સળંગ સાત દિવસ મોબાઈલ ચલાવતી રહી મહિલા, હાથની થઈ ગઈ ખરાબ હાલત

News18 Gujarati
Updated: October 28, 2018, 10:23 PM IST
સળંગ સાત દિવસ મોબાઈલ ચલાવતી રહી મહિલા, હાથની થઈ ગઈ ખરાબ હાલત
માત્ર ઉંઘવાના સમયે મોબાઈલ સાઈડમાં રાખતી હતી.

માત્ર ઉંઘવાના સમયે મોબાઈલ સાઈડમાં રાખતી હતી.

  • Share this:
મોબાઈલ ફોનનો સળંગ લાંબા સમય માટે ઉપયોગ કરવો નુકશાનકારક છે, આ વાત તો તમે સાંભળી હશે, પરંતુ હાલમાં જ ચીનમાં એક મહિલા સાથે કઈંક આવું જ બન્યું. સળંગ સાત દિવસ સુધી મોબાઈલ પકડેલો રાખવાથી તેના એક હાથની ખરાબ હાલત થઈ ગઈ.

ચીનની એક સમાચાર વેબસાઈટ સંઘાઈસ્ટ અનુસાર, હુનાનના ચંગાસામાં એક મહિલાએ સળંગ સાત દિવસ સુધી મોબાઈલ ચલાવ્યો, જેથી તેના હાથની આંગળીઓ હવે સીધી નથી થઈ શકતી.

રિપોર્ટ અનુસાર, મહિલાએ એક અઠવાડીયાની રજા લીધી હતી. આ દરમ્યાન તે પોતાના મિત્રો સાથે ચેટિંગ કરતી રહી. મહિલા સાત દિવસ સુધી સલંગ મોબાઈલનો ઉપયોગ કરતી રહી. માત્ર ઉંઘવાના સમયે મોબાઈલ સાઈડમાં રાખતી હતી.

રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, ફોન મોંઘો હોવાના કારણે તે હંમેશા પોતાના હાથમાં જ રાખતી હતી. જેથી મોબાઈલ સળંગ પકડી રાખવાના કારણે મહિલાના હાથમાં દર્દ થવા લાગ્યું, ત્યારે તેને અહેસાસ થયો કે, તેની આંગળીઓ સીધી નથી થઈ રહી. ત્યારબાદ મહિલાએ હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું, જ્યાં ડોક્ટરોએ તેને કેટલીક દવા આપી, તેના હાથને હાલમાં સારો કરી દીધો છે, પરંતુ વદારે મોબાઈલ ન પકડી રાખવાની પણ સલાહ આપી.

મોબાઈલનો ઉપયોગ તો આજકાલ દરેક લોકો કરે છે, પરંતુ તમે પણ વધારે મોબાઈલ ચલાવો છો તો અત્યારથી જ ચેતી જજો, કારણ કે, બહુ કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ નુકશાનકારક સાબિત થઈ શકે છે.
First published: October 28, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading