં પેડ મૂકી બહાર કાઢવાનું ભૂલી ગયા ડૉક્ટર

ચેક-ઇન કરતા સમયે તેની સૂટકેસનું વજન 9.5 કિલોગ્રામ થયું હતું. જ્યારે એરલાઇન્સમાં યાત્રીઓ સાથે 7 કિલોગ્રામ સુધી જ વજન નિઃશુલ્ક લઇ જવાની છૂટ હતી. આ ઉપરના સામાન માટે વધારે ફી ચૂકવવાની હોય છે. આવું જ એરલાઇન્સના કર્મચારીઓએ ગેલ સાથે કર્યું હતું. તેણી પાસે એક્સ્ટ્રા ફી માંગી હતી. પરંતુ ગેલે આનાથી ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચોઃ-અહીં પૈસા લગાવનારનો એક રૂપિયો પણ નહીં ડૂબે, મળશે વધારે ફાયદો

ગેલે એક્સ્ટ્રા ફી ચૂકવવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ગેલે નવી તરકીબ શોધી કાઢી હતી. પોતાની સૂટકેસ ખોલી અને આશરે 2.5 કિલો વજનના કપડા પહેરી લીધા હતા. જેમાં પાંચ જોડી પેન્ટ અને ટીશર્ટ અને શર્ટ હતા. ત્યારબાદ સૂટકેસનું ફરીથી વજન કરાવ્યું હતો તે નક્કી કરેલા વજનથી ઓછું થયું હતું.આ પણ વાંચોઃ-ભાઈને થયો સગી બહેન સાથે પ્રેમ, પત્ની બનાવી, બંને ઘરેથી ભાગી ગયા અને....

ત્યારબાદ એરલાઇન્સે તેને યાત્રા કરવાની મંજૂરી પણ આપી હતી. આ સમગ્ર ઘટનાનો ઉલ્લેખ ગેલે પોતાના ફેસબુક ઉપર કર્યો હતો. આ તસવીર સોશિલય મીડિયા (social media )ઉપર ભારે વાયરલ થઇ રહી છે.
First published: October 19, 2019, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading