Home /News /eye-catcher /લે પંગા! સાડી પહેરીને મહિલાઓ ઓલિમ્પિકમાં રમી કબડ્ડી, વિશ્વાસ ન થાય એવો VIDEO

લે પંગા! સાડી પહેરીને મહિલાઓ ઓલિમ્પિકમાં રમી કબડ્ડી, વિશ્વાસ ન થાય એવો VIDEO

સાડી પહેરીને મહિલાઓ રમી કબડ્ડી

Women Playing Kabaddi In Saree: કબડ્ડી ભારતની પોતાની અને લોકપ્રિય રમત છે. ગામડાઓથી લઈને લીગ સુધી આ રમત દેશમાં રમાય છે. તાજેતરમાં Viral થયેલ VIDEO માં મહિલાઓ સાડી પહેરીને રમે છે રમત.

    છત્તીસગઢ : એક સમય હતો જ્યારે કબડ્ડી (kabaddi) રમત માત્ર શેરીઓમાં જ જોવા મળતી હતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કબડ્ડી રમાય છે. આ વખતે ટૂર્નામેન્ટમાં દેશભરમાંથી 12 ટીમોએ ભાગ લીધો છે. સામાન્ય રીતે પુરૂષો કબડ્ડી રમતા જોવા મળે છે અથવા અનેક જગ્યાએ છોકરીઓ પણ ખૂબ જ જુસ્સાથી કબડ્ડી રમે છે. પરંતુ શું તમે ક્યારેય મહિલાઓને સાડી પહેરીને કબડ્ડી રમતી જોઈ છે? હા, આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ આ વિડીયોની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલાઓ સાડી પહેરીની કબડ્ડી રમી રહી છે. સોશિયલ મીડિયા પર મહિલાઓનો આ વિડીયો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મહિલાઓના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. આ વિડીયો છત્તીસગઢ ઓલિમ્પિક (Women's Kabaddi in Chhattisgarhia Olympics)નો છે, જેમાં મહિલાઓ સાડી પહેરીને માથે ઓઢીને કબડ્ડી રમી રહી છે.



    છત્તીસગઢ ઓલિમ્પિકનો વિડીયો

    છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર બઘેલ (CM Bhupendra Baghel) એ 6 ઓક્ટોબરના રોજ છત્તીસગઢ ઓલિમ્પિકનું ઉદઘાટન કર્યું હતું, 6 જાન્યુઆરી 2023 સુધી છત્તીસગઢ ઓલિમ્પિક રમાશે. આ દરમિયાન તેમણે પણ ભૌંરા, બાટી અને પિટ્ઠુલ જેવી રમતમાં હાથ અજમાવીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, મહિલાઓ ખૂબ જ જોશ અને ઉત્સાહથી એકબીજાને પડકાર આપી રહી છે.

    આ પણ વાંચો: વિદેશમંત્રી જયશંકરનો ક્રિકેટપ્રેમ: ન્યુઝીલેન્ડનાં આ ખેલાડીઓને ભારતીયો ક્યારેય નહીં ભૂલી શકે, ટેલર તો મારો ફેવરિટ

    હમ કિસી સે કમ હૈ ક્યા...

    IAS અધિકારી અવનીશ શરણે (Awanish Sharan) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વિડીયો શેર કર્યો છે. વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, ‘હમ કિસી સે કમ હૈ ક્યા... છત્તીસગઢ ઓલિમ્પિકમાં મહિલા કબડ્ડી.’ 51 સેકન્ડનો આ વિડીયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે, લોકોને આ વિડીયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. 13 હજારથી વધુ લોકોએ આ વિડીયો લાઈક કર્યો છે.



    છત્તીસગઢની પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે છત્તીસગઢ ઓલિમ્પિકની શરૂઆત કરવામાં આવી છે. આ ઓલિમ્પિકમાં ગિલ્લી ડંડાથી લઈને પિત્તૂલ, લંગડી દોડ, કબડ્ડી, ખો-ખો, રસ્સાકસી અને બાટી (કંચા) સુધીની 14 પ્રકારની પ્રાદેશિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
    First published:

    Tags: Chhattisgarh, India Sports, Kabaddi, Olympic, Saree

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો