Weird: પોતાને જાદુગરની માને છે સ્ત્રી, 4 વર્ષની ઉંમરથી ભૂત-પ્રેત સાથે છે સંબંધ

શૈલી માયેસ (Shelley Mayes) નામની મહિલાનુ કહેવુ છે કે, તે પોતે ચુડેલ (Self-proclaimed witch) છે (Credit- Lincolnshire Echo/James Turner)

ajab gajab news- શૈલી માયેસ (Shelley Mayes) નામની મહિલાનુ કહેવુ છે કે, તે પોતે ચુડેલ (Self-proclaimed witch) છે અને બાળપણથી ભૂત-પ્રેત સાથે સંકળાયેલી છે. તે કહે છે કે ભૂતો સાથે તેની ખૂબ મિત્રતા પણ છે

  • Share this:
    લોકો ભૂત-પ્રેતના નામ સાંભળીને જ ડરે છે, પરંતુ જો કોઈ કહે કે તેઓ ભૂત-પ્રેતથી સારી રીતે પરિચિત છે અને તેના મિત્રો છે તો તમારી પ્રતિક્રિયા શું હશે? કાં તો તમે તે વ્યક્તિને પાગલ માનશો અથવા તમે ડરીના માર્યા ત્યાંથી ચાલ્યા જશો. ઈંગ્લેન્ડ (England)માં લિંકનશાયર (Lincolnshire)ની 53 વર્ષીય મહિલા પણ આવું જ કહે છે. જાદુટોણા (Wichcraft)માં માહિર માયેસ કહે છે કે તે 4 વર્ષની હતી ત્યારથી ભૂતો સાથે મિત્રતા ધરાવે છે.

    53 વર્ષીય શૈલી મેસ હોર્નકેસલ (Horncastle)માં જાદુ-ટોણા (Wichcraft Practice)ની શોપ ચલાવે છે અને તેને ત્યાં એક તિલિસ્મી દુનિયા બનાવી છે. જ્યાં તેના જેવા અન્ય જાદુગરની પણ આવે છે. સાથે મળીને તેઓ જાદુટોણા અને ભૂતની વાત કરે છે. લિંકનશાયર લાઇવ સાથે વાત કરતાં શૈલી માયેસ સમજાવે છે કે તેને લાગે છે કે તેનો જન્મ એક અલગ યુગમાં થવો જોઈતો હતો, જ્યાં લોકો તેની વાતે સમજી શકત.

    8-9 વર્ષની ઉંમરથી શીખી જાદુ

    શૈલીના મતે, જ્યારે બાળકો તેનો અર્થ પણ સમજી શકતા નથી ત્યારે તેમણે ટેરો કાર્ડ વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે 8-9 વર્ષની ઉંમરે લોકોની હથેળીઓ વાંચવાનું જ્ઞાન મેળવ્યું હતું. તે જાણતી હતી કે ક્રિસ્ટલ બોલ દ્વારા વસ્તુઓ કેવી રીતે જાણી શકાય છે. તે કહે છે કે તે પહેલી વાર તે આત્માને ૪ વર્ષની ઉંમરે મળી હતી અને ડરી ગઈ હતી. તે એમ પણ કહે છે કે તેના ઘરમાં એક મોટો બગીચો હતો જ્યારે તે ત્યાંથી તેના ચંપલ નીચે ફેંકતી , ત્યારે ચંપલ પાછા આવી જતા જ્યારે ત્યાં કોઈ રહેતું ન હતું.

    આ પણ વાંચો - ટાયર ટ્યૂબમાં ફસાયો બેબી હાથી, ભાગીને આવી માતા, video જોઈ થઈ જશો ભાવુક

    અનોખી જાદુઈ દુકાન ખોલી

    તેમને એક ગિફ્ટ શોપ ખોલી જ્યાં ક્રિસ્ટલ, જડીબુટ્ટીઓ અને ઝવેરાત મળી છે. માયેસ કહે છે કે, હોર્નકેસલમાં આ વસ્તુઓ એકદમ સ્વીકાર્ય છે. એવા ઘણા લોકો છે જે દુકાન પાસેથી પસાર થવામાં પણ ડરે છે. માયેસ સિવાય બીજી પણ મહિલાઓ છે જે સાથે મળીને લોકોને તેમના ભવિષ્યનું વિઝન આપે છે. તેમની દુકાનમાં એક વેદી પણ છે, જ્યાં તેઓ બેસીને લોકોને તેમના ભવિષ્ય વિશે કહે છે, તેમની ઇચ્છાઓ પૂર્ણ કરવાના માર્ગો સૂચવે છે. તે કહે છે કે તેનો પરિવાર તેને તેના કામમાં સિરાથન આપે છે અને સમજે છે કે તેને જાદુટોણાની દુનિયામાં રસ છે.
    Published by:Ashish Goyal
    First published: