Home /News /eye-catcher /OMG! મહિલાએ 1 વર્ષમાં કરી 8 લાખથી વધુની બચત! જણાવી બચત કરવાની ગજબ રીત

OMG! મહિલાએ 1 વર્ષમાં કરી 8 લાખથી વધુની બચત! જણાવી બચત કરવાની ગજબ રીત

આ મહિલાએ એક વર્ષમાં આઠ લાખ

ઈંગ્લેન્ડના બ્રેકનેલ (Bracknell, England)માં રહેતી 35 વર્ષીય નાડિન બેરેટ (Nadine Barrett) આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેઓ લાઇફ કોચ અને સામાજિક કાર્યકર છે અને તાજેતરમાં જ તેમને ખુલાસો કર્યો હતો કે બચતની કેટલીક સરળ રીતે તેમને માત્ર 1 વર્ષમાં 8 લાખ રૂપિયા (Woman Save 8 lakh rupees in 1 year)થી વધુની બચત કરી છે.

વધુ જુઓ ...
દુનિયાની દરેક વ્યક્તિ પોતાની સંપત્તિ વધારવામાં લાગી ગઈ છે. પરંતુ પૈસા વધારવામાં બચત સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે જે વ્યક્તિને વધુ પગાર મળે છે તે પણ જો બચત ન કરે તો ટૂંક સમયમાં રસ્તા પર આવી શકે છે. લોકો ઘણીવાર ઇન્ટરનેટ પર બચત કરવાની રીતો (Tricks to Save Money) શોધે છે.

નિષ્ણાતો જુદી જુદી રીતો સમજાવે છે, પરંતુ કેટલીક વાર તેમને અનુસરવું ખૂબ મુશ્કેલ હોય છે. પરંતુ તાજેતરમાં એક મહિલાએ લોકોને બચતની યુક્તિઓ (Woman Shares Simple Tricks for Saving) વિશે જણાવ્યું છે કે તમે આ મહિલાની જેમ વર્ષે લાખો રૂપિયાની બચત કરી શકો છો.

ઈંગ્લેન્ડના બ્રેકનેલ (Bracknell, England)માં રહેતી 35 વર્ષીય નાડિન બેરેટ (Nadine Barrett) આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેઓ લાઇફ કોચ અને સામાજિક કાર્યકર છે અને તાજેતરમાં જ તેમને ખુલાસો કર્યો હતો કે બચતની કેટલીક સરળ રીતે તેમને માત્ર 1 વર્ષમાં 8 લાખ રૂપિયા (Woman Save 8 lakh rupees in 1 year)થી વધુની બચત કરી છે. લોકો નાડિનની યુક્તિઓ જાણીને ખૂબ પ્રભાવિત થયા છે અને તેઓ તેનો ઉપયોગ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે.

આ પણ વાંચો: Vicky kaushal-Katrina Kaif નાં લગ્ન પછી ચાવાળાની તસવીર કેમ થવા લાગી વાયરલ, સલમાન ખાન સાથે છે ખાસ કનેક્શન

મહિલાએ કહ્યું, 'મને પૈસા બચાવવાનો શોખ છે'
સન વેબસાઇટના રિપોર્ટ મુજબ નાડિને કહ્યું હતું કે તેણે 1 વર્ષ પહેલા ક્રિસમસ માટે પોતાની ગિફ્ટ ખરીદી લીધી હતી. એટલું જ નહીં, તે ઓનલાઇન સર્વેક્ષણોમાં પણ વ્યાપક પણે ભાગ લે છે જેમાં તેમને પૈસા મળે છે. તેમણે અનેક સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. એક રેસ્ટોરન્ટે તો તેને 12,000 રૂપિયા સુધીનું મફત લંચ પણ આપ્યું હતું. મહિલાએ લેટેસ્ટ ડીલ્સ ડોક યુકે વેબસાઇટ સાથે વાત કરતી વખતે કહ્યું હતું કે મને પૈસા બચાવવા ગમે છે. આ રીતે હું મારા લક્ષ્યો હાંસલ કરું છું અને મારે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી પડતી.

આ પણ વાંચો: OMG! ઊંટના બ્યૂટી કોન્ટેસ્ટમાં થઈ બેઈમાની, પ્રાણીઓની સુંદરતા વધારવા અપાયા ઈન્જેક્શન

નાડિને શેર કરી અદ્ભુત બચત યુક્તિઓ
મહિલાએ લોકોને કેટલીક ખાસ ટિપ્સ પણ આપી છે જે લોકોને પૈસા બચાવવામાં મદદ કરી શકે છે. તેમણે સમજાવ્યું હતું કે, જો ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પૈસા બચાવવાની વધુ જરૂર હોય તો લોકોએ વર્ષની શરૂઆતથી ક્રિસમસ શોપિંગ, ગિફ્ટ વગેરે ખરીદવાનું શરૂ કરવું જોઈએ અને આખું વર્ષ વિવિધ સાઇટ્સ પર ડિસ્કાઉન્ટ અને ઓફર પર નજર રાખવી જોઈએ.

તેમણે કહ્યું કે જ્યારે ઓનલાઇન શોપિંગ સાઇટ્સ પર વેચાણ શરૂ થાય છે, ત્યારે તેઓ ત્યારથી પોતાના માટે ભેટો ખરીદે છે અને કેટલીક વાર કેટલીક જુદી જુદી ભેટો પણ ખરીદે છે જેથી જો તેમને બીજા કોઈને ભેટ આપવી પડે તો તેમને મોંઘી કિંમતે ખરીદવી ન પડે. વધુમાં તેમણે સમજાવ્યું હતું કે, લોકોએ તેમના ફાજલ સમયમાં ઓનલાઇન સર્વેક્ષણો અને સ્પર્ધાઓમાં પણ ભાગ લેવો જોઈએ, જેમાં ઇનામ તરીકે ભેટ અથવા પૈસા નો સમાવેશ થાય છે. આ રીતે, તેમને મફત મૂવી ટિકિટ, મોંઘી હોટલોમાં ખાવાની તક અથવા ઘરની ઘણી વસ્તુઓ પણ મળી છે. આ રીતે તેમણે એક વર્ષમાં 8 લાખથી વધુની બચત કરી છે.
Published by:Riya Upadhay
First published:

Tags: Amazing, Bizzare Stories, OMG News, Savings, અજબગજબ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन