Home /News /eye-catcher /અજાણ્યા પુરુષ સાથે રોમેન્ટિક હોલિડે પર વિદેશ ગઈ મહિલા, પરત ફર્યા બાદ મળ્યો ઝટકો

અજાણ્યા પુરુષ સાથે રોમેન્ટિક હોલિડે પર વિદેશ ગઈ મહિલા, પરત ફર્યા બાદ મળ્યો ઝટકો

તાજેતરમાં એક મહિલાએ તેનો વિચિત્ર ડેટિંગ અનુભવ (Weird Dating Experience) શેર કર્યો (પ્રતિકાત્મક તસવીર)

ટિકટોકર એબી (Abby) ટિકટોક પર @abgag1111ના નામથી પ્રખ્યાત છે. તેણે તાજેતરમાં જ લોકો સાથે તેના અંગત જીવન સાથે સંકળાયેલો એક આશ્ચર્યજનક અનુભવ શેર કર્યો હતો

  ઓનલાઇન ડેટિંગ (Online Dating) ના યુગમાં દરેકને સંબંધોમાં દરેક પડાવ ઝડપથી પાર કરવાની ઉતાવળ હોય છે. આવી પરિસ્થિતિમાં, યુગલો એકબીજાને સંપૂર્ણપણે સમજે તે પહેલાં ગાઢ સંબંધો બનાવે છે, જેનો તેઓ પોતે ભોગ બને છે. તાજેતરમાં એક મહિલાએ તેનો વિચિત્ર ડેટિંગ અનુભવ (Weird Dating Experience) શેર કર્યો હતો જે આ જ હકીકત સાથે જોડાયેલો છે. હકીકતમાં, મહિલા એક અજાણી વ્યક્તિ સાથે રોમેન્ટિક હોલિડે (Woman Went on Holiday With Stranger) ઉજવવા ગઈ હતી, પરંતુ તેને ખબર નહોતી કે તે વ્યક્તિ ખરેખર તેની પાસેથી શું ઇચ્છે છે.

  ટિકિટોકર એબી(Abby) ટિકટોક પર @abgag1111ના નામથી પ્રખ્યાત છે. તેણે તાજેતરમાં જ લોકો સાથે તેના અંગત જીવન સાથે સંકળાયેલો એક આશ્ચર્યજનક અનુભવ શેર કર્યો હતો. તેણે કહ્યું કે તે એકવાર ટિન્ડર(Woman Went on Holiday with Tinder Date) ડેટિંગ એપ્લિકેશન (Dating application) પર એક પુરુષને મળી હતી.  આ પણ વાંચો: જામનગર: સગાઇ તૂટી જતા રોશે ભરાયો મંગેતર, પછી જે કર્યું એ જાણીને ચોંકી જશો તમે !!

  થોડા દિવસોની વાતચીત પછી, તે વ્યક્તિએ તેને મેક્સિકોની સફરની ઓફર કરી. એબીએ તે માણસને પૂછ્યું કે તેઓ થોડા દિવસો પહેલા જ કનેક્ટ થયા છે અને બંને હજી સુધી એકબીજાને મળ્યા નથી, તેથી શું સાથે જવું સારું રહેશે. પછી તે વ્યક્તિએ તેની ખૂબ મનાવી અને તે તેમની સાથે રોમેન્ટિક હોલીડે પર ગઈ.

  આ પણ વાંચો: OMG! મહિલાએ 1 વર્ષમાં કરી 8 લાખથી વધુની બચત! જણાવી બચત કરવાની ગજબ રીત

  રજા પરથી પરત ફરતા જ આ વ્યક્તિએ કર્યું બ્રેકઅપ
  એબીએ કહ્યું કે બંને મેક્સિકોની આસપાસ ખૂબ ફર્યા હતા. તેમણે ઘણા ફોટા ક્લિક કર્યા. બોટ ટ્રિપ અને ઘણી રોમેન્ટિક ક્ષણો પણ શેર કરવામાં આવી હતી. એબીએ કહ્યું કે તેની એક અઠવાડિયાની રજા રોમેન્ટિક વાર્તા જેવી લાગતી હતી, પરંતુ તે બંને ઘરે પાછા ફરતાં જ તે વ્યક્તિએ એબીને કહ્યું, "સાથે ચાલવા બદલ આભાર, પરંતુ આપડી વચ્ચે સંબંધ નહીં ચાલી શકે." આ કહીને તેણે થોડા દિવસો બાદ એબી સાથે બ્રેકઅપ કર્યું હતું (Woman Breakup with Stranger in few Days).

  આ પણ વાંચો: Viral Video: Alia Bhattએ Saif Ali Khan નાં દીકરાને કર્યો રિજેક્ટ, આપ્યા માઇનસમાં માર્ક્સ

  લોકોએ એબીને કરી ટ્રોલ
  ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ એબીના વીડિયોને 10 મિલિયન વધુ વ્યૂઝ મળ્યા છે અને અડધાથી વધુ લોકો તેને મૂર્ખ ગણાવી રહ્યા છે. કેટલાક કહે છે કે તે વ્યક્તિ ફક્ત રજાઓ દરમિયાન એક મહિલા સાથે સંબંધ રાખવા માંગતો હતો તેથી તે તેને વેકેશન પર લઈ ગયો.  જ્યારે અન્ય એક વ્યક્તિએ કહ્યું કે એબીએ તેના જીવનની સૌથી મોટી ભૂલ કરી કારણ કે તે વ્યક્તિ ગુનેગાર હોઈ શકે છે. ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે શખ્સે એબીના શરીરનો કોઈ ભાગ ન વેચવા બદલ ભગવાનનો આભાર માનવો જોઈએ. અજાણ્યા વ્યક્તિ સાથે રજા પર જવા બદલ દરેક એબીની ટીકા કરી રહ્યા છે. જોકે એબીએ અન્ય એક વીડિયોમાં કહ્યું હતું કે તેઓ બંને અત્યારે સંપર્કમાં છે અને મિત્રો બની ગયા છે.
  Published by:Riya Upadhay
  First published:

  Tags: Bizzare Stories, OMG News, Online dating, TikToker, અજબગજબ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन