Video: રાત્રે ડરામણા અવાજોથી મહિલા હતી પરેશાન, ગાર્ડનના CCTV ફુટેજ જોતાં ઉડ્યા હોશ

મહિલાને CCTV ફુટેજમાં એક આકૃતિ ફરતી જોવા મળી, ગાર્ડનમાં બાંધેલી ઘોડી પણ ડરી ગઈ, જુઓ Viral Video

મહિલાને CCTV ફુટેજમાં એક આકૃતિ ફરતી જોવા મળી, ગાર્ડનમાં બાંધેલી ઘોડી પણ ડરી ગઈ, જુઓ Viral Video

  • Share this:
    વોશિંગટનઃ સોશિયલ મીડિયા (Social Media) પર અનેકવાર લોકો અજબ-ગજબ ઘટનાઓના વીડિયો શૅર કરતા રહે છે. આવો જ એક વીડિયો (Viral Video) રેડિટ પર પણ ઘણી ચર્ચામાં છે. આ વીડિયોને શૅર કરનારી એક મહિલા છે. આ મહિલાને થોડા દિવસો પહેલા પોતાના ઘરની પાછળના ગાર્ડનમાંથી કેટલાક અજબ ગજબ પ્રકારના અવાજો આવી રહ્યા હતા. જ્યારે તેણે સીસીટીવી કેમેરાના ફુટેજ (CCTV Camera Footage) જોયા તો તેના હોશ જ ઊડી ગયા.

    ‘ડેઇલી સ્ટાર’ના એક રિપોર્ટ મુજબ, રેડિટ યૂઝર Crazyturtlemamaએ થોડા દિવસો પહેલા એક વીડિયો શૅર કર્યો છે અને તેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. આ વીડિયો યૂઝરના ઘરમાં લાગેલા સિક્યુરિટી કેમેરાના ફુટેજ (Security Camera Footage)નો છે. વીડિયોમાં ઘરની પાછળના ગાર્ડન (Garden)માં એક અજબ પ્રકારની આકૃતિ આંટા મારતી જોવા મળી રહી છે. અનેક રેડિટ યૂઝર્સ તેને ‘ઘોસ્ટ વીડિયો’ (Ghost Video) કહી રહ્યા છે જ્યારે અનેક તેને પ્રકાશના કારણે ઊભો થયેલો ભ્રમ કહી રહ્યા છે.
    Can you see in the beginning, the ghost in the upper right corner? Even the horse in the middle left by the tree turns to look at it. from r/Ghosts

    આ પણ વાંચો, ટોળું ટ્રક ડ્રાઇવર પર તૂટી પડ્યું, ગુપ્તાંગ પર અનેક ઈજાઓ થતાં 3 દિવસ બાદ મોત

    વીડિયોમાં જોવા મળી આકૃતિ

    મહિલા યૂઝરના જણાવ્યા મુજબ ત વોશિંગટનની પાસે એક કન્ટ્રી સાઇડ વિસ્તારમાં રહે છે, જ્યાં તેના ઘરની પાછળ જાનવરો માટે ઘાસચારો રાખવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ ઘાસચારા રાખવાની જગ્યાથી અનેક સપ્તાહોથી રાત્રે અજબ પ્રકારનો અવાજ આવી રહ્યા હતા એન તેની ઘોડી પણ ખૂબ ડરેલી જોવા મળી રહી હતી. એવામાં તેણે ચેક કરવા માટે ઘરના એ વિસ્તારમાં પણ એક સીસીટીવી કેમેરો (CCTV Camera) લગાવી દીધો હતો.

    આ પણ વાંચો, ડ્રાઇવિંગ લાઇસન્સ, રજિસ્ટ્રેશનથી લઈને ઇ-ચલણ સુધી બદલાઈ ગયા આ નિયમ, આજથી થયા લાગુ

    મહિલાના જણાવ્યા મુજબ, તેણે ફુટેજ (CCTV Footage) ચેક કર્યા તો તેણે અજબ પ્રકારની આકૃતિ આંટા મારતી જોવા મળી. તેણે કહ્યું કે તે ઘણી ડરી ગઈ છે અને સમજી નથી શકતી કે હવે શું કરવું જોઈએ. મહિલાના જણાવ્યા મુજબ, તેના ઘરનો દરવાજો બંધ હતો અને કોઈ માણસ ત્યાં હોવાની શક્યતા નથી. જોકે અનેક રેડિટ યૂઝર્સના જણાવ્યા મુજબ CCTV ફુટેજમાં અનેકવાર આ પ્રકારની આકૃતિઓ જોવા મળી રહે છે તેને ‘ટ્રાન્સલ્યૂસૈંટ ઇફેક્ટ’ કહે છે, તે માત્ર પ્રકાશના એંગલના કારણે થાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: